________________
૩૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેમ ઘડાની પર્યાયની ઉત્પત્તિ માટીથી થઈ, પણ કુંભારનો રાગ તેને અનુકૂળ નિમિત્ત છે, એ રાગનો કર્તા એ ભાસો, પણ માટીની, ઘડાની પર્યાય થઈ તેનો એ કર્તા ન ભાસો. એમ નવા કર્મ જે બંધાય છે, એ પર્યાયનો કર્તા તે પરમાણું છે, પણ તેને અનુકૂળ અજ્ઞાનીના રાગદ્વેષ અનુકૂળ નિમિત્ત છે, એ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને કે જે પોતાથી અભિન્ન છે, પુષ્ય ને પાપ શુભ કે અશુભ ભાવ એ જીવ કરે અજ્ઞાનથી એ પરિણામ જીવથી એકમેક છે, પરથી જુદું બતાવવું છે ને? આહાહા ! આવું છે નહીં તો ખરેખર તો એ પુણ્ય-પાપના પરિણામ તે આત્માથી ભિન્ન છે, પણ એટલું આંહીં અત્યારે ફક્ત પરથી ભિન્ન બતાવવું છે એવી વાત છે બાપુ, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ”
બાપુ મારગડા જુદા પ્રભુ! પરિભ્રમણમાંથી નીકળવાનો મારગ બાપા! બહુ આકરો છે. ૮૪ ના અવતાર કરી કરીને મરી ગયો છે અત્યાર સુધી. માણસ મરીને ઢોર થાય, ઢોર મારીને નર્કમાં જાય, નર્કમાં મરીને રાજા થાય, રાજા મરીને નર્કમાં થાય. નારકી અંદર છે એવા ભવ અનંત અનંત કરી ચૂક્યો છે અજ્ઞાનને લઈને. આહાહા!
પણ આંહી તો કહે છે કે અજ્ઞાનને લઈને તેં કર્યું હોય તો તારા પરિણામને તેં કર્યા છે. (શ્રોતા - પરિણામ તો પરિક્ષા આપે ત્યારે આવે છે દુનિયાના એ પરિણામની ક્યાં વાત છે. નિશાળમાં એમ કહે શું પરિણામ આવ્યું? એ વાત નથી અહીં, એ તો એનું ફળ શું આવ્યું. આ તો પરિણામ એટલે તેની વર્તમાન દશા. આત્માના રાગ દ્વેષ તે વર્તમાન તેના પરિણામ એટલે દશા અને માટીથી ઘડો થયો એ માટીથી પર્યાય તેની અભિન્ન છે ઘડાની, એમ અત્યારે લેવું છે. ઓલાં પરિણામ તમારે આવ્યું ન આવ્યું એ વાત નથી અહીં, એ તો બધી ખબર છે બાપુ, આખી દુનિયાની એકેએકની ખબર છે, દુનિયાના બધા ખેલ જોયાં છે, ખેલ નાચ્યા નથી, પણ નાચનારને જોયા છે. નાચનાર નાચે છે કેમ એ જોયાં છે બધું આહાહા...
આંહી કહે છે કે એકવાર સાંભળ તો ખરો પ્રભુ. આવો મનુષ્યભવ મળ્યો અને જો હારી જઈશ તો પાછો ક્યારે પાછો મનુષ્ય થઈશ? આહાહા..આની મુદત તો પચ્ચીસ, પચાસ, સાંઈઠ, કે સો વર્ષની, પછી છે ને આત્મા તો નાશ થાય એવો નથી, આ તો સંયોગી ચીજ છે. વિયોગ થઈને વઈ જશે, તું તો છે એ છે. પાછા જેવા અજ્ઞાન ભાવ કર્યા હશે, મરીને જાશે ઢોરમાં ક્યાંક હાલ્યો જઈશ.
આંહી કહે છે. એકવાર અજ્ઞાનભાવે પણ તે જે પરિણામ કર્યા તે પરિણામ પુણ્ય-પાપના ભાવ તારાથી અભિન્ન છે, એમ અત્યારે અમે કહીએ છીએ, છે? એ પોતાનાં પરિણામ પોતાથી અભિન્ન છે. એ પોતાની અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે. એટલે શું કીધું? કે જીવને પહેલાં જે પરિણામ હતા એનાથી પલટીને આ ક્રિયાના પરિણામ થયા છે અવસ્થાંતર થઈને, એના ને એના પોતાનાં પૂર્વના પરિણામ હતા પછી અવસ્થાંતર થઈને પર્યાય થઈ. કર્મબંધનમાં નિમિત્ત થતા પરિણામ, પૂર્વના પરિણામથી અવસ્થાંતર થઈને પરિણામ થયા છે, તેને કરતો પ્રતિભાસો. એ રાગના પરિણામને, પુણ્યના પરિણામને, પાપના પરિણામને કરતો તું અજ્ઞાનપણે ભાસો. આહાહા...!
આવી વાતું હવે, કોઈ ઘરેથી સાંભળવા ન આવ્યા હોય પૂછે શું સાંભળી આવ્યા તમે?