________________
૩૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભોગવે છે, તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે, પણ કરે એમ છે ને? આય કરે, અને આયે કરે, એટલું સિદ્ધ કરવું છે. વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે એટલે? કર્મની પર્યાયનું કાર્ય અને આત્મા કારક કર્તા એમ જો હોય, આહાહા ! સમજાણું કાંઈ? કર્મબંધનની પર્યાયનો કર્તા આત્મા અને એનું વ્યાપ્ય એ પરિણામ એનું, એમ જો હોય અને ભાવ્યભાવકભાવથી તેને ભોગવે કર્મને,” જેમ પોતાને ભાવ્યભાવકભાવથી ભોગવે છે, તેમ કર્મના અનુભાગને, કર્મના ફળને આત્મા ભોગવે. “તેને જ ભોગવે તો તે જીવ અને પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવે” લ્યો, આ સિદ્ધ કરવું છે. આહાહાહાહા !
જેમ ભગવાન આત્મા પોતાના પરિણામની ક્રિયાને કરે અને વ્યાપ્યવ્યાપકભાવથી તેને કરે અને ભાવ્યભાવકભાવથી ભોગવે, ભાવ્ય નામ વિકારી પરિણામ અને ભાવક પોતે, એને ભોગવે એમ કર્મના પરિણામ છે પુગલના, જ્ઞાનાવરણીના, દર્શનાવરણીના, શાતાવેદનીયના એ પરિણામને આત્મા વ્યાપ્યવ્યાપક થઇને એ કાર્ય મારું ને કર્તા આત્મા અને એના કર્મના ફળને ભોગવે એટલે ભાવ્યભાવક, ભાવ્ય કર્મનું છે અને ભાવક પોતે થાય અને એને ભોગવે તો બે દ્રવ્યની ક્રિયા એક થઇ જાય છે. આહાહા.... બહુ ઝીણું હોં. આહાહાહા ! આહાહા......!
ભાવ્યભાવકભાવથી તેને ભોગવે, તો વ્યાપ્યવ્યાપકભાવથી પણ તેને જ ભોગવે- “તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયા” જોઇ? જીવની ક્રિયા રાગદ્વેષ આદિની અને પુદ્ગલની ક્રિયા પરિણામ જે જ્ઞાનાવરણીનું પરિણમન થયું છે, તેમ આઠેય કર્મને, એને પણ ભોગવે, તો તે જીવને પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવે. એક ક્રિયાથી અભિન્ન છે. અને એના પણ વ્યાપ્ય કાર્ય પોતે કરે ને ભાવ્ય એને ભોગવે તો બે ક્રિયાનું એકપણું થઇ જાય છે. આહાહા... આવું છે ઝીણું.
(શ્રોતાઃ- દાખલો આપોને) શું? કીધું ને આ, શું કીધુંને દાખલો તો આપ્યો ને? ઘડાનો દાખલો ન આપ્યો. ઘડાની પર્યાયને માટી કરે અને ઘડાની પર્યાયને માટી ભોગવે, એમ કુંભારની પર્યાયને એ કુંભાર કરે અને એ ઘટની પર્યાયને કરે અને ઘટની પર્યાયને ભોગવે તો બેય અભિન્ન થઈ જાય છે, એ તો ઘડાનો દાખલો આપીને વાત કરી છે પહેલી. છે ભાઈ ઝીણું ઘણું અને ઘણો ફેર. આહા !
બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં, કઈ બે ક્રિયા? પુગલના પરિણામ અને જીવના પરિણામ, એ બેયને જીવ કરે અને પુદગલના પરિણામ અને જીવના પરિણામ બેયને જીવ ભોગવે તો બેય ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઇ જવાથી, સ્વપરનો પરસ્પર એકબીજામાં જુદાઈ તે આથમી જાય છે. એકબીજાની જુદાઇ રહેતી નથી. કેટલું સમાયું છે. શું અમૃતચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય! આહાહા.. આ પ્રવચનસાર દિવ્યધ્વનિનો સાર. આહાહા ! ધીમેથી તો કહેવાય છે હળવે.... હળવે હળવે. વાત તો બહુ ઝીણી સમજવા જેવી છે બાપુ.
આંહીં તો પરના પરિણામ જીવ ન કરે અને જીવના પરિણામ પર ન કરે, એટલું સિદ્ધ કરવા પરિણામીથી પરિણામ જુદા નથી એમ સિદ્ધ કર્યું છે. આહાહા...!