________________
શ્લોક-પ૩
૩૪૯ ભાવાર્થ:- બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી-એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩.
પ્રવચન નં. ૧૭૫ શ્લોક . ૫૩
તા.૨૨/૦૧/૭૯ नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत।
उभयोन परिणति: स्वाद्यदनेकमनेकमेव सदा।।५३।। (આહાહા !) “બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી”- રાગ આત્મામાં થાય છે તો આત્મા પણ રાગ કરે અને કર્મ પણ રાગ કરે(-કરાવે) એમ નથી થતું. લ્યો ઠીક! ઓલામાંજયસેન આચાર્યની ટીકામાં પણ એમ ફરમાવે છે કે બે કારણે કાર્ય થાય!નિમિત્ત ને ઉપાદાનબેથી, પર ને સ્વથી બેથી થાય, એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આંહી જુઓને, આ શું કહે છે? બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી–આત્મા રાગ પણ કરે અને કર્મ પણ રાગ કરે-એમ બે દ્રવ્યો મળીને રાગ થાય છે એમ છે નહીં. અથવા કર્મબંધનની પર્યાય કર્મ પણ કરે અને આત્મા પણ કરે, એક પરિણામના બે દ્રવ્યો કર્તા થતા નથી. સમજાય છે કાંઈ...?
આંહી તો ચોખ્ખું કીધું-રાગ ને દ્વેષ, કર્મ છે માટે થાય છે એનો નકાર જ છે. એ જ પ્રશ્ન ત્યાં હતો ને! વર્ણજી(ગણેશપ્રસાદ વ) હારે (એ કહે ) રાગ છે તે એ કર્મના નિમિત્તે થાય છે માટે વિભાવ છે એનું કારણ ન માનો તો (રાગ )સ્વભાવ થઈ જશે ! એ તો અહીં તો ના જ પાડે છે. જીવમાં અજ્ઞાનીને જે રાગ-દ્વેષ થાય છે તેનો કર્તા પણ એક જ (તે) જીવ છે. કર્મ પણ કર્તા છે નિમિત્ત છે માટે, એમ છે નહીં. (અને ) વિકાર છે માટે પણ કર્મ કર્તા છે-નિમિત્ત છે માટે, (એમ) છે નહીં. વિશેષ કહેવાશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૭૬ શ્લોક-૫૩-૫૪-૫૫ તા. ૨૩/૦૧/૭૯ મંગળવાર પોષ વદ-૧૦
શ્રી સમયસાર, ૫૩ કળશ છે. ત્રેપન છે ને ! ફરીથી.
નામો પરિણમત: રવ7'- “બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી.” શું કહે છે? આત્મા અને કર્મ બન્ને સાથે છે, તો આત્મા રાગરૂપ પરિણમે અને કર્મની પર્યાયરૂપે (પણ) પરિણમે, એવું હોતું નથી. બે દ્રવ્યો એક થઈને નથી પરિણમતાં, અથવા આત્મામાં જે રાગાદિ થાય છે તો આત્મા પણ રાગ કરે અને કર્મ પણ રાગ કરે, એમ બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી. આહાહાહા!
કર્મથી વિકાર થાય છે એ વિકાર કર્મથી (જ) થાય છે, એમ કહે છે ને ! એ જૂઠ છે. બે દ્રવ્યો મળીને એક પરિણામ કરતાં નથી–બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી. આત્મા રાગ કરે કદાચ અજ્ઞાનભાવે તો રાગ પણ કરે ને શરીરને પણ ચલાવે-શરીરની ક્રિયા પણ હલાવવાની કરી શકે, એમ બની શકતું નથી. આહાહાહા !