________________
શ્લોક-૫૧
૩૩૭
(
*
શ્લોક - ૫૧
શ્લોક - ૫૧
)
*
)
(માર્યા ). यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म।
या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।५१ ।। હવે આ જ અર્થના સમર્થનનું કાશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધઃ- [૫: પરિણમત્ત સ વર્તા] જે પરિણમે છે તે કર્તા છે, [ય: પરિણામ ભવેત્ તત્ ][પરિણમનારનું] જે પરિણામ છે તે કર્મ છે [1] અને [યા પરિણતિ: સા ક્રિયા] જે પરિણતિ છે તે ક્રિયા છે; [ત્રયમ ] એ ત્રણેય, [વસ્તુતયા મિન્ન ન] વસ્તુપણે ભિન્ન નથી.
ભાવાર્થ- દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયષ્ટિએ ભેદ છે. ભેદદૃષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. ૫૧.
પ્રવચન નં. ૧૭૫ શ્લોક નં. ૫૧
તા.૨૨/૦૧/૭૯ (આહા) હવે કળશ અમૃતચંદ્રાચાર્ય (રચિત), કુંદકુંદાચાર્ય સંવત ૪૯ માં થયા, તેઓ ભગવાન સીમંધર (નાથ વિદેહવાસી) પાસે ગયા હતા, પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં, ત્યાં કુંદકુંદાચાર્ય ભગવાન ગયા હતા, આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યું (સમયસાર) એ મૂળ શ્લોક એમના છે અને પછી એકઠુજાર વરસ બાદ અમૃતચંદ્ર આચાર્ય, કુંદકુંદાચાર્ય પછી એક હજાર વર્ષે દિગંબર સંત થયા, તેમણે આ ટીકા બનાવી (છે) તેનો આ શ્લોક છે.
यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म।
या परिणति: क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।५१ ।। આહાહા ! અર્થ:- “ય: પરિણમતિ સ કર્તા” જે પરિણમે છે તે કર્તા છે. અભેદથી વર્ણન છે અહીંયા જે પર્યાયને કરે એ આત્મા, એનો કર્તા આત્મા-પોતાના પરિણામને કરે તો આત્મા કર્તા, જડ એની પર્યાયને કરે તો જડ એનો કર્તા. (જુઓ!) આ શરીરની આ (હલન-ચલન ) અવસ્થા થાય છે, એ અવસ્થાઓનો કર્તા એ (શરીરના) જડ-પરમાણું છે, આત્મા નહીં. એ કહે છે, જે બદલે છે તે કર્તા છે”—આંહી તો અભેદથી વર્ણન છે ને!
આત્મા છે એ પોતાના પરિણામને બદલે છે-કરે છે તો એ એનો કર્તા છે. અને પરિણમનારનું જે પરિણામ છે તે કર્મ છે-કાર્ય છે. આહાહા ! સૂક્ષ્મ વાત છે, ભાઈ ! અનંત કાળથી એણે સત્ય