________________
ગાથા-૮૫
૩૨૧
આજ તો ઓલો સૂર્ય આવ્યો બરાબર સામે આંખમાં, બેઠા પાટે કીધું આ સૂર્યમાં ભગવાન તો બિરાજે છે અંદર પ્રતિમા, જિનમંદિર છે અંદર, અને ભરત દેખી શકતા'તા ને આપણને અત્યારે અહીંયા દેખાતું નથી. સૂર્ય, પાટે આમ બેઠેલો ને જ્યારે આ વાંચવાનું સવારે સાડા સાત પોણા આઠે, સૂર્ય આમ બરાબર આની કોર આવ્યો આમ સામે, ત્યાં ભગવાન બિરાજે છે, પ્રતિમા છે ત્યાં જિનપ્રતિમા છે. ( શ્રોતાઃ- ચક્રવર્તી દેખી શકે છે ) ચક્રવર્તી દેખી શકે, એ કીધું ને ? ભરત ચક્રવર્તી જેને પાંચ મહેલ છે, દેવોએ બનાવેલા એના ઉપર બેઠા’તા ને આમ સૂર્યને જોયું, ભગવાનનું મંદિર દેખાણું અને પગે લાગ્યા, અકૃત્રિમ, અકૃત્રિમ કુદરતી પ્રતિમા એમ અકૃત્રિમ એટલે અહીંયા. લોકો પછી સૂર્યનારાયણને પગે લાગવા માંડયા. ઓલા ભરત પગે લાગ્યાને ત્યાં ભગવાનના પ્રતિમાને- આ સૂર્યનારાયણને પગે લાગે લોકો દાંતણ કરીને, જય સૂર્યનારાયણ– હવે એ તો પત્થર છે આ. આહાહા !
આ સૂર્યનારાયણ ભગવાન આત્મા, એ ચૈતન્ય પ્રતિમા છે, જિન પ્રતિમા છે. આવે છે ને શ્રીમમાં ભાઈ આવે છે ને ? જિન પ્રતિમા થા, એક વા૨ જિન ચૈતન્ય પ્રતિમા થા. થા પ્રભુ, જિન પ્રતિમા એ તારું સ્વરૂપ છે રાગ એ તારું સ્વરૂપ નથી. આ તો અજ્ઞાનભાવે તારી દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ ગઇ નથી, તેથી તને રાગનું કારણ તને કહીએ છીએ. એ ચૈતન્ય ભગવાન ૫૨માત્મા છે તેના દર્શન કર. રાગના દર્શન છોડી દે, રાગને જોવે છે, એ પર્યાયબુદ્ધિ છોડી દે. આહાહાહાહા ! નિર્મળાનંદનો નાથ અંદ૨ ૫૨મેશ્વર દેહ દેવળમાં દેવ છે, એ મંદિ૨માં દેવ નહિ. આવે છે ને ? દેહ મંદિરમાં દેવ છે. ભિક્ષા અર્થે ભમે મારો ભીખુ ભગવાન. ભિક્ષા માંગે. પ્રતિમા પાસે, ભગવાન પાસે માગે, મને આપ પ્રભુ. આહાહા... એ નિશ્ચયથી કહેવામાં આવે છે. શુભભાવ આવે ત્યારે વિકલ્પ હોય એવો. છતાં તે શુભ વિકલ્પનો પણ જાણનાર છે. જાણનાર છે એવો ચૈતન્ય પ્રતિમા, જિન પ્રતિમા પ્રભુ છે એને જો ને. આહાહા !
તારી પરિણતિને કર્તાપણે સ્વતંત્રપણે પણ તેના તરફ વાળને. એ આંહી કહે છે. “ બે ક્રિયા કરતો માને તે મિથ્યાર્દષ્ટિ છે, કા૨ણકે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે” એક દ્રવ્ય કરે છે જોયું. આંહી એમ લેવું છે ને આંહી તો, અભિન્નથી, “એમ માનવું તે જિનનો મત નથી” વીતરાગ ૫રમાત્મા અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ એનો આ મત નથી. ભાઈ, શું અમૃત રેડયા છે ને ? હેં ? આહાહા.....!
છે અહો! આ આત્મા સર્વજ્ઞસ્વભાવી જ છ જાણવું...જાણવું....જાણવું....જ જેના અંતરસતળમાં ભર્યું છે, જેના અસ્તિત્વની સત્તામાં આ દેહ-વાણી-મનવિકલ્પો આદિ બધું જણાય છે એ જાણનારો તું છો તેમ જાણ-વિશ્વાસ કર ને કર્તાબુદ્ધિ છોડી દે! (આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૭)