________________
શ્લોક-પર
૩૪૩ છે, સોનાના જે પરિણામ-ઝવેરાત-દાગીના (થયા), દાગીના કહે છે ને ! એ ઝવેરાતની પર્યાય જે થઈ એનો કર્તા સોનું છે, એ કાર્ય સોનાનું છે એ પરિણતિ બદલી એ સોનાએ બદલાવી છે, સોનીએ નહીં. આહાહા! આવું છે.
ઘડો જે બને છે, (કુંભારથી નહીં) માટીથી બને છે, માટી કર્તા છે ને ઘડો તેનું કાર્ય છેકર્મ છે. અને પૂર્વની અવસ્થા-પિંડની અવસ્થા પલટીને ઘડો થયો એ ક્રિયા માટીની છે-એ કર્તા, કર્મ ને ક્રિયા ત્રણે અભેદ એક વસ્તુના (પરિણામ) છે. દ્રવ્યદૃષ્ટિએ-(અભેદથી). એમ આ આત્મા, રાગનો કર્તા હો, તો રાગનો કર્તા આત્મા, રાગ તેનું કાર્ય, દયા-દાન-વ્રત-ભક્તિ આદિનાં ભાવ અને રાગની પર્યાય જે પૂર્વની અવસ્થા પલટીને થઈ એ ક્રિયા. એ કર્તા, કર્મ ને ક્રિયા ત્રણેય આત્મા છે. અહીં તો અવસ્થા એ આત્મા છે, એવું સિદ્ધ કરવું છે ને? આત્મા તે અવસ્થા ને અવસ્થા તે આત્મા ! આહાહા! સમજાણું કાંઈ....?
જુઓ ! આ લાકડી છે જુઓ લાકડી છે એ આમ (ઊંચી-નીચી) થઈ તો એ લાકડીના પરમાણું છે એનું એ પરિણામ કાર્ય છે અને એ પરિણામ પરમાણું એના કર્તા છે, પૂર્વની અવસ્થા આમ ( ઊંચી) હતી ને પલટીને આવી (નીચી) અવસ્થા થઈ-ક્રિયા થઈ એ પણ પરમાણુંની ક્રિયા છે, એનાં પરમાણુની એ ક્રિયા છે, આ હાથની નહીં, આમ આમ (-ઊંચી-નીચી) ક્રિયા થઈ એ હાથની ક્રિયા નથી. હાથના પરિણામ આ પર્યાય છે (હાથથી એ થયું છે) તો પોતાની પર્યાયના કર્તા તો એ પરમાણું છે અને પર્યાય એનું કાર્ય છે અને પલટીને થઈ એ પરમાણુંની ક્રિયા છે. આ હાથની ક્રિયા આત્મા કરી શકે કે આ શરીરની આંગળાની ક્રિયા-હાથની ક્રિયા(આત્મા) કરી શકે એવું છે નહીં.
(શ્રોતા:- સંયોગદૃષ્ટિથી તો કર્તા છે ને!) કર્તા છે નહી, કર્તા માને અજ્ઞાની, સંયોગથી (સંયોગીદૃષ્ટિથી) અજ્ઞાની માને, એ તો કહ્યું ને કે પોતાના પરિણામ પણ કરે અને બીજાના પરિણામ પણ કરે એવું માને એ મિથ્યાષ્ટિ! બેયની ક્રિયા ( એક કરે એમ ) માને એ મિથ્યાષ્ટિ છે. આહાહા ! આકરું કામ છે ભાઈ ! જગતથી વીતરાગ પરમાત્મા જે કહે છે એ વાત સમજવી જગતને બહુ દુર્લભ છે. અત્યારે તો ધર્મને નામે બધા ગોટા છે. આહાહા.... (શ્રોતા – પણ દૃષ્ટિ બે જ છે ને સંયોગીદષ્ટિ ને વસ્તુષ્ટિ !) સંયોગીદષ્ટિ ! પણ સંયોગીષ્ટિ કરે પણ દેષ્ટિ, સંયોગથી થઈ નથી અને સંયોગમાં ક્રિયા થઈ, તો સંયોગીદષ્ટિ છે તો સંયોગક્રિયા થઈ એવું છે નહીં. આહાહા ! આવું છે.
“વસ્તુ સદા એક જ પરિણમે છે” એકના જ સદા પરિણામ થાય છે” એક જ આત્મા અને પરમાણું એક જ પોતાનાથી પરિણમે છે અને એકના જ સદા પરિણામ થાય છે. એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે” “મેશ્ય પરિતિ : ચાત" એકની જ પરિણતિક્રિયા થાય છે આત્માની ક્રિયા એકની જ થાય છે, જડની ક્રિયા જડથી એકની જ થાય છે. આહાહા! “જડ ને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન”- તો કોઈના સ્વભાવની પર્યાય કોઈ (બીજો) કરે એમ બનતું નથી. જો એમ કરવા જાય તો (સર્વ) પદાર્થોનો લોપ થઈ જાય ! પદાર્થ, સ્વતંત્ર પોતાની પર્યાય કરે એવું રહે નહીં પરપદાર્થ એની પર્યાય કરે તો એનો લોપ થઈ જાય, એની પર્યાય તો ન રહી (પર્યાય વિનાનો) એ પદાર્થ રહ્યો નહીં. શું કીધું? સમજાણું કાંઈ...?