________________
૩૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ગયું, પર્યાય વિનાના દ્રવ્યનો નાશ થઈ જાય! આહાહાહા ! સમજાણું કાંઈ?
એ કહે છે દેખો! “જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.” બે દ્રવ્યો, એક આત્મા ને બીજા પરમાણુંઓ અથવા એક આત્મા ને બીજા આત્માઓ, એવા બે દ્રવ્યો એક થઈને પરિણમે એક થઈને પર્યાયમાં બદલવાની (એક જ) ક્રિયા હો, તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જશે. આહાહાહા ! કેમ કે બીજાના પરિણામને અને પોતાના પરિણામને એકે (એક થઈને) કર્યો તો બીજા પરિણામ વિનાના દ્રવ્ય રહી ગયા-તો (બીજા) પર્યાય વિનાના (થયા) તો પર્યાય વિનાનું દ્રવ્ય હોય જ નહી. “પર્યાય વિજતં દળં” – પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી, આવે છે ને “પંચાસ્તિકાય માં-પર્યાય વિનાનું દ્રવ્ય નહીં ને દ્રવ્ય વિનાની પર્યાય નહીં. ભારે કામ ભાઈ ! આહા!
દેખો ! આ કાગળ છે, એની પર્યાય પલટીને આમ થઈ, તો એ પલટવાની ક્રિયા, આંગળીએ કરી હોય તો એ (કાગળના) પરમાણું પર્યાય વિનાના રહ્યા, તો પર્યાય વિનાનું દ્રવ્ય હોતું જ નથી, તો (કાગળને) આંગળીઓએ ઊંચો કર્યો એવું છે જ નહીં, આરે! આરે ! એય હિંમતભાઈ? (શ્રોતાઃ- દેખાય છે એમ) આમ ઊંચું થાય (એમ દેખાય) અંગુલી જોડે છે. એને લઇને ઊંચુ થાય છે? એ તો સંયોગથી જોયું એણે, એનાં (સ્વ)ભાવથી ન જોયું. દેવીલાલજી? (આહા!) દૃષ્ટિમાં ભ્રમણા છે અજ્ઞાનીને ! હું મારા (પરિણામનો) કર્તા છું અને પરનું પણ કરી શકું છું, તો એ પરની પર્યાયને એણે કરી તો પર પર્યાય વિનાનું રહ્યું, તો પર્યાય વિનાનું દ્રવ્ય રહે નહીં ( એવા અભિપ્રાયમાં) દ્રવ્યનો નાશ થઈ જાય છે. આહાહાહા ! “પર્યાય વિજ્જત દÒસૂક્ષ્મ વાત છે ભાઈ ! જૈન પરમેશ્વર, એનું કહેલું તત્ત્વ બહુ સૂક્ષ્મ છે!
(ઓહોહો !) સમય સમયની પર્યાય-અવસ્થા, પ્રત્યેક પદાર્થ (દ્રવ્ય) પોતાનાથી કરે છે. જો પોતાના પરિણામ પણ કરે ને પરના પરિણામ પણ કરે, તો પર પરિણામ વિનાનું દ્રવ્ય રહી ગયું. એણે (પરનું) કર્યું તો અહીં (પરમાં) પરિણામ થયું નહીં, તો પરિણામ વિનાનું દ્રવ્ય તો નાશ થઈ જશે. આહા! અરે, આત્મામાં રાગ છે એ (રાગને) કર્મ કરે તો રાગની પર્યાય વિનાનું દ્રવ્ય રહી ગયું, કમેં પર્યાય કરી ભલે મલિનપર્યાય કરી, પણ કર્મે કરી તો – કર્મે કર્મની પર્યાય કરી ને કર્મે રાગ પર્યાયને પણ કરી તો આ રાગ (આત્માના) ચારિત્રગુણની વિપરીત પર્યાય હતી જીવની, તો એ પર્યાય કર્મે કરી તો (જીવદ્રવ્ય) પર્યાય વિનાનું રહ્યું તો પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી. ) આહાહાહા ! ન્યાયથી સમજવું પડશેને ભાઈ ! આહાહાહા ! છે? આંહીં તો કર્મનો મોટો વાંધો છે, કહે છે (એ લોકો કે) બસ, કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થાય અને વિકાર કરે એટલે કર્મને બંધાવું પડે ! રાગ ન હોય તો કેમ કર્મ બંધાતા નથી? એમ પ્રશ્ન હતો રાજકોટમાં, ઘણાં વર્ષ પહેલાં. એમ કે રાગ ન હોય તો કર્મ કેમ બંધાતું નથી? પણ રાગ છે ને કર્મની પર્યાય કર્મથી થાય છે અને રાગ ન હો, તો પ્રશ્ન જ કયાં છે. સમજાણું કાંઈ....?
(કહે છે) એમ કે અહીંયા રાગ કર્યો, દયા-દાનનો તો ત્યાં શાતા આદિની પર્યાય બંધાણી, તો રાગ ન હોત તો બંધાત? પણ એ પ્રશ્ન જ કયાં છે અહીંયા. રાગ છે. બસ રાગ છે એટલું આત્મામાં અને ત્યાં શાતાની પર્યાય થઈ એ જાતની પર્યાયથી જડથી થઈ છે, એ રાગથી થઈ એ નહીં, જો રાગથી જડની (પરમાણુંની) પર્યાય થઈ હોય તો, પર્યાય વિનાના પરમાણું કર્મના