________________
શ્લોક-પર
૩૪૭ ભલે નાનું એવું કાંઈ નહીં, અનંતગુણ ભલે અસંખ્ય પ્રદેશમાં છે, અનંતગુણને કાંઈ અનંતપ્રદેશ ન જોઈએ, પણ એ અનંતમાં અનંતતા ઘણી મોટી છે પ્રભુ. આહાહા!
એ અનંત ગુણ છે એની સંખ્યા મોટી કે જેનો પાર ન મળે ! એવા એવા અનંતા ગુણનો પાર ન મળે (અસીમ) એવા એવા એક એક ગુણ પૂર્ણ, એનોય પાર નહીં એવા (દરેક ) ગુણનું એમાં રૂપ છે! આવો જે ભગવાન આત્મા, અત્યારે હોં! આ આત્માની વાત ચાલે છે, એની પરિણતિની ક્રિયા તો અનંતગુણની એકસાથે થાય છે, હવે અત્યારે આ શુદ્ધની વાત ચાલે છે, પૂર્ણ લેવું છે ને! એ અનંતગુણનું પૂર્ણરૂપ પ્રભુ! જ્યારે (તે રૂપ) પરિણતિ થાય છે ત્યારે એમાં દરેક પર્યાય સ્વતંત્ર પોતાથી પરિણમી રહી છે! એ પર્યાય સત્, ગુણ સત્ ને દ્રવ્યસત્ એટલે એક સત્નો-અસ્તિત્વનો વિસ્તાર છે. એથી કરીને એક ગુણનું અસ્તિત્વ બીજા ગુણમાં આવ્યું એમ અહીં નથી. ભાઈ !
એ તો એક ગુણ દ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે એમ છે ત્યાં. આહાહા! એવો દરેક ગુણ પોતે દ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે! મોટો દરિયો છે, એવો જે ભગવાન આત્મા, પોતાની દૃષ્ટિ કરીને જ્યારે પરિણતિ થાય છે તે પરિણતિનું કર્તા તે દ્રવ્ય છે, આંહી ચાલે છે એ અશુદ્ધની પણ છતાં શુદ્ધ અશુદ્ધ પરિણતિ બેય વાત લેવી અંદરમાંથી, આગળ જતાં બેય લેશે. શુદ્ધ પરિણમો કે અશુદ્ધ પરિણમો પણ પોતાથી તે પરિણમે છે, પરથી નીં. આહાહા ! હવે આવી ઝીણી વાત બેસવી કઠણ પડે એવું આ. (શ્રોતા- આપે ઘણું સરળ કરી દીધું!) ભાષા તો સરળ છે.
–એવો જે અનંતગુણનો પિંડપ્રભુ ( નિજાત્મા) અનંત અનંતના રૂપથી ભરેલો એક એક ગુણ એ ગુણની સંખ્યાનો પાર ન મળે અને એવા એવા અનંતગુણો(ને) એક એક ગુણમાં (અનંતગુણનું) રૂપ છે એવું (આત્મતત્ત્વ!) ભલે એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ હો, પણ મોટો દરિયો છે! એ અનંતગુણનો પિંડપ્રભુ ભગવાન, એની દૃષ્ટિ થતાં, જે દૃષ્ટિ થઈ તે પર્યાય થઈ, તેનો કર્તા તે દ્રવ્ય છે. અહીં અભિન્નથી વર્ણવવું છે ને ! નહિંતર તો પર્યાય થઈ છે એ પર્યાય કર્તાથી થઈ છે. અહીં તો અત્યારે અભિન્નથી વાત છે ને ! તો અભિન્નથી આ. એ સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા એ દ્રવ્ય છે. એ સમ્યગ્દર્શનપર્યાય એ કર્તાનું કર્મ છે અને સમ્યગ્દર્શનપર્યાય એ પૂર્વની અવસ્થા પલટીને થઈ છે એ ક્રિયા છે એ પણ દ્રવ્યની છે. આહાહાહા !
એમ મિથ્યાત્વદશામાં રાગના પરિણામ જે કોઈ(થાય), કોઈ ગુણ રાગ કરે એવો (આત્મામાં) કોઈ ગુણ નથી, માટે તેને દૃષ્ટિ (આત્મ) દ્રવ્યની નથી, તેની દૃષ્ટિ રાગ ઉપર પર્યાય ઉપર છે. તેથી તે પર્યાયષ્ટિવાળો જીવ, રાગને કરે એ અજ્ઞાનીનું કર્તવ્ય નામ કર્મ છે, એ રાગ તેના પરિણામ કરે તે એનું કર્મ છે-કાર્ય છે, તેનો કર્તા અજ્ઞાની આત્મા છે. છે તો પર્યાય, પર્યાયની કર્તા પણ અત્યારે અભિન્ન લઈને વર્ણવવું છે. આહાહાહા ! એ રાગની ક્રિયાનો કર્તા અજ્ઞાની આત્મા, રાગનું પરિણામ તેનું કર્મ અને કર્તા પોતે ત્રણેય તે અવસ્થાઓ આત્માની અવસ્થા તે આત્મા અને આત્મા તે દ્રવ્ય અવસ્થા અને અવસ્થા તે દ્રવ્ય, એમ અત્યારે સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ?
સંવર અધિકારમાં કહે (આચાર્યદેવ) કે અવસ્થાના પ્રદેશ ભિન્ન છે એ અત્યારે અહીં સિદ્ધ નથી કરવું અને અતભાવમાં પણ તે (અતત્) એ સિદ્ધ નથી કરવું. અત્યારે-પર્યાય તે ગુણ નથી ને ગુણ તે પર્યાય નથી અતભાવથી છતાં પ્રદેશ તે એક છે બધાનાં, પ્રદેશ જુદાં છે ત્યાં (સંવરઅધિકારમાં) એ અત્યારે સિદ્ધ નથી કરવું. પણ સંવરના અધિકારમાં અને બીજી રીતે