________________
૩૩).
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને અમે પેદા કરીએ છીએ, અમે ઘરાકને સાચવીએ છીએ. એમ કહ્યું'તું તે દિ' હોં, પણ મારી સામું બોલે નહિ. કારણકે હું ભગત કહેવાતો તે દિ’ નાની ઉંમરથી, બોલે નહિ આ શું છે આ તે કીધું.
અહિંયા ભગવાન કહે છે પરમાત્મા કે ઘડાની ઉત્પત્તિ માટીથી થઈ, તે માટીનું કાર્ય છે. એને અનુકૂળ કુંભાર ઇચ્છા કરે અને ઇચ્છાનો કર્તા થાય, કેમ કે એ ઇચ્છા કુંભારના આત્માથી અભિન્ન છે અને ઘડાની પર્યાય તે માટીથી અભિન્ન છે, એ પર્યાયને હું કરું એવો અહંકાર કરે એ મિથ્યાષ્ટિ મૂંઢ છે. અરે ! આરે! ભારે આકરું કામ. (શ્રોતા- ઘડો કુંભાર ન કરે તો કોણ કરે) માટી કરે કીધુંને પહેલું કરે કોણ? કીધુંને, કુંભાર ઘડાના સંભવને, સંભવ માટીની ઉત્પત્તિથી ઘડો થયો છે. માટી વસ્તુ છે કે નહિ? જડ છે કે નહીં, પરમાણું છે કે નહિ? જગતનું સત્ અને સત્ત્વ છે કે નહિ? સત્ વસ્તુને એના ભાવો તે એનું સત્ત્વ છે, એ સપણે પરિણમે છે એ ઘડાની પર્યાયપણે. એ ઘડાની પર્યાયનો કર્તા તે માટી છે. આહાહાહાહા !
આવું પણ આ તો પાગલ જેવું લાગે બધું. કઈ જાતની વાત આ, દુનિયામાં કયાંય મેળ ન થાય બાપુ, મારગ આવો છે ભાઈ ! પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તો આમ ફરમાવે છે, છે?
પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો તે હોવા છતાં ભલે” અહંકાર કર, “પણ પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીનાં ઘટ પરિણામની ક્રિયાને કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસતો નથી” ઘડાની પર્યાયને કુંભાર રાગ અનુકૂળ હોવા છતાં, રાગનો કર્તા પ્રતિભાસે તેમ ઘડાની પર્યાયને કરતો એ પ્રતિભાસતો નથી. આહાહા....! આ કઈ જાતની વાત? આ તો ભગવાનની કોલેજ છે. તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથની આ કોલેજ છે. એનો આ સરવાળો છે આ, ભારે આકરું કામ. ગાથા એવી આવી છે ને? આહાહા!
કરતો પ્રતિભાસતો નથી, કીધું” ને, ઘડાની પર્યાયને, કુંભાર રાગ કરતો છતાં, રાગનો કર્તા પ્રતિભાસો. કેમ કે રાગ તેના આત્માથી અભિન્ન છે, અને માટીની પર્યાયનો ઘડો તે એનાથી ભિન્ન છે માટે ભિન્ન પર્યાયનો કર્તા પ્રતિભાસો નહિ. આહાહાહા ! આ ભારે ઝીણું ભાઈ !
તેવી રીતે હવે એ દૃષ્ટાંત સિદ્ધ થયો. હવે સિદ્ધાંત; આત્મામાં હવે સિદ્ધાંત ઉતારે છે. એમ હતું ને અંદર? જેમ હતું ને, ઓલામાં “જેમ' હતું માથે, “જેમ' કુંભાર એમ હતું, તેવી રીતે, હવે એની રીતે એ દૃષ્ટાંતની હારે સિદ્ધાંત લાગુ પાડવા માટે, છે? તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે, અજ્ઞાનને લીધે, શુભ-અશુભ રાગ કરે, એ અજ્ઞાનને લીધે જ્ઞાન ભાનવાળાને રાગ શુભાશુભ ભાવનો તે કર્તા નથી. આહાહા !
ધર્મી જે છે જેને આત્મજ્ઞાન છે, જેને આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે નિમિત્તનું નહિ; રાગનું નહિ; પર્યાયનું નહિ. આત્મજ્ઞાન છે તે રાગનો કર્તા છે નહિ. જેને આત્મજ્ઞાન છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેનું જ્ઞાન છે. એટલે આત્મજ્ઞાન છે, તેને તો દયા, દાન, કામ, ક્રોધના પરિણામનો પણ એ કર્તા નથી. આહાહાહા!
કહો નવરંગભાઈ, શું આમાં તમારું કાંઈ આવે દાકતર ફાકતરમાં આવે છે આવું કંઈ. હૈ? (શ્રોતા – આ તો જુદું વિજ્ઞાન છે) લાઈન જુદી છે, આ લાઈન જુદી છે. પાટો ફેરવે તો લાઈન