________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪
૩૩૮
સાંભળ્યું જ નથી, અને સત્યની દૃષ્ટિ વિના બધું થોથાં છે, એકડા વિનાનાં મિંડા છે.
( કહે છે કે ) પરિણમન કરવાવાળો આત્મા, પોતાના પરિણામને કરે અને જડ છે એ પોતાની પરિણતિક્રિયાના કરવાવાળા છે, એ ક્રિયાને જડ કરે. છે ? કર્મ, એ કર્મ છે આત્મા રાગ કરે તો તે આત્માનું કર્મ નામ કાર્ય છે અને જડ કર્મબંધન થાય છે એ જડનું પરિણામ એનું છે– એ જડનું કર્મ–કાર્ય છે. ( જુઓ ! ) આ શ૨ી૨ છે માટી–ધૂલ્ય-પુદ્ગલ છે, તો એવી–એવી ( હાલવાચાલવાની ) અવસ્થા થાય છે એ અવસ્થા એનું કાર્ય છે ( પુદ્ગલનું ) કર્મ છે એ ૫૨માણુની એ અવસ્થા–કર્મ છે. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે એ જડકર્મ (–દ્રવ્યકર્મ) નહીં અહીં. સમજાણું કાંઈ...? આહાહાહા ! ઝીણી વાત ભાઈ !
અનંત કાળથી ચૈતન્ય ( આત્મા ) ને જડ ( પુદ્ગલ-૫૨માણું ) ભિન્ન ભિન્ન ( છે. ) એ ભિન્નતાની અંદર શ્રદ્ધા કરી જ નથી કયારેય ! આહા ! અહીંયા તો હજી રાગ, રાગ આત્મા કરે એ-પણ હજી અજ્ઞાનભાવથી કરે, તો રાગ એનું ( આત્માનું ) કાર્ય છે ને આત્મા તેનો કર્તા છેએ અભિન્ન-અભેદથી કહેવામાં આવ્યું છે. આહાહા !
કર્મબંધન જ્યારે થાય છે, શરીર-વાણીની દશા થાય છે, એ પર્યાય, આ વાણીની પર્યાય છે ને એનું ભાષાનું આ કાર્ય છે, એ જડ-૫૨માણુનું એ કર્મ-કાર્ય છે, આત્માનું નહીં. ભાષા આત્મા બોલી શકે નહીં, કાંઈ પણ બોલી શકે નહીં, ભાષાની પર્યાયનું કાર્ય ભાષાનું છે, આત્માનું એ ( કાર્ય ) છે નહીં. વીતરાગ સિવાય–સર્વજ્ઞ ૫૨મેશ્વર સિવાય આ વાત કયાંય છે નહીં. અત્યારે તો સંપ્રદાયમાં ગોટા ઊઠયા છે. આહાહા !
૫૨નું કરી દઉં–૫૨નું કરી દઉં-૫૨ને જીવાડું-૫૨ને મારી શકું-૫૨નું હું જ કરી દઉં-૫૨ને સુખી કરી દઉં ( ૫૨ને દુઃખી કરી દઉં ) બધો મિથ્યાભ્રમ અજ્ઞાન છે. અહીંયા કહે છે કે જો બે ક્રિયા એક થઈ જાય, તો બધું લોપ થઈ જશે. છે ? ( જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય–એ મોટો દોષ ઊપજે.) “જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે”આત્મા, પૂર્વની અવસ્થા બદલીને નવી અવસ્થા કરે છે એ ક્રિયા છે. અને જડમાં પણ પહેલી આ અવસ્થા છે અને આવી અવસ્થા થઈ જાય છે, એ ૫૨માણું–જડની ક્રિયા છે. એ જડની ક્રિયા આત્મા કરે નહીં, અને આત્માની ક્રિયા જડ કરે નહીં. આહા ! ઝીણું બહુ બાપુ !
સમયસાર છે આ ! ભગવાન કુંદકુંદાચાર્યનું! આવે છે ને “મંગલમ્ ભગવાન વીરો મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો ! ( ત્રીજા સ્થાને ) આ કુંદકુંદાચાર્ય ! એમનું શાસ્ત્ર, એની ટીકા અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંતની છે. આ એમનો ( રચેલો ) કળશ છે. આહા !
જે પરિણામ છે તે કાર્ય છે કર્મ ને પરિણતિ છે તે જ ક્રિયા છે. આત્મા પૂર્વની હાલત દશા બદલીને નવી અવસ્થા કરે છે રાગની, એ ક્રિયા ! જડમાં પણ કર્મની અવસ્થા ( પહેલાં ) નહોતી અને કર્મની અવસ્થા થઈ ૫૨માણુંમાં, એ ક્રિયા છે એ જડની ક્રિયા જડમાં થઈ. આત્માની ક્રિયા આત્મામાં થઈ. આત્મા, જડની ક્રિયા કરે નહીં ને જડ, આત્માની ક્રિયા કરે નહીં. આવું ઝીણું છે. “જડ-ચૈતન્યનો પ્રગટ સ્વભાવ બન્ને ભિન્ન ”–જડ ને ચૈતન્ય (ભિન્ન-ભિન્ન છે ) આ શરીર –આ તો જડ છે માટી–ધૂળ છે, એની ક્રિયા અને આત્માની ક્રિયા તો તદ્ન ભિન્ન (ભિન્ન ) છે.