________________
ગાથા-૮૬
૩૩૧ ફરી જાય છે કે નહિ? આ રેલમાં નહિ? એક પાટે હાલતી હોય ને ઓલો પાટે પાતળો રાખે છે ને આમ, આમ ઉતારો એટલે બીજે પાટે હાલી જાય ગાડી. અમારે ત્યાં પાલેજ નજીક ખરું ને? બધું જોયેલું દુકાનની જોડે સ્ટેશન હતું. બધે એક એક જોયેલું. માસ્તરો–બાખરો અમારા જાણીતા હતા ને, મોટા મોટા માસ્તરો પાંચસોના પગારવાળા બધા. અમારે વેપાર હતો ને, ભલે નાની ઉંમર હતી ૧૭ થી ૨૨,પાંચ વર્ષ દુકાન ચલાવી'તી. (શ્રોતા- વેપાર બદલી નાખ્યો ને) હા, એ બધા પાપના ભાવ કરતા'તા. આહાહા....!
ત્યાં રેલ છે રેલ છે ને આમ પાટો હોય ને આમ એને બીજે પાટે લઈ જવો હોય તો પાતળો પાટો હોય છે. આમ, આમ પાતળો હોય છે, એને લઈને આમ ભેગો કરે એટલે બધું. ત્યાં નજીક હતો માસ્તર અમારે મુંબઈથી આવતો'તો, માસ્તરને કહીએ કયા છે અમારો માલ? ક્યાં ડબામાં છે આ લેવા જતાં'તા પાંચ વર્ષ બધું પાપ કર્યું બહુ. આહાહા !
આંહી કહે છે, શું કીધું ત્યાં? જેમ કુંભારના પરિણામને કુંભાર કરતો પ્રતિભાસો પણ કુંભારના પરિણામનો અહંકારી જીવ ઘડાના પરિણામને કરતો પ્રતિભાસો નહિ, એ અહંકાર કરે છતાં તેનો કર્તા તે છે નહિ. તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે, જોયું? અજ્ઞાનને લીધે પુણ્ય ને પાપના ભાવ કરે છે એ અજ્ઞાનને લીધે કરે છે. જગતના પરિણામ જે કરે છે, હિંસાના, જાઠાના, ચોરીના, વિષયના, ભોગના, રાગના, માનના, માયાના, લોભના એ પરિણામનો કર્તા અજ્ઞાની છે.
જ્ઞાની તે પરિણામનો કર્તા નથી. કેમ કે જ્ઞાની આત્મજ્ઞાન, જેને આત્મા અનંત આનંદ સ્વરૂપ છે, તેનું જ્ઞાન થયું છે તેથી તેની નબળાઈને લઈને ભલે રાગાદિ થાય, છતાં તે રાગની સ્થિતિ વખતે જ્ઞાનના પરિણામ પોતાથી તેને ને પરને જાણવા ઉત્પન્ન થાય છે. ચંદુભાઈ ! આવું છે પ્રભુ શું થાય? પણ હવે કોને કહેવું આ. (શ્રોતા – જરા કઠણ પડે) શું બાપુ, મારગ આ છે. વિશેષ સ્પષ્ટીકરણ કરીએ તોય પણ આ છે.
આત્મા અજ્ઞાનને લીધે, છે? પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ કર્મબંધન થાય છે, એ તો એના પર્યાયથી થાય છે પણ એને અનુકૂળ પોતાના પરિણામને કે રાગદ્વેષને કે જે પોતાથી અભિન્ન છે. આહાહાહા ! પુણ્ય-પાપના પરિણામ આત્માથી અભિન્ન છે એમ આવ્યું. એકકોર કહેવું કે પુણ્ય-પાપના ભાવ એ કર્મરૂપ વ્યાપક છે અને વ્યાપ્ય એનું કર્મ છે. અરે ભગવન્! કઈ રીતે છે પ્રભુ, ૭૬–૭૭ કર્મ વ્યાપક છે અને પુણ્ય-પાપના ભાવ તેનું કાર્ય નામ વ્યાપ્ય નામ પર્યાય છે, એ તો જ્ઞાનીની અપેક્ષાની વાત છે ત્યાં. આત્મા વ્યાપક છે અને તેના સમ્યગ્દર્શનશાનચારિત્ર નિર્મળ પરિણામ તેનું વ્યાપ્ય નામ કાર્ય છે. પણ આંહી તો અજ્ઞાનીની વાત છે. થોડું થોડું ધીમેથી કહેવાય છે બાપુ, આ તો મહા સિદ્ધાંતો જગતથી જુદી જાત છે.
આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ એટલે શું કહ્યું એ? કે જે નવા કર્મ બંધાય છે ને, એ પરમાણુની પર્યાય છે, કર્મ બંધાય છે ને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય એ આઠ કર્મના પરિણામથી થાય છે, એ પરમાણુથી થાય છે, એવા આઠ કર્મના જે પરિણામ બંધાણા, એ તો એના પરિણામથી થયા. એ પરમાણુના પરિણામથી, પરિણામ તે પરમાણુથી અભિન્ન છે પણ એને અનુકૂળ એવા અહીંયા અજ્ઞાનીના રાગદ્વેષ છે. આહાહા....!