________________
૩૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અભાવ (બીજાની પર્યાયનો અભાવ થાય!) તેથી જો એ બધાની ક્રિયા આત્મા કરે-પરિણામ કરે તો એ બધા પુદ્ગલનો નાશ થઈ જાય, પુદ્ગલની હયાતી રહેતી નથી-પર્યાય વિના (દ્રવ્યની) હયાતી રહી શકે નહીં. આહાહાહા! ભારે કામ આકરું. આ તો જ્યાં હોય ત્યાં મેં કર્યું. મેં આ કર્યું જો મેં આ બનાવ્યું કે આ લખ્યું ને મેં(હું ) બોલ્યો ને મેં બીજાને સમજાવ્યું ! આવી આકરી વાતું બાપુ! આહા!
એક આત્મા, બધા શરીરને, વાણીને, મનને, દાળ-ભાત-શાક ને એ બધાને ખાવાની ક્રિયા કરે (તેમાં) એક આત્માના પરિણામ પોતે કરે અને એની (બીજા પદાર્થોની) પર્યાયને કરે, તો બધા પરમાણું પર્યાય વિનાના થઈ જાય છે, પર્યાય વિનાના દ્રવ્યનો બધાનો નાશ થઈ જશે. અનેક છે તો એક થઈ જશે, અનેક છે-અનંત છે એક (દ્રવ્ય) બીજાનું (કંઈ પણ) કરે તો બીજો બીજાનું કરે તો એમ કરતાં કરતાં અનેક (અનેકપણે) નહીં રહે, એક જ થઈ જશે બધા ! આહાહાહા ! કહો, શશીભાઈ ? આવું બેસે ન બેસે શું થાય ભાઈ, આવો માર્ગ છે, એ પ૩ થઈ (ત્રેપન કળશ થયો.) હવે ચોપન.
શ્લોક - ૫૪ )
(માર્યા). नैकस्य हि कर्तारौ द्वौ स्तो वे कर्मणी न चैकस्य।
नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।५४।। ફરી આ અર્થને દેઢ કરે છે -
શ્લોકાર્થ-[ ચ દિૌ વર્તારૌ ન સ્તઃ] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [૨] વળી [ કે કર્મળ ન] એક દ્રવ્યના બે કર્મ ન હોય [૨] અને [ ફેબ્રિયે ન] એક દ્રવ્યની બે ક્રિયા ન હોય;[ યત:] કારણ કે[અને રચાત] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થ આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪.
પ્રવચન નં. ૧૭૬ શ્લોક નં. ૫૪
તા.૨૩/૦૧/૭૯ नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य।
नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।५४ ।। આહાહા “એકસ્ય હિ દ્વૌ કર્તારૌ ન સ્તઃ” – “એક દ્રવ્યના બે કર્તા ન હોય”- દ્રવ્યના નામ પરિણામ, એક દ્રવ્યના બે પરિણામના એક કર્તા નથી હોતા એક દ્રવ્યના (-પરિણામના) બે કર્તા હોતા નથી પોતાના આત્મામાં રાગ પણ આત્મા કરે અને કર્મ પણ (રાગને) કરે, એક દ્રવ્યના (પરિણામના) બે કર્તા થતા નથી. (આહા!) એક પરિણામના બે કર્તા હોતા નથી.