________________
૩૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભાષાની પર્યાય થઈ છે એવું નથી. આહાહા ! આવું કામ છે! શું? પુગલાસ્તિકાય કીધું ને! પુદ્ગલાસ્તિકાય છે તો અસ્તિકાય છે તો એમાં ઘણાં પરમાણું છે. અતિ છે, પ્રદેશ ઘણાં છે ત્યાં (સ્કંધમાં અસ્તિકામાં), એક પરમાણું તો અસ્તિકાય નહીં (શુદ્ધ) એક જ છે (પરંતુ ) ઘણાં મળેલાને અસ્તિકાય કહેવામાં આવે છે. મળેલા નામ એક સાથે રહે છે. પણ કોઈના પરિણામના કર્તા કોઈ (બીજા) છે નહીં.
આ આંગળીમાં પરમાણું અનંત છે. તો એમાં જે એક પરમાણું છે એ બીજા પરમાણુંની ક્રિયા નથી કરી શકતું, એક પરમાણું છે એ પોતાના સ્કંધમાં પણ પોતાની પર્યાય સ્વતંત્ર કરે છે, પરની (બીજા પરમાણુંની) પર્યાય કરે નહીં અને પર અને પોતાની–બંન્નેની પર્યાય એક હોતી નથી. આવું છે. ઝીણું તત્ત્વ છે, આ વીતરાગનું. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એમણે સર્વજ્ઞપણાથી જોયું છે અને એમ છે. લોજિકથી-ન્યાયથી પણ એવું સિદ્ધ થાય છે. એ કહ્યું ને અનેક જ છે. અનેક છે એ એકની ક્રિયા અનેક કરે તો બીજા દ્રવ્યોનો નાશ થઈ જાય ! એક તત્ત્વ, બીજા તત્ત્વની (દ્રવ્યની) ક્રિયા કરે તો બીજા દ્રવ્યની ક્રિયા આને કરી, તો એની ક્રિયાનો તો અભાવ થયો, તો તો એનો નાશ થઈ ગયો. સમજાણું કાંઈ....?
આત્મા જે છે એને રાગ જે છે એ (રાગને) કર્મ કરે, તો રાગની પર્યાયનો કર્તા, કર્મ થયું તો (રાગ) પર્યાયવાળું (આત્મ) દ્રવ્ય રહેતું નથી, તો (પર્યાય વિનાના દ્રવ્યનો) નાશ થઈ ગયો. અને આત્મા રાગ કરે ને કર્મની પર્યાય પણ કરે (-કર્મ બાંધે ) તો કર્મની પર્યાય જે છે એ પર્યાયને આ (આત્મા કરે) એ પર્યાયને એ કરે તો તો પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું- બધા દ્રવ્યોનો નાશ થઈ જાય.
(૧) કુંભાર પોતાના રાગને (ઈચ્છાને) પણ કરે ને ઘડાની પર્યાયને પણ કરે, તો ઘડાની પર્યાય એ (માટી) દ્રવ્યની છે, તો (ઘડાની) પર્યાય તો એણે (કુંભારે) કરી તો આ પર્યાય વિનાનું (માટી) દ્રવ્ય થઈ ગયું તો પર્યાય વિનાનું દ્રવ્ય (તો હોતું નથી) પર્યાય વિનાનું (માટી) દ્રવ્ય થઈ ગયું તો તેનો નાશ થઈ જશે. સમજાણું કાંઈ...? આહાહાહા !
(૨) રોટલી બને છે એ રોટલીને સ્ત્રી બનાવી શકે એવું છે નહીં, કારણ કે રોટલીના (લોટના) પરમાણું રોટલીરૂપ થયા, એ પર્યાય પરમાણુંથી થઈ છે અને એ રોટલીની પર્યાય બીજો (કોઈ) કરે તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ જાય, પર્યાય વિનાનું દ્રવ્ય એ દ્રવ્ય જ રહેતું નથી. આવું છે!
(૩) કપડાં છે – ટોપી છે લ્યો ને એ ટોપી જે અહીં (માથા ઉપર) છે પોતાની પર્યાયથી ત્યાં છે, આ શરીરની આ પર્યાયથી નહીં, શરીરની પર્યાયથી (માથાની પર્યાયથી) જો એ ત્યાં હોય તો એની પર્યાયનો તો અભાવ થઈ ગયો, એની (ટોપીની) પર્યાયનો અભાવ થયો તો વિના પર્યાય દ્રવ્યનો નાશ થઈ ગયો – પર્યાય વિનાનું દ્રવ્ય (કયારેય) હોતું નથી. સમજાણું કાંઈ...? ઝીણી વાત છે ભાઇ! આહાહા !
(૪) અક્ષર, જે (અક્ષર) લખાય છે અક્ષર-અક્ષર (એ) અનંત પરમાણુની એ પર્યાય છે. એક-એક પરમાણુની પર્યાય ભિન્ન ભિન્ન છે, એવા અક્ષરની પર્યાય જો આત્મા કરે કે આ (હાથની) આંગળીઓ કરે લો ને! તો અક્ષરની પર્યાય આંગળી કરે તો અક્ષરની પર્યાય