________________
૩૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સત્યને ક્યાંને ક્યાંય ગોઠવી નાખે. માટે એમ સિદ્ધ થયું કે જે કોઇ ક્રિયા છે. જોયું પાછું આવ્યું, જે કોઇ પરિણમનની ક્રિયા છે, જે કોઇ અવસ્થાંતર થતી ક્રિયા છે, તે ક્રિયા બધી ક્રિયાવાનથી, જોયું દ્રવ્યથી તે ક્રિયા બધી ક્રિયાવાનથી ભિન્ન નથી, ભાષા તો સાદી છે બાપુ, સમજાય એવું તો છે ને ભાઈ, રસિકભાઈ? આહાહા....!
આ ક્રિયા કાલે કહેતા'તા ક્રિયા' તે આમાં જ આવ્યું. મેં કીધું ક્યાંક “ક્રિયા' શબ્દ આવે છે. ચોખ્ખો; પણ ખ્યાલમાં નહોતો, આ “ક્રિયા' ચોખ્ખો શબ્દ આવ્યો અહીં, ક્રિયા દરેક દ્રવ્યનું પરિણમન પર્યાય અવસ્થા તે ક્રિયા, દરેક દ્રવ્યનું પરિણમન પરિણામ અવસ્થા તે ક્રિયા, તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી, પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ જેના છે તેના પરિણામીથી તે અભિન્ન ગણીને તેનાથી જુદા નથી. આહાહા... સમજાણું કાંઈ? આહાહા ! (શ્રોતા એ અભિન્ન કહેવામાં આવે છે, ખરેખર અભિન્ન નથી) એ અભિન્ન કહેવામાં આવે છે, ખરેખર અભિન્ન નથી. છે? ક્રિયા છે તે બધીય ક્રિયાવાનથી ભિન્ન નથી, આંહી તો એનું પરિણમન છે આ દ્રવ્યનું, પરદ્રવ્યનું નથી એટલું સિદ્ધ કરવા એ દ્રવ્યનાં પરિણામને એ દ્રવ્યની ક્રિયા છે એમ કહ્યું છે. આહાહા... બધો મોટો ફેર, શું આંહી સિદ્ધ શું કરવું છે એ અપેક્ષાએ.
ઓલામાં આવે છે ને કળશમાં “કર્તા પરિણામી દ્રવ્ય' એ અભિન્નથી કથન છે, “કર્તા પરિણામી દ્રવ્ય” પરિણામી છે એ પરિણામનો કર્તા અને “કર્મરૂપ પરિણામ” અને જે પર્યાય થઇ પરિણામ થયા, અવસ્થા થઇ તે કાર્ય “કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ ક્રિયા વસ્તુકી ફેરણી” વસ્તુ ફરે છે, આમ પલટે છે, પલટે છે, જાની અવસ્થા થઇને પલટે છે એ ક્રિયા “વસ્તુ એક” એની એ વસ્તુના ત્રણ પ્રકાર આ અપેક્ષાએ કહેવાય છે, કર્તા ને પરિણામ કર્તાનું કહેવું એ અભિન્ન છે બીજાનું એ પરિણામ નથી એમ કહેવા આ પરિણામ કર્યાનું છે એમ કહેવું છે. આહાહાહા !
જે ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી ભિન્ન નથી. આમ વસ્તુ સ્થિતિ જ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપતું હોવાથી”, લ્યો ઠીક, પરિણતિની ક્રિયા અને તેનો કર્તા દ્રવ્ય તેનું અભિન્નપણું સદાય તપતું હોવાથી, આંહી તો પરના પરિણામનો આ કર્તા નથી ને આ પરિણામ પરનો કર્તા નથી એમ સિદ્ધ કરવા, એ પરિણામ આત્માથી અભિન્ન છે અને પુદ્ગલનાં પરિણામ પુદ્ગલથી અભિન્ન છે. સમજાણું કાંઇ? આવું છે.
એવી રીતે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું” જોયું? દ્રવ્ય અને એની પર્યાય એટલે અવસ્થા એટલે ક્રિયા તે અભિન્ન છે, દ્રવ્યદૃષ્ટિથી એ કથન છે અને પર્યાય પર્યાયની કર્તા એ પર્યાય દૃષ્ટિનું કથન છે. ભેદ દેષ્ટિનું કથન કહો કે પર્યાય દૃષ્ટિનું કહો અને આ અભેદ દૃષ્ટિનું કહો કે દ્રવ્યદૃષ્ટિનું કહો. આહાહા ! પરદ્રવ્યની કોઈપણ પર્યાય તે સમયે તેની થાય, તે પર્યાયનું બીજાં દ્રવ્ય કર્તા નથી એમ સિદ્ધ કરવા તે પર્યાય તે પરિણામીથી ભિન્ન નથી એમ, દ્રવ્યદૃષ્ટિથી કથન છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! આહાહા...!
રાગને કરે છે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામને, તે પરિણામ છે તે પરિણતિની ક્રિયાનાં તે પરિણામ છે, એ પરિણામથી તે ક્રિયા ભિન્ન નથી અને એ પરિણામ પરિણામીથી ભિન્ન નથી. આહાહાહા ! આકરી વાત છે ભાઈ. મૂળ અત્યારે ગરબડ બહુ થઇ ગઈ ને એટલે લોકોને