________________
૩૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ( આ વિશ્વમાં ) ૫૨ પદાર્થનું અસ્તિત્વ છે ને પોતાનું પણ અસ્તિત્વ છે. હવે ૫૨ ૫દાર્થના અસ્તિત્વની પર્યાય, ૫૨ (બીજો ) પદાર્થ કરે તો એની પર્યાયનું અસ્તિત્વ તો રહ્યું નહીં, તો (બીજાની ) પર્યાયનું કરવાવાળું એ દ્રવ્ય, તો (તો) દ્રવ્યનો નાશ થઈ ગયો ! આહાહા ! સમજાણું ? ( શ્રોતાઃ- કર્તા( ન બને ) તો કોઈ સહકાર કરે ને !) સહકાર કરે એ વાત જ જૂઠ્ઠી છે. સહ+કા૨, સહાયનો અર્થ સાથે થાય છે, એટલું છે. આત્મા (અને પરમાણું ) ગતિ કરે તો ધર્માસ્તિકાયને સહાય( કારી ) કહેવામાં આવ્યું–સહાયનો અર્થ ‘સાથે ’ છે, પણ એ ( ધર્માસ્તિકાય ) એને ગતિ કરાવે છે એવું છે નહીં. આહાહા ! આવું ઝીણું હવે !
(આહા ! ) એકેએક (દરેક ) ૫૨માણું પોતાની પર્યાયના કર્તા છે ને પર્યાય એનું કાર્ય છે. અને બદલવાની ક્રિયા એ એ ૫૨માણુંની છે, બીજો ૫૨માણું એને પલટી શકે એમ છે નહીં. આહાહા ! ૫૨માણું( વિષે ) આવે છે ને...બે ગુણ અધિક, એકમાં ચા૨ ગુણ હો અને એકમાં છ ગુણ હો પર્યાય તો આંહી( બંને ૫૨માણું ) છ ગુણ થઈ જાય છે ને ! એ પ્રશ્ન થઈ ગયો હતો એક વાર. (દ્વિઅધિકાંશ ! ) હા, દ્વિઅધિકાંશ–એક ૫૨માણુંમાં ચારગુણની પર્યાય છે, બીજા ૫૨માણુંમાં છ ગુણની પર્યાય છે, તો શાસ્ત્રમાં એવું આવે છે કે બંને (૫૨માણું ) ભેગાં થાય, તો ( બંને ) છ ગુણ બની જાય છે. ( તો ) બીજા ૫૨માણુંમાં છ ગુણ પર્યાય છે તો થાય છે (બંને ૫૨માણુંની છગુણ ) એવું છે નહીં. ( ૫રંતુ ) એ સમયે (તે પરમાણુંની ) પોતાની પર્યાય છ ગુણ( અધિક ) પર્યાય થવાવાળી પોતાની લાયકાતથી થઈ છે. આહાહા ! એ પ્રશ્ન ચાલ્યો'તો પહેલો, પેલા મૂળશંક૨ભાઈનો નાનો ભાઈ શું( નામ ) ? શાંતિલાલ, ઘણા વર્ષ પહેલાં, ત્યાંથી–વર્ણીજી પાસેથી આવ્યા'તા ને ! એણે આ પ્રશ્ન કર્યો'તો !
( તે કહે છે )જુઓ, શાસ્ત્રમાં એવું છે એમ ( કહ્યું છે) કે એક ૫૨માણુંમાં બે ગુણ રંગની પર્યાય છે અને બીજા ૫૨માણુંમાં ચારગુણની પર્યાય હો, તો એ ( મળે તો બંને ) ચા૨ગુણ થઈ જાય છે. ચીકાશ બે ગુણ હોય તે ચા૨ ગુણ તો તે થઇ જાય છે. પણ એ કીધું, એ ચા૨ ગુણમાં ગયો માટે ચારગુણ થયો એવું છે નહીં, એ સમયે પોતાની પર્યાય ચારગુણપણે પરિણમવાની પોતાની ક્રિયા છે બે ગુણ હતા ને ચા૨ થયા, ચાર પલટીને છ થયા ( એ ૫૨માણુંની ) પોતાની ક્રિયા પોતાથી થઈ છે નિમિત્તથી થઈ નથી. એ શાંતિભાઈ હારે ઘણાં વખત પહેલાં (વાત થઈ હતી. ) સંબલપુરમાં છે ને અત્યારે, સંબલપુરમાં છે. આહાહા ! ઘણી વાતું આકરી ભાઈ ! મારગ !
“વસ્તુ એક જ સદા પરિણમે છે” દેખો ! અભિન્ન લેવું છે ને ! અને “એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે” અને “એકસ્ય પરિણતિઃ સ્યાત્”–એકની જ પરિણતિક્રિયા થાય છે; કર્તા, કર્મ ને ક્રિયા એકમાં જ હોય છે. આહાહા ! ૫૨ના કારણથી પોતાનામાં કર્તા, કર્મ ને ક્રિયા હો અને પોતાના કર્તા, કર્મ ને ક્રિયાથી ૫૨માં કર્તા, કર્મ, ક્રિયા હો–એમ ત્રણકાળમાં, ત્રણલોકમાં બનતું નથી. ઓહો !
(જુઓ!) આ આંગળી છે તો એ પલટીને(વાંકી વળીને) અહીં આવીને પાછી (સીધી થઈને ) અહીં આવી તો એ ક્રિયા આંગળીએ કરી એવું છે નહીં, એ ( દરેકેદરેક ) ૫૨માણુંઓ પલટીને પોતાની ક્રિયા અહીં થઈ, તો એ પરિણામ એનો કર્તા ( પુદ્ગલ ) પરિણામી પરિણામ( ની પરિણતિ ) પલટીને જે કાર્યકર્મ અને પલટીને જે ક્રિયા થઈ એ પરિણામીની ક્રિયા એની સાથે (પુદ્ગલ