________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪
૩૪૦
દૃષ્ટિ થઈ ત્યાં રાગનોય કર્તા નહીં, એ તો રાગનો જાણવાવાળો ૨હે છે. આહાહા !
અહીંયા તો રાગનો કરવાવાળો છે એણે અજ્ઞાનભાવે રાગ કર્યો, તો રાગ એનું પરિણામ છે અને એ પરિણામનો કર્તા એ જીવદ્રવ્ય છે, પણ એ વખતે જે જડની પર્યાય થાય છે એ તો જડ પરિણામનો કર્તા જડ છે, પણ એ આત્મા જડનું પરિણામ કરે એવું છે નહીં. આહાહાહા ! આવું છે કામ ! દ્રવ્યદૃષ્ટિથી લેવું છે ને આંહી, પર્યાયદૃષ્ટિથી ભિન્ન પાડવું છે એ અત્યારે ( આંઠી ) નહીં. અભિન્ન કહેવું છે ને ! દ્રવ્યદ્રષ્ટિથી પરિણામ અને પરિણામીનો ( સંબંધ ) અભેદ છે. અને પર્યાય?ષ્ટિએ ભેદ છે.
આત્મા રાગના પરિણામ કરે–એ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ ( કહ્યું એમાં ) દ્રવ્ય એટલે વસ્તુ ( આત્મવસ્તુ ) ને દૃષ્ટિ એટલે ત્રિકાળીની દૃષ્ટિ એમ નહીં, (પરંતુ ) વસ્તુની દૃષ્ટિએ જુઓ તો રાગના પરિણામ છે એ આત્માના છે દ્રવ્યદૃષ્ટિએ ( એટલે અભેદષ્ટિએ ), પર્યાયદૃષ્ટિએ દ્રવ્ય ભિન્ન છે, પરિણામ ભિન્ન છે દ્રવ્ય-પર્યાય ભિન્ન (ભિન્ન ) છે. આવી વાતું છે. “ભેદૃષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણ કહેવામાં આવે છે”-આત્મા રાગનો કર્તા, રાગ એનું કાર્યને રાગની ક્રિયા એની, એવા ત્રણ કહેવામાં આવે છે.
“પણ અહીં અભેદદૃષ્ટિથી ૫રમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા–ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. આહાહા ! રાગક્રિયા-દયા-દાનના, ભક્તિના, પૂજાના( ભાવ ) એ રાગ છે, એ રાગનો કર્તા આત્મા છે. ( ઓહો !) રાગ એનું કાર્ય–કર્મ છે, રાગ એની ક્રિયા છે એ ત્રણેય એક દ્રવ્યના છે.–એવું અહીં સિદ્ધ કરવું છે. આહાહા ! કહો, પંડિતજી ? આવું છે, ઝીણો મા૨ગ બહુ ભાઈ વીતરાગનો, લોકોને બિચારાને ખબરેય ન મળે, એમને એમ આંધળી દૃષ્ટિએ હાલ્યા જાય અજ્ઞાનપણે, એમાં ભવભ્રમણનો નાશ ન થાય, પણ ભવભ્રમણ વધે અજ્ઞાનભાવમાં તો.... આહાહાહા ! સમજાણું કાંઈ... ?
પરંતુ અહીં અભેદદૃષ્ટિથી ૫૨માર્થતઃ કહેવામાં આવ્યું છે કે કર્તા, કર્મ, ક્રિયા–ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થા છે. આહાહા ! આ પાનું છે–કાગળ, એની ( આમ-આમ ) જે અવસ્થા થાય છે, એ અવસ્થા એ ૫૨માણુંનું કાર્ય છે. આ આંગળીનું એ કાર્ય છે નહીં, આગળીથી એ ઊંચી( નીચી ) ક્રિયા થઈ નથી. અરે ! આવી વાતો આકરી બહુ બાપા!. એમ આંહી કહે છે, ભગવાન ! કે આ પરમાણું જે છે એની એવી પર્યાય થઈ, એ પર્યાયનો કર્તા એ ૫૨માણું છે. અને પર્યાય, ૫૨માણુંનું કાર્ય છે અને આમ થઈને... આમ થઈ એ ( પરિણતિની ) અવસ્થા ક્રિયા પણ એ પરમાણુંની છે. આત્માની નહીં, આત્મા એ (ક્રિયા ) કરી શકતો નથી. છે ? ( શ્રોતાઃ– હાથમાં કાગળ ઝાલ્યો શું કરવા ? ) કોણ ઝાલે છે ? ઝાલ્યો જ નથીને ! આ હાથ એને અડતો જ નથી ! ઝીણો માર્ગ ભાઈ ! વીતરાગનો મારગ-૫૨મેશ્વ૨નો મા૨ગ બહુ સૂક્ષ્મ છે.
(શું કહે છે ? ) એ તો હાથ કાગળને અડયો જ નથી, કેમ કે એમાં અને આમાં બન્નેમાં (એકબીજાનો અત્યંત ) અભાવ છે. આહાહા! બહુ ઝીણો માર્ગ ભાઈ ! (આહા !) એણે અનંતકાળમાં સાચી તત્ત્વદૃષ્ટિ કરી જ નથી, એ તત્ત્વદૃષ્ટિ વિના, દયા-દાન-પૂજા-ભક્તિ (ના ભાવ ) અનંત વા૨ કર્યાં, પણ એનું ફળ એને ચાર ગતિમાં રઝળવાનું છે. આહાહા ! અંતર્દષ્ટ છે સમ્યગ્દષ્ટિ છે, એ શું છે એની ખબર નહીં. સમજાણું ?