________________
શ્લોક-પ૨
૩૪૫ પરમાણુંની) સાથે સંબંધ છે, આંગળીની સાથે નહીં સંબંધ, નાકની સાથે સંબંધ નહીં. આહાહા !
આવું બેસવું કઠણ પડે જગતને અત્યારે! શું થાય? આ ગામડાંવાળા તો સમજેય નહીં, ભાષા-આ શું કહે છે? કોણ જાણે, એ સોનગઢનું છે કાંઈક એમ કહે (બોલે ને) સોનગઢનુંય જુદું છે કહે છે ! માળા ! સંપ્રદાય થઈને, એમ કહે સંપ્રદાયમાં જે હાલે છે (કરવાનો ઉપદેશ) આમ કરો, આમ કરો, આમ કરો-પૂજા કરો, ભક્તિ કરો, ગજરથ કાઢો આંહી કહે છે એ પર્યાય, આત્મા કરી શકતો નથી. આહા!
કેમ કે એક અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.”—કર્તા, કર્મને ક્રિયા એકમાં જ થઈ, અનેક (રૂપ) થતી હોવા છતાં પણ એક જ છે ચીજ-વસ્તુ તો એક જ છે. બીજી ચીજ આવી તો એમાં પરિણામ થયા-ક્રિયા થઈ એવું છે નહીં. એક વસ્તુની અનેક પર્યાય થાય છે. અત્યારે તો એવો ઉપદેશ ચાલે છે, આ કરો ને આ કરો, આને સુખી કરો, આને દુઃખ મટાડો અને આને (મદદ કરો) પૈસા ધો ને આને આ એવી ક્રિયા ! પણ શું લોકોને બિચારાને ખબર ન મળે, સાંભળનારાય જય જય કરે ને ઓલો માથે હાંકયે ( રાખે) અજ્ઞાનનું! આહાહા!
એક વસ્તુના અનેક પર્યાયો થાય છે” એક પદાર્થની અનેક અવસ્થાઓ થાય છે.” તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. પરમાણુંઓ અને આત્માઓ, એક એક ચીજને અનેક અવસ્થાઓ થાય છે, તો અવસ્થાયી તરીકે એક છે ને અવસ્થાઓ તરીકે અનેક છે. આહાહા ! (પરિણામને ) અવસ્થા પણ કહેવામાં આવે છે શું? કે એ પર્યાય-પરિણામ છે (એએ) અવસ્થા પણ કહે છે. એક વસ્તુની( પદાર્થની) અનેક પર્યાય થાય છે અને પરિણામ પણ કહે છે (અને) એને અવસ્થા પણ કહેવામાં આવે છે.
તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે”—કર્તા, કર્મ (અને) ક્રિયા ભિન્ન ભિન્ન શબ્દ આવ્યા ને સંખ્યા આદિ. “તથાપિતોપણ એક વસ્તુ જ છે” અત્યારે ત્રણેય પરિણામ એક જ ચીજ છે. ત્યાંય એ લીધું છે ઓલામાં ( પ્રવચનસારમાં) સત્ દ્રવ્ય, સત્ ગુણ, સત્ પર્યાય એ (સનો ) વિસ્તાર છે. નામભેદ છે ત્રણેમાં છતાં પ્રદેશભેદે તો એક છેપ્રદેશભેદ નથી. (અહીં) સત્ સિદ્ધ કરવું છે ને! દ્રવ્યસત, ગુણસ, પર્યાયસત્ એક “સના” એ ત્રણ ભાવ છે. “સ” ને સિદ્ધ કરવું છે, એકલું!
(આ જગતમાં) જેટલા દ્રવ્યો છે-ગુણોમાં, તે દરેક દ્રવ્યનું દ્રવ્યસતુ, ગુણસ ને પર્યાયસ બસ એક જ સત્—અસ્તિત્વ તે ત્રણ પ્રકારનાં છેદ્રવ્યમાં, ગુણમાં ને પર્યાયમાં બસ એટલું! આહાહા! છતાં તેના પ્રદેશ, નામભેદ, સંજ્ઞાભેદ, (જુદા જુદા) છે છતાં તેના પ્રદેશ ભિન્ન નથી, એમ છે ત્યાં. ( પ્રવચનસારમાં) અતભાવ એમ છે ત્યાં, એટલે શું? કે દ્રવ્ય-ગુણ ને પર્યાય એમ અતર્ભાવ છે. (એટલે કે ) દ્રવ્ય તે ગુણ નહીં, ગુણ પર્યાય નહીં, એમ અસ્તિત્વ તરીકે અતદ્ભાવ છે. એ દ્રવ્યભાવ તે ગુણ નહીં અને ગુણ તે પર્યાય નહીં, છતાં અતભાવ હોવા છતાં તેમાં પ્રદેશ ભિન્ન નથી. માટે(બીજા પદાર્થોને ) જેમ પ્રદેશ ભિન્નથી અન્યપણું છે એવું આમાં અન્યપણું નથી, “અન્યત્વ' શબ્દ છે ને ત્યાં (તેનો અર્થ આ છે) આહાહાહા! ભારે વાત! આવું ઝીણું!
સત્ દ્રવ્ય, સત્ ગુણ, સત્તપર્યાય એક ગુણના ત્રણ પ્રકાર આ, ગુણ તો એક જ છે. પણ એનો દ્રવ્યસત, ગુણસત, પર્યાય સત્ એમ એક-એકમાં અતદ્ભાવ તરીકે કહેવામાં આવ્યું છે,