________________
ગાથા-૮૫
૩૧૯ એમ જો થાય કે કર્મના પરિણામની પર્યાય જે છે એને જીવ કરે વ્યાપ્યવ્યાપકથી એટલે કાર્ય વ્યાપક અને આત્મા વ્યાપક કર્તા, એ પર્યાય ભાવ્ય અને આત્મા ભોક્તા તો બે દ્રવ્યની ક્રિયા એક થઈ જાય છે. “સ્વપરનો વિભાગ અસ્ત થઈ જાય છે” સ્વપર બે ભિન્ન રહેતા નથી. સ્વપર બે એક થઈ જાય છે. આથમી જાય છે એની જુદાઈ. કપૂરભાઈ નથી? ગયા લાગે છે. (શ્રોતા:- ગયા) સ્વપરનો પરસ્પર, પરસ્પર જોયું? પરસ્પર જીવના પરિણામ પુદગલ કરે અને પુદગલના પરિણામ જીવ કરે, તો પરસ્પર આમ થવાથી બેયની જુદાઈ આથમી જાય છે, બેયનું જુદાપણું રહેતું નથી. આહાહાહા !
“અનેક દ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો” આહાહા... અનેક દ્રવ્યસ્વરૂપ, અનેક દ્રવ્યસ્વરૂપ જે પુગલના પરિણામ એ પુદ્ગલનાં પરિણામ છે અને આત્માના પરિણામ એ આત્મામાં છે બેય. અનેક દ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો, પોતાના પરિણામ અને પરના પરિણામને અનેક દ્રવ્યસ્વરૂપ, પાછું જોયું ઓલા પરિણામ કીધાં એ એના દ્રવ્યસ્વરૂપ; અને આ પરિણામ છે તે આત્માના દ્રવ્યસ્વરૂપ, છતાં પરિણામ છે એ દ્રવ્યસ્વરૂપ નથી. છતાં આંહીં તો અનેક દ્રવ્યસ્વરૂપ એટલે પોતાના પરિણામ પોતાના દ્રવ્યનાં છે અને એના પરિણામ એના દ્રવ્યના છે. તો બેને ભોગવે તો અનેક દ્રવ્યસ્વરૂપ, “એક આત્માને અનુભવતો થકો મિથ્યાર્દષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે એ સર્વજ્ઞના મતમાં નથી, મિથ્યાષ્ટિ છે. આહાહા... શું કહ્યું સમજાણું?
કે જે કાળે એણે પરિણામ કર્યા, જ્ઞાનાવરણીને બંધાવવામાં નિમિત્તરૂપ, તે પરિણામ અજ્ઞાનથી કર્યા અને તેનો તે કર્તા, અને તે પરિણામની ક્રિયા તે પરિણામીથી જુદી નથી, તે ક્રિયાના પરિણામ તે પરિણામી આત્માથી જુદા નથી. વળી એકકોર કહેવું કે રાગ તે આત્માનો છે જ નહિ, અને એકકોર કહેવું કે રાગ પરિણામ એ આત્માથી જુદા નથી, કઈ અપેક્ષા છે તે જાણવું જોઇએ ને? આંહી તો પરદ્રવ્યથી ભિન્ન પાડવું છે અને જ્યારે રાગથી પુણ્ય તત્ત્વ છે એનાથી ભિન્ન પાડવું હોય ત્યારે શાકભાવમાં એ રાગ છે જ નહિ. આહાહા ! સમજાણું? જેમ અહીંયા પરિણામ રાગના કીધાં તે પરિણામીથી જુદાં નથી તેમ કીધું અને પુગલના પરિણામ આનાથી જુદા છે એમ કીધું, પણ છતાં એ પરિણામ એના છે એમ કીધું એ પણ અભેદથી કથન છે. બાકી પરિણામ તો પરિણામના, રાગ રાગનો કર્તા છે, રાગનો કર્તા આત્મા છે દ્રવ્યવસ્તુ કર્તા ક્યાંથી આવે? આહાહા... સમજાણું કાંઈ? આવું ઝીણું, આ લોકોને એવું લાગે કે આ એકાન્ત છે, એકાન્ત છે. આહાહા !
નિમિત્તથી પણ થાય, કોઇ વખતે નિમિત્તથી થાય, એ આંહી ઉડાડે છે. (શ્રોતા- કોઈ સમયે થાય નહીં) કોઈ સમયે થાય નહિ. આહાહા ! સમજાણું કાંઇ? કર્મના નિમિત્તથી આત્મામાં વિકાર થાય, કોઇ દી' નહિ. તેમ આત્માના વિકાર ને પરિણામને લઈને કર્મની પર્યાય થાય, કોઇ દી” નહિ. આહાહા.... સમજાય છે? મારગ વીતરાગનો બાપુ, આહાહાહા !
અને તે પણ કાલ તો કહ્યું'તું ને જરી કે પરિણામ જે છે, એ આત્માનું લક્ષ કરે છે એ પણ પરિણામ સ્વકર્તા હેતુ, કર્તા થઇને પોતે લક્ષ કરે છે. સમ્યગ્દર્શનના પરિણામ કે સમ્યજ્ઞાનના પરિણામ દ્રવ્યનું લક્ષ કરે છે, એ લક્ષ કરે છે એ પોતે કર્તા થઈને લક્ષ કરે છે. આહાહા ! ઓહોહો !