________________
૩૩૯
શ્લોક-૫૧ ખબરેય નહીં અનાદિ કાળથી ! અજીવની ક્રિયા હું કરું છું અને મારી ક્રિયા મારામાં રાગ થાય છે એ રાગ, કર્મ કરાવે છે આવી માન્યતા એ મિથ્યાષ્ટિ છે અને મેં રાગ કર્યો તો કર્મનું બંધન થયું એ પણ કર્મબંધનનું પરિણામ મારાથી થયું એ પણ મિથ્યાષ્ટિ છે-જૈન છે નહીં એ આહાહા ! જૈનના તત્ત્વની તો એને ખબર નથી, છે?
(હવે કહે છે, “એ ત્રણેય, વસ્તુપણે ભિન્ન નથી.” અહીં અભેદથી કહ્યું છે ને! આત્મા પોતાના પરિણામ કરે (તેથી) કર્તા અને પરિણામ તેનું કાર્ય અને પૂર્વની અવસ્થા બદલીને (જે) કાર્ય થયું તો એ ક્રિયા, (કર્તા, કર્મ ને ક્રિયા) એ ત્રણેય વસ્તુ આત્માની છે. અભેદથી કહેવું છે ને અહીં, એ અવસ્થા આત્મા છે અને આત્મા અવસ્થા છે (અભેદ છે) એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ...? એ (ત્રણેય) વસ્તુથી ભિન્ન નહીં.
આત્મા પોતાના પરિણામને કરે એ પરિણામનો કર્તા એ આત્મા, એ પરિણામ એનું કાર્ય અને બદલીને જે ક્રિયા (-પરિણતિ) થઈ એ પોતાની પરિણતિ, એ ત્રણેય વસ્તુ આત્માની છે. છે તો અવસ્થા પણ એ અવસ્થા આત્માની છે, માટે અવસ્થા આત્મા છે. એ (ત્રણેય) અવસ્થા આત્મા છે. આહાહાહા ! રસિકભાઈ? આવું ઝીણું છે.
બેલગામના આવ્યા છે ને કો'ક એ કહે હિન્દીમાં બોલો, બેલગામના કો'ક આવ્યા'તા, તો આ હિન્દી થઈ ગયું! તે કહેતા હતા કે કાલે હિન્દી કરશો? કીધું, એકલા માટે હિન્દી નહીં થાય, આ તો ઝાઝા છે આજે.. નથી આવ્યા લાગતા, એ જાણે કે હિન્દી નહીં થાય તો નહીં સંભળાયસમજાય, એક બેલગામનો છોકરો હતો, કર્ણાટક(નો). આહાહાહા!
- ભાવાર્થ:- દ્રવ્યદૃષ્ટિએ, આંહી તો એમ કહેવું છે ને ભાઈ! અભિન્ન કહેવું છે. “દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે”—અહીં પર્યાય ભિન્ન છે ને દ્રવ્ય ભિન્ન છે, એમ સિદ્ધ કરવું નથી. (અહીં તો) આત્માના પરિણામ અને આત્મા પરિણામી એ બન્ને અભેદ છે-એ અવસ્થા છે એ આત્મા છે, આત્મા છે એ અવસ્થા છે. એવું અહીંયા સિદ્ધ કરવું છે. પરની અવસ્થા એ જડ છે ને જડની અવસ્થા એ પર છે. એ પોતાની અવસ્થા એ જડરૂપ છે, એ આ શરીર છે રજકણ છે આ અવસ્થા છે એ જડની એ જડ છે અવસ્થા તે જડ છે ને જડ તે અવસ્થા છે.
આત્મા એ શરીરને હલાવી શકે નહીં ત્રણ કાળમાં એમ ભગવાન કહે છે. કેમ કે જડની ભાષા (વાણી)ની જે અવસ્થા છે, એ જડ છે-જડની અવસ્થા છે તેથી જડ છે અને જડની અવસ્થા એ જડરૂપ છે-એ અવસ્થા(ભાષાની–વાણીની) જડરૂપ જ છે. જડની પર્યાયરૂપ છે. એમ આત્માના પરિણામ જે રાગાદિ છે એ આત્મા છે. અને આત્મા છે એ રાગદ્વેષ છે. અરેરે! આવું ઝીણું છે બાપુ! મારગ વીતરાગનો, જિનેશ્વરદેવ પરમેશ્વર કેવળજ્ઞાનીનો માર્ગ તો બહુ સૂક્ષ્મ ! અત્યારે તો કાંઈ ખબર ન મળે અને એમને એમ હાંકયે જાય ! આહાહા!
આંહી કહે છે કે ભગવાનની પૂજા જ્યારે થાય છે ત્યારે રાગ આવે છે એ આત્માનું પરિણામ છે પણ એ વખતે પૂજામાં (-પૂજા કરતી વખતે) હાથ હલે છે (અર્ણ ચડાવવા) તથા, સ્વાહા વાણી (નીકળે છે) એ બધું જડનું પરિણામ છે. આવી વાત છે, બાપુ! “સ્વાહા' એ તો જડની અવસ્થા, ભાષાની અવસ્થા છે એ આત્માના પરિણામ નહીં. આત્મા તો (ત્યારે) રાગ કરે હોં, અજ્ઞાન ભાવે, એ રાગનો કર્તા બને (આત્મા) અજ્ઞાનભાવે, ધર્મભાવ જ્યાં આત્માની