________________
૩૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ગુણ તે દ્રવ્ય નહીં, ગુણ પર્યાય નહીં અને પર્યાય તે ગુણ નહીં એટલું, એ એક અસ્તિત્વની વાત છે. સમજાણું કાંઈ? સવારમાં ભાઈ, એ પ્રશ્ન ઊઠયો'તો કે આ એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, એ કયાંથી કાઢવું? (કયા) શાસ્ત્રમાંથી ? એવો વિચાર આવ્યો હતો, આમ તો ઘણું આવ્યું'તું કે એક આત્મા છે એમાં એક ગુણ છે, જ્ઞાન એ જ્ઞાનગુણ છે એ અનંત રૂપવાળું છેઅનંતગુણના અનંતરૂપવાળું તો એક (જ્ઞાન) ગુણ પણ અનંત સામર્થ્યવાળો અને એક ગુણ અને તેના અનેકરૂપ, છતાં તે ગુણ પૂર્ણ છે. સમજાય છે કાંઈ?
“સર્વજ્ઞજ્ઞાયક કહો, જ્ઞાયકથી લીધું પણ “સર્વજ્ઞ' સર્વજ્ઞગુણ જે છે એ પૂર્ણ છે. અને એ સર્વજ્ઞગુણ છે એમાં બીજા અનંતા ગુણોનું રૂપ છે. એ અનંતા ગુણોનું રૂપ પણ ત્યાં પૂર્ણ છે. આહાહાહા! આત્મા વસ્તુ છે તેનો સર્વજ્ઞ ગુણ, તે સર્વજ્ઞ પૂર્ણ ગુણ છે. “જ્ઞ' સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવ કહો કે પૂર્ણ ગુણ કહો, એમ એવા દરેક ગુણ છે તે પૂર્ણ છે અને પૂર્ણ ગુણમાં પણ એકેએક ગુણનું પૂર્ણરૂપ છે. આહાહાહા ! એક ગુણ પૂર્ણ છે ને બીજા અનંતા ગુણો છે એ પણ પૂર્ણ છે પોતાથી, વળી) તે તે ગુણનું રૂપ પણ તે તે બીજા ગુણમાં પૂર્ણ રૂપ છે. “
ચિવિલાસ'માં કહ્યું છે ને ! કે એકેએક ગુણમાં અનંતી શક્તિ છે ને અનંતી પર્યાય છે એમ લીધું છે. મૂળ આ કહેવું છે. આહા!
એ એકેએક ગુણમાં અનંતી શક્તિ છે ને અનંતી પર્યાય છે-અનંતી શક્તિ એટલે કે એક ગુણ છે એ પોતાથી પૂર્ણ છે પણ બીજા અનંતા ગુણોનું એમાં રૂપ છે તેથી અનંત શક્તિ એમાં છે. અને તે પણ પૂર્ણ ગુણ છે સુખ છે. આત્મામાં એક સુખગુણ છે એ પણ પૂર્ણ છે, અને એ સુખગુણમાં બીજા જ્ઞાન આદિ ગુણોનું રૂપ છે એ પણ પૂર્ણ છે, એથી એ સુખગુણમાં પણ અનંતું અનંતે પૂર્ણરૂપ છે. આહાહાહા ! એમ એક “કર્તા' નામનો ગુણ છે એમાં પણ અકર્તાપણું અને જ્ઞાન આદિનું રૂપ છે, એ કર્તાગુણ પણ પૂર્ણ છે, અને બીજા ગુણો પૂર્ણ છે તેનું તેમાં રૂપ છે, બીજા ગુણો એમાં નથી. તે ગુણ ગુણને પોતાને કારણે પોતાનું રૂપ છે, પરને કારણે નહીં. એય!! અને તે તે ગુણ પોતાને કારણે પૂર્ણ છે! આહાહાહા !
એવા અનંતા ગુણનું એકરૂપ તે ભગવાન આત્મા-દ્રવ્ય ! આહાહા... એવા ‘પૂર્ણમિદં'ની દષ્ટિ કરવી એ પર્યાયથી એ પર્યાયથી પર્યાયથી દૃષ્ટિ છે ને ! આહાહા! પર્યાયમાં પણ–એકેએક પર્યાયમાં બીજી બધી પર્યાયનું રૂપ છે, એવી અનંતી પર્યાય, એક શ્રદ્ધા આમ વળે છે તો બધી પર્યાયો આમ ઢળી જાય છે!! આહાહાહા ! ચીમનભાઈ ? આવું ઝીણું છે બાપુ! પણ સત્ય તો આમ છે. કહો, શ્રીપાળજી? અરે ! એવો એકેએક ભગવાન (આત્મા છે!) અરે, એકેએક પરમાણું આહાહા. વર્ણ-રસ–ગંધ-સ્પર્શ આદિ એકેએક ગુણ પણ તેના પણ પૂર્ણ છે અને એમાં બીજા ગુણોનું રૂપ ! બીજા ગુણો પણ પૂર્ણ છે એ ગુણમાં એનું રૂપ છે. આહાહા ! એક જ પ્રદેશી (શુદ્ધપરમાણું ) છતાં પૂર્ણ અનંતગુણના રૂપથી ભરેલો ભગવાન પૂર્ણ છે એ ભગવાન એટલે એની મહિમાવાળો એમ એ (પરિપૂર્ણ) મહિમાવાળું તત્ત્વ છે. આહાહા!
એવા એવા એકેએક ગુણ એક જ આત્મામાં ! આંહી તો વિચાર એ આવ્યો'તો કે સર્વજ્ઞ જે પરમેશ્વર છે એની જેને પ્રતીતિ આવે છે એને સર્વજ્ઞ પૂર્ણસ્વરૂપ છે એમ પ્રતીતિ કરે ત્યારે એની સર્વજ્ઞની પ્રતીતિ વ્યવહારે કહેવાય. સમજાણું કાંઈ... ? પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે, ક્ષેત્ર