________________
ગાથા-૮૬
૩૩૫ અને તારે વાતે વાતે ફેર છે પ્રભુ. કયાંય વાતમાં મેળ ખાય એવો નથી. આહાહા ! કહો મલકચંદભાઈ !
એ વળી યાદ આવ્યું એનો છોકરો છે ને પાંચ કરોડ રૂપિયા એક છોકરો અહીં મુંબઈમાં પુનમચંદ પાંચ કરોડ, મોટો છોકરો સ્વીટઝરલેન્ડમાં ચાર કરોડ અને બે મોટા છોકરા નવ કરોડવાળા છે, પણ માળા ન્યાં ને ત્યાં સલવાઈ ગયા છે. સાંભળવાની ય નવરાશ મળે નહિ. મોટાને તો દિકરોય નથી ચાર કરોડ રૂપિયા. દીકરી એક પરણાવી દીધી, તોય સખ નો હોય હોં કોઈ દિ' બાર મહિને આવવું બે ચાર પંદર દિ' એ ન મળે. ( શ્રોતા- હવે તો એ આપના ખોળામાં બેસીને રોવે છે) હું કાંઈ કહ્યું ત્યારે બિચારો રોવે, આમ તો નરમ માણસને પણ ન્યાલભાઈ આ શું કરો આખો દિ'. તમે આમ બાગબગીચા જુઓ તો ચાર કરોડ રૂપિયા, દિકરો એકેય નથી દિકરી છે મોટા બંગલા ને બાગ બગીચા સ્વીટઝરલેન્ડમાં. ( શ્રોતા:- હુવા કેવી સુંદર આવે ) ધૂળમાંય હવા નથી. હવા હવામાં રહી ગઈ અને આત્મા આત્મામાં રહી ગયો. અરે ભગવાન સાંભળ ભાઈ.
આંહી તો બાપુ મારગ જુદા ભાઈ, ઓલાને સાંભળવાને વખત મળે નહિ. આ એના પરિણામ શું થાય ભાઈ. કુદરતના નિયમ પ્રમાણે એના પરિણામ થઈને હાલ્યા જશે.
આંહી પ્રભુ એમ કહે છે કે કર્મબંધનની ક્રિયા જે થઈ. એ પુદ્ગલથી અભિન્ન હતી. અંદર કર્મ બંધન થયું છે એ અને પુગલથી અભિન્ન પરિણતિ પલટીને ક્રિયાથી કરવામાં આવે છે. તેને કરતો ન પ્રતિભાસો. અજ્ઞાની રાગદ્વેષને કરતો પ્રતિભાસો પણ તે કર્મ બંધનની પર્યાયને કરતો પ્રતિભાસો નહિ. આમાં એક કલાકમાં કઈ જાતની વાત આ, બાપુ આ તો ભગવાનના કોલેજની વાત છે. આ તો તત્ત્વની વસ્તુ એવી છે બાપુ ભગવાન સાંભળવા મળવી મુશ્કેલ છે ભાઈ. આહાહા....આ એનો ભાવાર્થ આવશે લ્યો. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૭૫ ગાથા-૮૬ બ્લોક નં. ૫૧-૫૨-૫૩
તા.૨૨/૦૧/૭૯ સોમવાર પોષ વદ-૯ શ્રી સમયસાર! ૮૬ ગાથા. ટીકા પૂરી થઇ ગઇ.
ભાવાર્થ- સૂક્ષ્મ વાત છે. “આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો;” આત્મા છે એ પોતાના પુણ્ય ને પાપના ભાવ કરતો પ્રતિભાસો, “પણ પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.”—પણ પરદ્રવ્યના પરિણામ આત્મા કરે, એ ત્રણકાળમાં (આત્મા) કરી શકતો નથી. છે? આત્મા પોતાના જ, પોતાના જ પરિણામો પુણ્ય ને પાપ, શુભાશુભ ભાવ, અજ્ઞાનભાવથી કરો પણ પોતાના પરિણામનો કર્તા છે એમ પ્રતિભાસો પરંતુ પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.
(પુણ્ય-પાપના ભાવ થાય) એ સમયે જે કર્મબંધન થાય છે, તો કર્મબંધનની પર્યાય આત્મા કરે, એવું ત્રણ કાળમાં બનતું નથી. કર્મબંધનની જે પર્યાય છે, એ પરિણામ-કર્મબંધન જડનું પુદ્ગલનું છે. એ પરિણામનો કર્તા આત્મા (કદી) થઈ શકતો નથી. આત્મા પોતાના