________________
૩૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ બે દ્રવ્યો-બે પદાર્થો એક થઈને-મળીને, પરિણમન કરતાં નથી. ‘૩મયો: પરિણામ: ન પ્રજ્ઞાત' “બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી.” આત્માનું પરિણામ અને જડ (શરીર આદિના) પરિણામ, એ બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. આત્મામાં રાગ થાય છે તો બે દ્રવ્યોથી રાગ છે એવું છે નહીં. શરીર ચાલે છે તો આત્મા અને શરીર બન્ને મળીને ચાલે છે એવું છે નહીં. બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. (દરેક) દ્રવ્યના ભિન્ન ભિન્ન પરિણામ થાય છે. ઝીણી વાત છે ભાઈ !
(કહે છે) પ્રત્યેક પદાર્થ, આત્મા હો કે પરમાણું, પોત-પોતાના પરિણામને કરે, (પરંતુ) બે (પદાર્થ) મળીને (એક થઈને) એક પરિણામને કરે નહીં અને એક બેયનું કરી શકે નહીં. ત્રણકાળમાં કરી શકે નહીં. કહે છે આ હાલવું-ચાલવું બોલવું એ ક્રિયા બધી જડની છે એ આત્મા કરી શકતો નથી. આ ધંધા-દુકાનો ચલાવે છે ને, એ ધંધાની ક્રિયાના પરિણામ, જડ કરે અને આત્મા પણ કરે એ પરિણામ કરે, એવું હોતું નથી.
આત્મા પોતાનામાં રાગ કરે અને જડની પર્યાય જડ કરે, એમ છે. પરંતુ ) બે મળીને એકનું પરિણામ થતું નથી. એક દ્રવ્ય બે પરિણામનો કર્તા નથી. આત્મા રાગ પણ કરે ને પરની દયા પણ પાળી શકે, એમ હોતું નથી. (શ્રોતા – કંપનીઓ બનાવીને બધા ભેગા કામ કરે છે ને!) ધૂળેય કામ કરતાં નથી, બધા પોત-પોતાની પર્યાયને કરે છે. આહા ! કારખાનાં ચલાવે છે તો કારખાનાંની પર્યાય જે છે એ કારખાનાંના પરમાણુંથી એ થાય છે. એ માણસ ચલાવે છે કારખાનાંને એવું ત્રણકાળમાં નથી. માણસ પોતાના રાગને કરે! પરની પર્યાય પરથી થાય છે અને માણસને રાગ થાય છે એમાં બન્ને મળીને રાગ થાય છે એવું પણ નથી. કર્મ અને આત્મા, બેય મળીને, આત્મામાં રાગ થાય છે એવું પણ નથી. આહાહાહા! ઝીણું ભારે આ છે ને! બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી.
અને “સમય: પરિતિ: ન ચાત' “બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી.” પરિણતિ (ક્રિયા) બે દ્રવ્યો મળીને પલટીને થાય છે, એમ છે નહીં-આ શરીર પણ પલટે અને આત્મા પણ પલટે, બેયની ક્રિયા (એક પરિણતિ)માં એવું છે નહીં. શરીર શરીરથી પલટે છે, આત્મા આત્માથી પરિણમે છે-બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. આહાહાહા! બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી. કારણ કે ‘મને સવા નેમ વ–અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી. કારણ કે અનેક દ્રવ્યો છે ને સદા અનેક જ છે–સદા દ્રવ્ય અનેક જ છે, અનેક એક થઈને પરિણમન કરે એવું કયારેય થતું નથી. આત્મા ભક્તિનો-પૂજાનો રાગ પણ કરે અને શરીરની “સ્વાહા” એવી ક્રિયા પણ કરે, એવું કયારેય થતું નથી. આત્મા ઈચ્છા પણ કરે અને ભાષાની પર્યાયને પણ કરે ભાષા એવું હોતું નથી. ઝીણી વાતું બહુ ભાઈ !
૩મયો' બે દ્રવ્યોની એક ક્રિયા થતી નથી. કેમ કે જે અનેક દ્રવ્ય છે સદા અનેક જ છે પલટીને એક થઈ જતાં નથી. કોઈ દ્રવ્ય પલટીને બન્ને (દ્રવ્યો) એક થઈ જતાં નથી. ભિન્ન ભિન્ન પોતાની પરિણતિને બધા કરે છે. પરમાણું એ પરમાણું પોત-પોતાની પર્યાયને કરે છે ને આત્મા (દરેક આત્મા) પોતાના પરિણામને કરે છે. આત્મા શરીરની ક્રિયા કરે અને શરીરની ક્રિયા