________________
૩૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અવસ્થાથી બદલીને રાગ બીજી અવસ્થા થઈ, છે? એ પરિણતિ માત્ર ક્રિયા, બદલવા માત્રની ક્રિયા, આહાહાહા ! ગજબ વાત છે બાપા. એ ક્રિયાથી કરવામાં આવે છે, તેને કરતો પ્રતિભાસો, શું કીધું સમજાણું? ચંદુભાઈ !
કે કુંભાર છે એ પહેલે એ એની સ્ત્રી સામું જોતો, દાખલો અને એનો રાગ કરતો'તો, હવે એ રાગ પલટાવીને ઘડો કરું એવો વિકલ્પ ઉઠયો, એ ક્રિયા થઈ અવસ્થાતરની એ ક્રિયાનો કર્તા એ કુંભાર છે, એ રાગની ક્રિયાનો કર્તા કુંભાર પ્રતિભાસો, છે? અરે આવી વાતું. એની મેળે પકડાય નહિ. જગતના ડહાપણ બધા આવડે માળાને, આ દાક્તરને એમ. એ. ના વકીલોને એલ. એલ. બી. ના પુંછડા, રામજીભાઈ એલ. એલ. બી. હતા ને વકીલ હતા. પાંત્રીસ વરસ પહેલાં બસો રૂપિયા લેતા પાંચ કલાકના, પણ એ બધું કુશાન હતું, હું પરનું કરી શકું છું, શું કહે છે? અસીલને જીતાડી શકું છું, એ તો ભાયેય એમ કહેતા કે એ તો મારું કુશાન હતું તે દી'. આહાહાહા !
(શ્રોતા- એ તો આપે બતાવ્યું) પણ ન્યાયથી તો જોશોને પ્રભુ, ન્યાયથી વસ્તુસ્થિતિ જે છે આત્મા અને પરમાણુઓ જગતના તત્ત્વો જે કાયમ રહીને પલટે છે, વસ્તુ કાયમ રહીને પલટે છે, બદલે છે, એ વસ્તુ કાયમ રહીને પલટનારી અવસ્થા, એ અવસ્થાનો કર્તા તે દ્રવ્યને કહેવાય ઉપચારથી. સમજાણું? પણ તે અવસ્થા કરતા પરની અવસ્થા પણ હું કરી શકું છું. આહાહા...!( શ્રોતા – પણ પરનો ત્રણેય કાળે કર્તા થતો નથી)હા, એ માન્યતા હતી અજ્ઞાનીની, કહો વિરચંદભાઈ, શું વાત ચાલે આ? આ છોકરાનું કરી દઉં, કેળવણી આપું, એને પરણાવી દઉં, એને ઠેકાણે પાડું, એવી ક્રિયાનો કરનારો અજ્ઞાની રાગ ને કરે ને આને પણ કરે એમ માને એ મૂંઢ મિથ્યાદૃષ્ટિ છે એમ કહે છે.
આહીં તો વીતરાગની કોલેજ છે. સર્વજ્ઞ ભગવાન જિનેશ્વરદેવ, સીમંધર ભગવાન બિરાજે છે મહાવિદેહમાં, એમાંથી આવેલી આ વાત છે. ભગવાન ત્રણલોકના નાથ પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે, તીર્થંકરદેવ હાજરાહજુર છે. ત્યાં આગળ કુંદકુંદાચાર્ય દિગંબર સંત સંવત ૪૯ માં ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં છે. આહાહા ! સમજાય છે કાંઈ?
કહે છે કે કુંભાર ઘડાના ઉત્પત્તિને અનુકૂળ, અનુકૂળ એટલે નિમિત્ત, ઉત્પત્તિ તો ઘડાની માટીથી થઈ છે. પણ એને અનુકૂળ પોતાના રાગને અને હસ્તાદિની ક્રિયા, આમ-આમ હાથની ક્રિયા થાય ને, એને વ્યાપાર પરિણામને, હાથની ક્રિયા કરી શકતો નથી એ અત્યારે એ સિદ્ધ નથી કરવું , અત્યારે તો પરથી ભિન્ન એના પરિણામ છે એટલું સિધ્ધ કરવું છે. આહાહા...એ વ્યાપાર પરિણામ (છે તે) પોતાથી અભિન્ન છે. કુંભાર ઘડાની ઉત્પત્તિના કાળમાં કુંભારને ઇચ્છા થઈ તે ઇચ્છા ઘડાને અનુકૂળ નિમિત્ત છે, પણ તે પરિણામ તે કુંભારના પરિણામ કુંભારથી અભિન્ન છે. એ કુંભારની ઇચ્છા છે એ કુંભારના આત્માથી અભિન્ન છે અને ઘડાની પર્યાયથી તે ઇચ્છા ભિન્ન છે. અરેરે ! આવી વાતું છે. એકેક શબ્દમાં મોટો ફેર, બાપા આખી દુનિયાથી બહુ ફેર છે ભાઈ ! આહાહા....! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એણે કહેલા તત્ત્વો એનાથી વિરૂદ્ધ માનવું, એ સંસારમાં પરિભ્રમણના કારણ છે. રખડવાનું કારણ છે કહે છે. આહાહાહા !
કહો, રતિભાઈ આ બધા કારખાના હુલાવે છે ને. નહીં? આ રતિભાઈ મોઢા આગળ