________________
३४८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ્યારે શુદ્ધઅવસ્થા એનું કર્મ છે ત્યારે કર્તા આત્મા છે એમ ભિન્ન કરીને નિર્મળ પરિણામનો કર્તા આત્મા, નિર્મળપરિણામ કાર્ય, નિર્મળ પરિણામ પલટીને થયું એટલે એ ક્રિયા આત્માની છે. એમાં પરદ્રવ્યનો કાંઈ ક્ષયોપશમ થયો માટે આ ક્રિયા આમાં થઈ એવી કોઈ અપેક્ષા નથી. સમજાણું કાંઈ? આવું ગયું!
ભાવાર્થ- અહીંયા તો એમ કહે છે ને ! “એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે, તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી “તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિકથી જુદા જુદા પ્રતિભાસે છે”—કારણ કે એકનું નામ પર્યાય, એકનું નામ દ્રવ્ય, એકનું નામ ક્રિયા, એકનું નામ અક્રિયદ્રવ્ય, એકનું નામ પરિણામ, એકનું નામ પરિણામી એવી એવી સંજ્ઞા છે. છે? સંખ્યા દ્રવ્ય એક છે ને પર્યાય અનેક છે (ગુણ અનેક છે) એ સંખ્યા લક્ષણ અને પ્રયોજન આદિથી ભિન્ન ભિન્ન પ્રતિભાસે છે તથાપિ એક જ વસ્તુ છે. અત્યારે તો એ લેવું છે ને ! આ તો ધીરાનાં કામ છે ભાઈ !
અને જ્યાં નિશ્ચય સિદ્ધ કરવું હોય ત્યાં પણ રાગ છે એનો કર્તા, નિર્મળ પર્યાયનો એમ નહીં, નિર્મળ પર્યાયનો કર્તા આત્મા-ધર્મની પર્યાયનો કર્તા આત્મા, ધર્મ પરિણામ તે એનું કાર્યકર્મ, પૂર્વ અવસ્થા પલટીને જે ધર્મક્રિયા થઈ તે ક્રિયા-તે ત્રણેય વસ્તુની છે. એ રાગ છે એને લઇને એ પલટયો છે ને એનું કાર્ય છે ને કર્મ છે એમ નહીં. આહાહા ! સમજાય છે કાંઈ...?
આંહી તો (કહે છે કે તોપણ એક જ વસ્તુ છે, ભિન્ન નહીં એવો જ ભેદભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે.”—એકકોર પર્યાય-પરિણામ અને આ પરિણામી એમ ભેદ થયો છતાં પરિણામ તે પરિણામીનું જ પરિણામ (કાર્ય-કર્મ) તે પરિણામ એનાં જ, એમ ભેદાભેદથી કથન છે. કહો, ત્રિભોવનભાઈ ? સમજાય છે કે નહીં? એવી જ ભેદભેદસ્વરૂપ વસ્તુ છે. શું કીધું? સંજ્ઞા, સંખ્યા, લક્ષણથી તો ભેદ છે. છે ને? છતાં વસ્તુ તરીકે અભેદ છે પરિણામ એનાં છે–એનું કાર્ય છે ને એનો એ કર્તા છે. (શ્રોતા- પ્રદેશ જુદા નથી.) પ્રદેશ જુદા નથી. આહાહાહા ! એ બાવન થઈ-(શ્લોક બાવન થયો.)
( શ્લોક - પ૩ )
() नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत।
उभयोर्न परिणति: स्वाद्यदनेकमनेकमेव सदा।।५३ ।। વળી કહે છે કે -
શ્લોકાર્થ- [મૌ પરિણમત: વસુ] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [૩મયો: પરિણામ: ૧ પ્રણાયેત] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [૩મયો: પરિતિઃ ચાત]બે દ્રવ્યોની એક પરિણતિક્રિયા થતી નથી;[ ] કારણ કે[ નેમ સવા નેમ ઈવ] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.