________________
૩૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આત્માના પરિણામને પણ કરે, એ બે પરિણામનો ક૨ના૨ માનનાર સત્ય નથી. તે મિથ્યાદૅષ્ટિ, જુઠી દૃષ્ટિને સેવનારો છે, તે પાપી છે એમ કહે છે. આવું કામ છે. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ હવે વીતરાગદેવ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં આમ કહેતા હતા તે વાત આ આવી છે. સમજાણું કાંઈ ? આહાહા !
એ મિથ્યાર્દષ્ટિ જ છે. ‘જ' “એવો સિદ્ધાંત છે.” એવો નિયમ છે. આહાહા.....! છે. ગાથામાં છે ૮૬. ૮૬ ટીકા:- હવે આનું દૃષ્ટાંત આપે છે.
“એક દ્રવ્ય વડે બીજા દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો” પ્રભુ, તું આત્મા છો ને ? તારી પર્યાયની સત્તામાં તારા પરિણામને ક૨, એ ઉપચારથી. ( શ્રોતાઃ– પર્યાય એટલે શું ) હૈં ? પર્યાય એટલે પરિણામ, પરિણામ એટલે અવસ્થા, અવસ્થા એટલે દશા, દશા એટલે વર્તમાન થતા ભાવ, કહો આટલા શબ્દો. આહાહા......!
વસ્તુ છે તેની અવસ્થા, તેને અહીંયા પર્યાય ને પરિણામ કહે છે. તે વસ્તુ પોતાના પરિણામને કરે અને એ પરિણામ એનું કાર્ય, એ પણ ઉપચારથી જ્યાં કથન છે, કેમકે પર્યાય પર્યાયને કરે છે, એ દ્રવ્ય પર્યાયને કરે છે એમ કહેવું એ ઉપચાર છે. ઉપચાર એટલે આરોપિત વાત છે. તો એ પરિણામ બીજાના પરિણામને બીજાની દશાને કરે ? આહાહાહા ! ગજબ વાત છે. અરે એને અનાદિથી અજ્ઞાનપણે પણ શું હતું એનું ભાન નથી, તો શાનની તો વાત શું ક૨વી ? ઝીણું તત્ત્વ છે પ્રભુ. દુનિયાની વર્તમાન વાતથી આખી વાત જુદી છે. સંપ્રદાયમાં પણ એ ચાલે, કે ૫૨ની દયા પાળો, પ૨ને કાંઈક મદદ કરો, ૫૨ની સેવા કરો, એ તદ્ન મિથ્યાર્દષ્ટિની પ્રરૂપણાના ભાવ છે, આહાહા.....! આકરું કામ.
એક દ્રવ્ય વર્ડ, એક વસ્તુ વડે, એમ દ્રવ્ય એટલે પૈસો નહિ હોં એકલો, એક દ્રવ્ય એટલે એક તત્ત્વ વડે, એક વસ્તુ વડે. બે દ્રવ્ય એટલે ? બે વસ્તુના પરિણામ, એટલે ‘અવસ્થા કરવામાં આવતા ન પ્રતિભાસો’ એમ ન ભાસો, એમ ભગવાન એમ કહે છે. છે? હવે દૃષ્ટાંત આપે છે. લોકોને સાધારણ ખ્યાલમાં આવે આ જે કહેલી વાત, એના ખ્યાલમાં આવે એ રીતે દૃષ્ટાંત આપે છે.
“જેમ કુંભાર ઘડાના પરિણામને” ઘડાના સંભવને, એટલે ? ઘડાની પર્યાય જે માટીથી ઉત્પન્ન થાય છે. ઘડાની જે અવસ્થા, માટીથી ઉત્પન્ન થાય છે, એને કુંભાર ઘડાના સંભવને. જોયું ? સંભવને એટલે ઘડાની ઉત્પત્તિને સમયે અનુકૂળ, અનુકૂળ પોતાના ઇચ્છા અને હસ્તાદિકની ક્રિયારૂપ વ્યાપાર પરિણામને, કે જે પોતાથી અભિન્ન છે. આહાહા ! શું કહે છે ? કુંભાર રાગ કરે, કે હું આ ઘડાને કરું. ઘડાની ઉત્પત્તિ તો માટીથી થાય છે. પણ તે પર્યાયને અનુકૂળરૂપે આ રાગ હું કરું, રાગ કરું તો ઘડાની પર્યાય થાય. ભારે, દુનિયાથી આકરું બાપુ. કુંભાર ઘડાના સંભવ ઘડાની ઉત્પત્તિ તો સિદ્ધ કરી, એને ફક્ત અનુકૂળ, ચંદુભાઈ ! ઘડાની ઉત્પત્તિ તો માટીથી થઈ છે, કુંભારથી નહિ, શું કીધું ? સમજાણું આમાં ? આહાહા.....!
કે એક આત્મા પોતાની પર્યાય એટલે પરિણામને કરે, તેમ ૫૨દ્રવ્યની અવસ્થાને કરે તો બે માનનારાઓ મિથ્યાદૅષ્ટિ અજ્ઞાની છે, મૂંઢ છે. કોની પેઠે ? કે જેમ ઘડાની ઉત્પત્તિ માટીથી થાય છે, ઉત્પત્તિ તો માટીથી થાય છે, એ માટીનું ઘડો કાર્ય છે, ઘડો કાર્ય છે, માટી કર્તા છે, એવા ઘડાની પર્યાયને કુંભારનો રાગ અનુકૂળ છે નિમિત્ત, તે રાગી પ્રાણી એમ માને, કે આ વ્યાપાર