________________
૩૨૫
ગાથા-૮૬ અરે આવી વાતું હવે.
છે? ક્રિક્રિયાવાદી, ક્રિયા એટલે અવસ્થા અવસ્થાંતર થવું. આત્મામાં અવસ્થાંતર થવું અને પુદ્ગલ જડ કર્મમાં અવસ્થાંતરરૂપી ક્રિયા થવી, એવી બે ક્રિયાઓને એક કરે, એમ માનનારા એ આત્માના પરિણામને, છે? આત્માના પરિણામ એટલે? અત્યારે અહીંયા પુણ્ય ને પાપ, દયા, દાન, કામ, ક્રોધનાં પરિણામ એ આત્માના અત્યારે અજ્ઞાનભાવે કહેવામાં આવે છે. આહાહા.....!
એ શુભ-અશુભ ભાવ, અજ્ઞાનપણે, આત્મા પોતાના પરિણામને કરે અને પુદ્ગલના પરિણામને પોતે કરે, એ જ્ઞાનાવરણી આદિ કર્મ જે બંધાય છે, એ અહીંયા પોતાના પરિણામ જે એને નિમિત્ત થાય, તે પરિણામને કરે, પુણ્ય-પાપ, કામ, ક્રોધ આદિ. પણ એ પરિણામને કરતા કર્મની પર્યાય જે બંધાય છે, એ પર્યાયને પણ આત્મા કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. આહાહાહા ! આત્મા પોતાના પુણ્ય-પાપને કરે એ પણ ઉપચારથી કથન છે. ખરેખર તો એ પરિણામ પરિણામને કરે છે. ઝીણી વાત છે બાપુ, તત્ત્વ જૈનદર્શન, પરમેશ્વર વીતરાગ એનું કહેલું તત્ત્વ પદાર્થ સ્વરૂપ ઝીણું છે બહુ. આહાહા.....!
એ આત્માના પરિણામને, અહીં આત્માના પરિણામ એટલે પુણ્ય-પાપના લેવા છે. દયાના, દાનના, વ્રતના, ભક્તિના, હું પરનું કામ કરી શકું એવા પાપના, હિંસાના, જુઠાના ચોરીના, વિષયભોગની વાસનાના એ આત્માના પરિણામ અત્યારે અજ્ઞાનપણે કહેવામાં આવ્યા છે. આહાહા ! સમજાણું કાંઈ? એ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને, તે વખતે જે કર્મ બંધાય છે, એ પરમાણુની પર્યાય છે કર્મરૂપે જે થાય છે. એ કર્મરૂપી અવસ્થા થાય છે, એ કર્મ જડ પરમાણુની એક અવસ્થા છે, તે એ અવસ્થાને પણ આત્મા કરે અને પોતાના પરિણામનેય કરે એમ માને છે, એમ જે કોઈ માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિ છે. જુઠી દૃષ્ટિવંત છે, સત્ય દૃષ્ટિથી ભ્રષ્ટ છે. આહાહા...!
ભગવાન આત્મા! પોતાના સત્ત્વની અંદરમાં, સત્તા પોતાની કાયમ રહીને પરિણામમાં પુણ્ય-પાપના અજ્ઞાનભાવે કરે એ પણ ઉપચાર, પણ એ પરિણામનેય કરે અને ભેગું કર્મબંધનના પરિણામનેય કરે એમ માનનારાઓ જુઠી દૃષ્ટિ, અસત્ય દૃષ્ટિને સેવનારા છે. કહો ચંદુભાઈ ! દાક્તરને તો આ બધું ભારે આકરું પડે, દાક્તર કહે કે હું બીજાના પરિણામને કરું ને બીજાના દેહના પરિણામને કરું અને મારા પરિણામને કરું, આ તો અંદરની વાત છે. બહાર વાત તો બહુ સ્થળ છે, કે આત્મા અંદર વિકલ્પ પણ રાગને કરે અને બીજાના શરીરની પર્યાયને પણ કરે, એમ ત્રણ કાળમાં બનતું નથી. (શ્રોતા:- મોતીઆ એમ ને એમ નીકળી જતા હશે?) તેથી તો આ કહેવાય છે. મોતિયાને ઉતારે અને એનો વિકલ્પ કરે કે આને ઉતારું, એ વિકલ્પનેય કરે રાગને અને એ એની ક્રિયા કરે, એ બે માનનારાઓ મિથ્યાદૃષ્ટિ પાખંડી જુઠા છે. હું? (શ્રોતા – એક તો બિચારા કામ કરે અને મોતીઓ ઉતારે અને જુઠા) કામ કોણ કરે? શું કરે? ઝીણી વાત છે પ્રભુ ! આ તો જિનેશ્વર ત્રણલોકના નાથ પરમાત્માએ કહેલા તત્ત્વોની સ્થિતિ છે. આ કોઈ હાલીદુવાલીની કહેલી વાત નથી. જગતના અભિપ્રાયથી જુદી જાતની વાત છે આ. આહાહા...
એ કહે છે, કે જેઓ પોતાના પરિણામને પણ કરે અને પરની જડની ક્રિયાના અને બીજા