________________
શ્લોક–૫૧
૩૪૧ અહીંયા તો અજ્ઞાનભાવથી જે રાગ કરે છે, તો તે રાગની ક્રિયા-રાગપરિણામ અને રાગનો કર્તા (આત્મા) એ ત્રણેય એક છે, એમ કહેવામાં આવ્યું છે. અનેરી-બીજી ચીજો એની સાથે કોઈ સંબંધ નથી. સમજાણું કાંઈ..? આવું છે. “કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે,” પ્રદેશ ભેદરૂપ જુદી વસ્તુઓ નથી.” આટલી વાત છે. કર્તા જે આત્મા છે એના પ્રદેશ ભિન્ન ને રાગ પરિણામ કર્મ એના પ્રદેશ ભિન્ન, એવું છે નહીં, બધાના પ્રદેશ એક જ છે. આહાહા! જુદાઈ (છે તે અત્યારે નહીં) તો અત્યારે દ્રવ્યદૃષ્ટિની-(અભેદની) અપેક્ષાએ વાત છે. આંહી તો પરથી પૃથ્થક બતાવવાની વાત છે. પોતાની પર્યાયથી પૃથ્થક દ્રવ્ય છે એ વાત પછી, પર્યાયથી પૃથ્થક દ્રવ્ય છે એ હજી આટલો નિર્ણય કરે નહીં એને કયાંથી બેસે? આહાહા !
કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે” જુઓ! આત્મા રાગ કરે એ રાગનો કર્તા આત્મા, રાગ એનું કાર્ય, અને રાગ એની ક્રિયા, ત્રણેય આત્મા છે, જડ (પુગલ-પરમાણું) નહીં. આત્મામાં રાગ થાય છે તો કર્મથી રાગ થાય છે એવું છે નહીં, એમ કહે છે. કર્મ તેનો કર્તા નહીં રાગનો, રાગનો કર્તા આત્મા છે, એ પણ અજ્ઞાનભાવથી, આવી વાત છે! આહાહા! અજ્ઞાન-મિથ્યાષ્ટિપણે અજ્ઞાની છે તો (તેથી તે) રાગનો કર્તા થાય છે, પણ એ રાગનો કર્તા, કર્મ (પુદ્ગલ-જડ) છે એવું છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે ભાઈ !
અનંતકાળ ગયો પરિભ્રમણ કરતાં કરતાં ચોરાશીના અવતાર થયા-ચોરાશી લાખ યોનિ, એક એક યોનિમાં અનંત વાર અવતાર કર્યા–મહાદુઃખી, દુઃખી, દુઃખી અબજોપતિ અનંતવાર મનુષ્ય થયો છે અબજોપતિ થઇને મરીને ઢોરમાં ચાલ્યો ગયો છે એવા અનંતવાર ભવ કર્યા ! પણ સત્ય વાત (સાંભળી) પણ નહીં, (શ્રોતા- પૈસા વખતેય દુઃખી છે?) પૈસા! એ વખતે પણ દુઃખી છે. પૈસા (છે) એ વખતેય પૈસા ઉપર લક્ષ જાય છે-જડ ઉપર લક્ષ જાય છે, એ દુઃખ છે. આહાહા ! દુઃખી છે દુઃખી ! પૈસા મારા એવી માન્યતા (મમતાભાવ) એ દુઃખ છે, પૈસા તો જડ છે–ધૂળ છે–પુદગલ છે. (શ્રોતા- પૈસા વિના શાક આવે?) પૈસા વિના જ શાક આવે છેશાક, શાકથી આવે ! આત્મા ઇચ્છા કરે છે માટે (શાક) આવે છે એમ નહીં અને પૈસાથી આવે (છે) એમ નહીં.
(આહા!) પૈસા જે છે એ (પુદ્ગલનું) પરિણામ, એની પર્યાય અને પૈસા (પુગલ) એનો કર્તા છે અને શાક લાવે એ એનું પરિણામ એવું છે નહીં. ઝીણી વાત છે ભાઈ ! એને અનંત કાળ રખડતાં (રખડતાં) કોઈ વાર સત્ય વાત સમજી નથી, જૈન સંપ્રદાય પણ અનંતવાર મળ્યો, શું કહ્યું છે જૈન પરમેશ્વરને શું કહેવું છે, સ્વતંત્ર (દરેક ચીજ) કેમ છે, એની ખબર નહીં, અજ્ઞાનપણે-મૂઢપણે અનંત ભવ કર્યા. આહાહાહા ! ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂ૫ જુદી વસ્તુઓ નથી.-એટલે અહીં સિદ્ધ કરવું છે, પરથી જુદું (છે એટલું) સિદ્ધ કરવું છે.