________________
ગાથા-૮૬
હોય ને છોકરાને ભલામણ કરે છે લ્યો ને આમ ફેરવજો આમ સંચો બધુ હાલશે.
આંહી કહે છે કે એ ઇચ્છા કરે પણ આમ જે ફેરવવાની પર્યાય છે એ પર્યાયનો કર્તા તો ઈ ૫૨માણું છે. એ ૫૨માણુની પર્યાયમાં, ઇચ્છા અને ઇચ્છા ક૨ના૨ો તે નિમિત્તરૂપે અનુકૂળ છે, પણ તે ઇચ્છા તે તેના આત્મા સાથે અભિન્ન છે અને ઓલી ક્રિયા જે છે તે આત્માથી તદ્ન ભિન્ન છે. અ૨૨ ! આવી વાતું હવે.
છે? પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે. ફેરવી નાખી. પહેલાં પરિણામ બીજા હતા ને આ પરિણામ ઘડાની ઉત્પત્તિને અનુકૂળ રાગ કરું એવો રાગ થયો. તેને કરતો પ્રતિભાસો, “પરંતુ ઘડો કરવાના અહંકા૨થી,” ઘડો હું કરું એવો જે અહંકા૨ અભિમાન, ઘડો કરવાના અહંકા૨થી ભરેલો હોવા છતાં, કુંભાર અહંકારથી ભરેલો હોવા છતાં, હું ઘડાને કરું એવા અહંકા૨થી ભરેલો હોવા છતાં પણ તે કુંભાર પોતાના વ્યાપારને અનુરૂપ પોતાના વ્યાપારને અનુરૂપ–ઓલું ઓલ્યાને અનુકૂળ હતું અને આ આના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ પરિણામને, જે માટીથી અભિન્ન છે. ઘડાની પર્યાય માટીથી એકમેક છે, ઘડાની દશા માટીથી અભિન્ન છે. તે પરિણામને કુંભાર એમ માને કે હું કરું છું એ મિથ્યા અહંકારી સૂંઢ જીવ છે.
ભારે વાત ભાઈ, આખો દિ' દુનિયા કરે ને ? સવા૨થી ઉઠીને આ કરો આ કરો આ કરો. શાક લઈ આવો. શું શાક બાપુ લાવું લીલોતરી લાવજે ઘીસોડા બે શેર લઈ આવજો મહેમાન પધારેલા છે. આમ કરજો, કટકા સ૨ખા કરજો. ઉ૫૨ની છાલ કાઢી નાંખીને ઘીસોડાની હોય ને ઉ૫૨ની ? કટકા કરજો. આહાહા.....!
૩૨૯
૫૨માત્મા એમ કહે છે કે એ પર્યાય જે થાય છે તે તેના દ્રવ્યના પરિણામથી થાય છે માટે તે પરિણામ તે દ્રવ્યથી અભિન્ન છે. કરનારો ઇચ્છાવાળો એ ઇચ્છા તેના આત્માથી અભિન્ન છે. પણ એ ઇચ્છાવાળો એમ માને કે અહંકા૨ કરે કે આ ક્રિયા હું કરું છું. ભારે આકરું ભાઈ, હૈં ? ( શ્રોતાઃ- આ બોલે છે કોણ ) બોલે જડ. એ બોલે જડ, આત્મા નહિ. બોલવાની જે પર્યાય છે એ ૫૨માણુની પર્યાય ભાષાની છે, એમાં ઈચ્છાવાળો એમ માને કે હું આ ભાષાને બોલવાની ઇચ્છા કરું છું માટે ઇચ્છાને પણ હું કરું છું અને ભાષાની પર્યાય કરું છું. સૂંઢ છે, જુઠા, અસત્ય પાપને સેવનારો છે, ચીમનભાઈ, દુનિયા કરતા જુદી જાત છે આખી, બધી ખબર છે.
આંહી તો ૮૯ વર્ષ થયા શરીરને, ૭૦ વર્ષથી તો આ બધું જાણીએ છીએ જગતને. દુકાનમાં પણ અમારે આ બધા અભિમાનીઓ હતા ને અમે કરીએ, અમે કરીએ અમારે કુંવરજીભાઈ હતા ને ફઈના દિકરા ભાગીદાર હતા. આ તો ૬૪-૬૫ની વાત છે. સંવત ૬૪-૬૫, હું કરું, હું કરું આખો દિ', મરીને ઢોર થઈશ કીધું યાદ રાખજે. એય હું તો પહેલો ભગત કહેવાતો ને, નાની ઉંમરથી દુકાન ચલાવતો, ઘ૨ની દુકાન હતી. ફઈના દિકરા હતા ભાગીદાર, મોટાભાઈ હતા ને એના નાનાભાઈ અને એના મોટાભાઈ અને હું બે ભાગીદાર, કીધું આખો દિ’ શું કર્યું દુકાનમાં મેં કર્યું, મેં કર્યું, શું છે આ તે. મેં તો કહ્યું'તું રતિભાઈ ૬૬ ની સાલમાં, કેટલા વ૨સ થયા ? ૬૯ વર્ષ, અત્યારે તો ૮૯ થયા શરીરને, જડને આ વૈશાખ સુદ બીજે ૯૦ બેસશે જનમના હોં. સવા નવ મહિના ગર્ભના ગણો તે જુદા છે, એ તો આંહીનું આયુષ્ય છે ને. સવા નવ મહિના માતાના પેટમાં રહ્યો એ દેહ આ. મેં કીધું 'તું ભાઈ શું છે પણ આ આખો દિ', અમે ૨ળીએ છીએ,