________________
૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામનો કર્તા હો. આહા ! છે? પુગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.”
(હવે કહે છે, આત્માની અને પુગલની બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાષ્ટિ છે.”—આત્મા પોતાના પરિણામને પણ કરે અને જડની દશા-પરિણામને પણ કરે, આવું માનવાવાળા એ જૈન નથી, મિથ્યાદેષ્ટિ છે. દેવીલાલજી? અહીંયા તો અંદર કર્મબંધન થાય છે ને ! એ કર્મબંધનની પર્યાયનો કર્તા આત્મા નથી. આત્મા પોતાના પરિણામનો કર્તા છે. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ (આદિ) વિકારી ભાવનો એ અજ્ઞાનભાવે (કર્તા હો) પણ પરના પરિણામનો કર્તા તો આત્મા છે નહીં. આત્માની અને પુદ્ગલની બનેની ક્રિયા એક આત્મા જ કરે છે-જડની પર્યાયને પણ કરે ને આત્મા આત્માના પરિણામ પણ કરે એવું માનવાવાળા ( એવા અભિપ્રાયવાળા) મિથ્યાષ્ટિ છે. એની દૃષ્ટિ તહ્ન જૂઠી–અજ્ઞાન છે. આત્મા રાગ (ઇચ્છા) પણ કરે અને આત્મા શરીરને હલાવી (ચલાવી) શકે એવી (બે ક્રિયા એક આત્મા કરે) એમ માનવાવાળા મિથ્યાષ્ટિ છે. આહાહા!
જડ પદાર્થ પૃથ્થક છે, ભગવાન આત્મા પૃથ્થક છે, તો (આત્મા) પોતાના પરિણામને કરે ને સાથે-સાથે ) જડના પરિણામને પણ કરે, એવું માને તો મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. આવી વાત છે ભાઈ ! છે? “જડ-ચૈતન્યની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે.” આત્મા, પોતાના પરિણામને કરે અને પરના પરિણામને કરે તો ભિન્ન પદાર્થોનો લોપ થઈ જશે, ભિન્ન (જુદા જુદા) પદાર્થ પોતાના પરિણામને કરે છે-(તેના કર્તા છે) તો આ (અજ્ઞાની) કહે હું એનો કર્તા છું, તો તો ભિન્ન પદાર્થોનો લોપ થઈ જશે! ઝીણી વાત છે ભાઈ!
વીતરાગ મારગ-જિનેશ્વરનો મારગ બહુ જ સૂક્ષ્મ છે, લોકોને સાંભળવા મળતો નથી. એ રાગ કરે પણ પરની દયા પણ પાળી શકે, એ ત્રણ કાળમાં નહીં. કેમ કે પરની દયાના પરિણામ તો જડની પર્યાય છેને! તો જડની (દેહની) પર્યાય ને ચેતન (જીવ) બન્નેને સાથે સાથે) રહેવું તો એ આયુષ્ય પ્રમાણે રહે છે, એનાં કારણે રહે છે તો આ દયા (જીવને બચાવવાનો ભાવ)ના પરિણામ આ (જીવ) કરે-રાગને કરે અજ્ઞાની પણ પરની ક્રિયા કરી શકે એ ત્રણકાળમાં બને નહિં. આહાહા ! આવી વાત છે.
જડ ને ચેતનની એક ક્રિયા હો-આત્મા અને આ પરમાણું-આ માટી, શરીર-કર્મ-વાણી જડ આદિ બધાની ક્રિયા જો એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી બધા દ્રવ્યો બધા પદાર્થો બદલી થવાથી, બધાનો લોપ થઈ જશે, એ મહાદોષ ઉત્પન્ન થશે. આહાહા ! એ ભાવાર્થ હતો. હવે કળશ કહે છે.