________________
ગાથા-૮૬
૩૨૭ પરિણામને કે જે પરિણામ પોતાથી અભિન્ન છે, કુંભારે રાગ કર્યો કે હું ઘડો કરું, ઘડો તો માટીથી થયો છે, પણ હું ઘડો કરું એવો જે રાગ કર્યો છે, એ વ્યાપાર પરિણામને પોતાથી અભિન્ન છે એ રાગ છે એ કુંભારના પરિણામ, કુંભારના આત્માથી અભિન્ન છે. આહાહા....
તત્ત્વજ્ઞાન વીતરાગનું બહુ ઝીણું ભાઈ, અત્યારે તો જગતને કયાં નવરાશેય ન મળે બિચારા. એકલા ધંધા-ધંધા આખો દિ'પાપના ધંધા. નવરો થાય તો બાઈડી છોકરા સાચવવાના પાપ-પાપ, હવે એમાં ધર્મ શું છે એ તો કયાં સમજવાની...(દરકાર છે.) જન્મ મરણ કરી રહ્યો ૮૪ ના અવતારથી...... આહાહા...!
કહે છે, કે ઘડાની ઉત્પત્તિ તો માટીથી થઈ, એને ઉત્પત્તિમાં સંભવ થયો તેના નિમિત્તરૂપે અનુકૂળ કુંભારે રાગ કર્યો કે હું ઘડો કરું, એ રાગના પરિણામ છે, તે કુંભારથી અભિન્ન છે, એકમેક છે, અને ઘડાની પર્યાય છે એ માટીથી અભિન્ન છે. (શ્રોતા- ઉપચાર કહ્યું” તું ને) એ ઉપચારથી કહ્યું'તું પણ અત્યારે તો દ્રવ્ય લેવું છે ને? નહીં તો પરિણામ પરિણામથી કરે છે, એ અત્યારે વાત નથી. દ્રવ્ય એને કરે છે એમ ઉપચારથી કહેવું છે ને? ઈ તો પહેલું વચ્ચે કહી દીધું'તું, બહુ ઝીણી વાતું ભાઈ. આહાહા !
આ હાથ છે ને? જુઓ, આ હાથ પરમાણુનો પિંડ છે આ, જડ છે આ, માટી છે આ. એ માટીના પરમાણુઓ આમ હાલે છે જાઓ આમ, એ એની અવસ્થા છે, એ એનાં પરિણામ છે, એ એની પર્યાય છે. એ આ માટીના પરમાણુઓ આ જડ રજકણો તેનું આમ ગતિમાન થવું એવી જે પર્યાય, પરિણામ તેનો કર્તા એ પરમાણું છે. એ પણ એનો કર્તા પરમાણું છે એમ કહેવું એ પણ ઉપચારથી છે, બાકી પરિણામ પરિણામનો કર્તા છે. પણ આંહી તો અભિન્ન કહીને, પરથી જુદું બતાવવું છે એટલે આ અવસ્થા થાય છે એ જડની પર્યાય છે, એને આત્મા એમ માને કે હું આ હાથને હલાવું છું, એવી ઇચ્છાનો એ કર્તા થાય અને આ અવસ્થાને ઇચ્છા અનુકૂળરૂપે નિમિત્ત કહેવાય, પણ એ ઇચ્છાથી હાથની પર્યાય હાલી છે, એ ત્રણ કાળમાં છે નહિ. લોજીકથીતો વાત છે ભાઈ તત્ત્વથી, પણ હવે એને કાંઈ દરકાર ન મળે.
આ શરીર માટી છે ધૂળ. જેમ ઘડાની માટીથી ઉત્પત્તિ થઈ, એમ આ શરીરની આમ હાલવાની દશા, એ પરમાણું માટીથી થઈ છે, એના પરમાણુથી થઈ છે. એમ થતાં એને અનુકૂળ જે ઇચ્છા છે કે આમ કરું એ ઇચ્છા અનુકૂળ નિમિત્ત છે, પણ એ ઇચ્છાનો કરનારો એમ માને કે ઇચ્છા પણ હું કરું, અને આની અવસ્થા પણ હું હલાવી દઉં, એ મૂંઢ મિથ્યાષ્ટિ છે. સત્યનું ખૂન કરનારો છે. આવું છે, બાપુ. એય લોજીકથી તો કહેવાય છે ન્યાયથી તો. આહાહા ! ન્યાય ની” ધાતુ છે. “ની' ધાતુમાં જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને લઈ જવું એનું નામ ન્યાય. “ની' ન્યાયમાં “ની ધાતુ છે, એટલે કે જેવું સ્વરૂપ છે તેમાં “ની' ધાતુ ન્યાય, જ્ઞાનને લઈ જવું યથાર્થપણે તેનું નામ ન્યાય. આહાહાહા !
અહીં કહે છે કે કુંભાર પોતાના વ્યાપારને પરિણામને કરતો પ્રતિભાસો, પોતાથી અભિન્ન પરિણામ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસો. શું કીધું ઈ ? કુંભારને તેના પરિણામ ઘડાને કરવામાં નિમિત્તરૂપે અનુકૂળ ન હતા, પહેલાં બીજા પરિણામ હતા, પછી એ પરિણામ પલટાઈને ઘડાને કરવું એવો અનુકૂળ રાગ કરું રાગ, એ રાગ અવસ્થાંતર થઈ પહેલી