________________
શ્લોક-૫૩
૩૫૧
શરીર પણ કરે અને શ૨ી૨ને આત્મા (બંને મળીને) રાગ પણ કરે, એમ કયારેય થતું નથી. આહાહાહા ! આવું ઝીણું છે.
આત્મા ઈચ્છા પણ કરે અને શ૨ી૨ને હલાવી શકે, પગને એવી બે દ્રવ્યોની ( એક ક્રિયા ) નથી થતી–જડની ક્રિયા હાલવાની જડથી થાય છે. અને રાગ, આત્માથી અજ્ઞાનભાવથી રાગનો કર્તા બને છે આત્મા ! આહાહાહા !
ભાવાર્થ:- બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. સર્વથા ભિન્ન જ છે, કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન એમ નહીં. અનેકાંત છે ને ! કે બે દ્રવ્યો એક પણ છે ને બે દ્રવ્યો ભિન્ન પણ છે ( એ અનેકાંત ? ) એમ છે નહીં. આવ્યું 'તું ને રાત્રે એકત્વ, સર્વાર્થસિદ્ધિમાં–બે દ્રવ્યની એક ક્રિયા હોય છે. ૫૨માં આત્મા જ્યારે રાગ કરે અને કર્મબંધન હો તો બંને એક થઈ જાય છે (એમ ) ત્રણ કાળમાં નહીં. આહાહા ! કર્મની પર્યાય કર્મમાં થાય છે, આત્માની પર્યાય આત્મામાં થાય છે, કોઈ બંન્ને મળીને એક ( પર્યાય ) થતી નથી, ને એક (દ્રવ્ય ) બેના પરિણામ કરી શકે નહીં, બેય મળીને એક પરિણામ થતું નથી ને એક દ્રવ્યના બે પરિણામ કદી હોતા નથી. આહાહા ! આવું છે. સિદ્ધાંત ઝીણા બહુ! બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. સર્વથા કહ્યું !
આત્મા અને કર્મ સર્વથા ભિન્ન છે. કર્મને આત્મા કથંચિત્-વ્યવહારથી એક છે ને નિશ્ચયથી ભિન્ન છે એવું નથી, આહાહાહા ! સમજાણું કાંઈ ? આત્મા અને ૫૨માણુંઓ આદિ બધાં દ્રવ્યો જે ભિન્ન (ભિન્ન ) છે સર્વથા – સર્વથા ભિન્ન જ છે એમ કહ્યું (છે ). કથંચિત્ ભિન્ન છે ને કથંચિત્ અભિન્ન છે-એક છે એમ નહીં. (જુઓ !) આ શરીર ને આત્મા, એક સાથે રહે છે તો (પણ ) છે ભિન્ન ભિન્ન ! શરીરની ક્રિયા શરીરથી થાય છે, આત્માની ક્રિયા આત્માથી થાય છે. સર્વથા ભિન્ન છે, કથંચિત્ એક છે એવું કાંઈ છે નહીં.
દ
“બન્ને એક થઈને પરિણમતા નથી, ( શું કહે છે ? ) બન્ને એક થઈને પરિણમતી નથી–બે દ્રવ્યો એક થઈને ક્રિયા એની પરિણતિની બદલવાની થતી નથી. આહા ! એક પરિણામને ઉપજાવતી નથી ( ઉત્પન્ન કરતી નથી ) બંન્ને એક થઈને એક પરિણામને ઉત્પન્ન નથી કરતી, એમ કહે છે. છે ? બન્ને એક થઈને ક્રિયા નથી કરતી–પરિણતિ બદલે બે એક થઈને ( એમ હોતું નથી. ) એક પરિણામને બન્ને થઈને ઉત્પન્ન નથી કરતા. પગ જે ચાલે છે એ પગના ૫૨માણું જે છે એ પગના ચાલવાની ક્રિયાના કર્તા છે, અને આત્મા પણ એની ક્રિયાનો કર્તા છે, એવું છે નહીં. આત્મા ચાલવાની ક્રિયા કરે અને આત્મા રાગ પણ કરે, એમ બે દ્રવ્યોની ક્રિયા કરી શકતો નથી. આહાહા ! ભારે આકરું ! આખો દિવસ કરે ને એમ કહેવું કે ‘કરે નહીં’( કરી શકતો નથી ) માને છે એ તો.
એ તો (વાણી નીકળી ) ભાષાપર્યાય તો ૫૨માણુંમાં ભાષા પર્યાય થવાની લાયકાતથી ભાષા બોલાય છે. ૫૨માણુંમાં ભાષાવર્ગણાની પર્યાય થવાની યોગ્યતા હોય છે તો પર્યાય થાય છે, આત્માથી નહીં હોઠથી નહીં. ( શ્રોતાઃ– ૫૨માણુંને અસ્તિકાય કહે છે ને ! ) એ તો ઘણાં ભેગાં મળે છે ઘણાં સાથે છે, ઘણાં એક સાથે છે પણ પર્યાય દરેક ૫૨માણુંની ભિન્ન ભિન્ન થાય છે. ભાષા, એકે એક ૫૨માણુંની પર્યાયમાં ભાષા થવાની લાયકાતથી એ ભાષા થાય છે, એક થઈ એવું છે નહીં. ભાષામાં પણ એક એક ૫૨માણુંની પર્યાય સ્વતંત્ર પોતાનાથી છે. બધા મળીને