________________
૩૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ટીકાઃ- “નિશ્ચયથી” નામ ખરેખર “દ્ધિ-ક્રિયાવાદીઓ” અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા, નિમિત્તથી પણ આત્મામાં કાંઇક થાય અને આત્માથી આત્મામાં થાય એમ બે માનનારા પોતાનું કરે ને પરનું કરે પરનુંયે કરે ને આત્માનુંય કરે. કર્મનો ઉદય ઉદયને કરે અને આત્માના વિકારને કરે, બે ક્રિયાવાદી છે. ઠીક બધા જોગમાં છે અત્યારે આ આવી વાતો છે. નિશ્ચયથી દ્વિ-ક્રિયાયાદીઓ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા એટલે કે રાગને પણ પોતાનો માનનારા અને પુદ્ગલના (પરિણામ) પણ મેં મારા કર્યા એમ માનનારા આત્માના પરિણામને અને પુગલના પરિણામને, જીવના પરિણામને અને પુગલના પરિણામને એટલે ક્રિયાને પોતે આત્મા કરે છે, એમ માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એવી સિદ્ધ વસ્તુ થઈ ગયેલી છે, તે કહે છે. આહાહાહા !
આત્મા ઇચ્છાને કરે અને લખવાની ક્રિયાને પણ કરે. આહાહા....! આત્મા ઇચ્છાનેય કરે અને બોલવાની ક્રિયાનેય કરે, મિથ્યાષ્ટિ છે. શ્રીપાલજી! શ્રીપાલજી, આકરી વાતું છે આ. દિલ્હીમાં ક્યાંય બધે ગોટે ગોટા ઉઠાવ્યા છે. વીતરાગ આવો માર્ગ, આ તો કહે પરની સેવા કરો, પરની ક્રિયા કરે છે, કરે શું? બોલાય. કરતો શું? ત્રણ કાળમાં કરે નહિ. અસત્ય જુઠી દૃષ્ટિથી કહેવામાં આવે, ન આવ્યું આપણે, છ કારકમાં નો આવ્યું? સોળમી ગાથા, ઘડો કુંભાર કરે છે એ અસત્ય ભાષાથી બોલવામાં આવે છે, જુઠી ભાષા છે. આહાહા....એવો સિદ્ધાંત છે.
એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો.” એક દ્રવ્ય વડે બે દ્રવ્યની અવસ્થાને કરવામાં આવતા ન પ્રતિભાસો. પછી દષ્ટાંત, આવશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૭૪ ગાથા-૮૬
તા. ૨૧/૦૧/૭૯ રવિવાર પોષ વદ-૮ સમયસાર ગાથા ૮૬ એની ટીકા.
ટીકા; “નિશ્ચયથી ખરેખર દ્વિક્રિયાવાદીઓ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા”, એટલે શું? કે આત્મા વસ્તુ છે. એ પોતે પોતાના પુણ્યપાપના ભાવને કરે, એ તો ઉપચારથી બરાબર છે. આત્મા જે વસ્તુ છે, આનંદકંદ નિત્યાનંદ પ્રભુ એ એના પરિણામમાં અજ્ઞાનથી પુણ્ય ને પાપ, દયા, દાન, કામ, ક્રોધના ભાવને કરે, એ એક સત્ત્વ માનવું એ ઉપચાર છે. છતાં એ પોતાના પરિણામને પણ કરે અને કર્મબંધન જે થાય નવું, એ કર્મબંધનની પર્યાયને પણ કરે, એમ ત્રણ કાળમાં બને નહિ. આહાહા...! ઝીણી વાત છે.
આ તો અંદરની વાત છે. બહારની તો પછી કે આત્મા રાગને કરે અને શરીરની ક્રિયા પણ આમ હુલાવી શકે, એ ત્રણ કાળમાં બને નહિ, આ તો અંતરના પરિણામને સંબંધનું, કર્મનું એની હારે પહેલો પ્રશ્ન છે. ઝીણી વાત છે ભાઈ, જિનેશ્વરદેવનું તત્ત્વજ્ઞાન ઝીણું બહુ, અજ્ઞાનપણે, વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ આનંદકંદ છે. એના અનુભવના અભાવે અજ્ઞાની પુણ્ય ને પાપ, શુભ-અશુભ ભાવને કરે, પણ એ પોતે પોતાના પરિણામને કરે, અને કર્મબંધનની પર્યાયને કરે એમ બે વાત હોઈ શકે નહિ. એક તત્ત્વ છે પરિણામ, પોતાના અને પરના એમ કરી શકે નહિ.