________________
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામથી ભિન્ન નથી. આહાહા ! જાઓ એ પરિણામથી ભિન્ન નથી. પરિણતિ પરિણતિથી ભિન્ન નથી. પરિણામ પણ પરિણામ પણ હવે એ પરિણામ પણ, ટીકા તે કેવી ટીકા છે. પહેલું શું કહ્યું સમજાણું? જીવના પરિણામ હો કે પુગલના પરિણામ હો એ પરિણામ પરિણામની ક્રિયા છે એ પરિણામથી ભિન્ન નથી, એ પરિણામરૂપી જે ક્રિયા છે ક્રિયા, એ પરિણામની ક્રિયા તે પરિણામથી ભિન્ન નથી. સમજાણું છે કાંઈ? આહાહા!
હવે અહીંયા એ પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. પરના પરિણામથી જુદું બતાવવું છે ને? એથી એ પરિણામ છે તે પરિણામીથી ભિન્ન નથી, અભેદથી આ કથન છે. ખરેખર તો પરિણામીથી પરિણામ ભિન્ન છે અને પરિણામનો કર્તા દ્રવ્ય નથી, છતાં અહીં કર્તા દ્રવ્ય કહેશે અભિન્નથી આવે છે ને ભાઈ ઓલામાં “કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ, ક્રિયા પર્યાયની ફેરની, વસ્તુ એક ત્રય નામ.” એ તો અભિન્નથી કથન કરવું છે, કે પરિણામનો કર્તા દ્રવ્ય છે. એ એનું પરિણામ છે એમ બતાવવા અભિન્નથી એનો કર્તા દ્રવ્ય કીધો. એ અભિન્નથી કથન છે. પરિણામ પરિણામનો કર્તા છે તે ભિન્નથી કથન છે. આહાહા... આવી વાતું છે.
એ આગળ આવશે, શ્લોક આવશે. શ્લોક આવશે ને ? ૮૬ પછી શ્લોક આવશે ૮૬માં શ્લોક આવશે, “ય: પરિણમતિ સ કર્તા” પ૧ કળશ “પરિણમતિ સ કર્તા” પરિણમે તે કર્તા, એમ કહેશે, પરિણમતિ-પરિણમતિ તે પર્યાય કર્તા એમ નહિ પણ પરિણમતિ તે કર્તા, છે ને ભાઈ, ૫૧
શ્લોક છે. “યઃ પરિણમતિ સ કર્તા” “કર્તા પરિણામી દ્રવ્ય” એમ એનો અર્થ કર્યો, પરિણામી છે તે પરિણામનો કર્તા છે, એ અભિન્નથી કથન છે. અને પરિણામ પરિણામનો કર્યા છે, એ ભિન્ન છે, જેમ સત્તા દ્રવ્ય છે એ અભિન્નથી કથન છે, અને સત્તા ગુણ છે એ ભિન્નથી કથન છે, એમ પર્યાય પરિણામી કરે છે, એ અભિન્નથી કથન છે. પરિણામ પરિણામથી કરે છે તે ભિન્નથી કથન છે. (શ્રોતા-એમાં સાચું શું?) આહાહાહા ! બેય સાચું છે. કઈ અપેક્ષાએ કીધું છે. અહીં તો પરિણામનો કર્તા દ્રવ્ય છે એમ કહેવું છે બીજાના પરિણામનો કર્તા નથી એટલે સિદ્ધ કરવા અભિન્ન કહ્યું. સમજાણું કાંઈ?
જીવદ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે ભલે વિકારી છે તોય કર્તા છે એ પોતે, એમ કહેવું, ઓલો પરના પરિણામનો કર્તા નથી. પરથી ભિન્ન ઠરાવવા એના પરિણામનો કર્તા જીવ છે, એમ સિદ્ધ કરવું છે અભિન્ન. નિશ્ચયથી તો પરિણામ પરિણામનો કર્તા છે. રાગના પરિણામનો રાગ કર્તા છે, પણ પરના પરિણામનો કર્તા નથી તેથી એ દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, એમ કહેવું છે. આવું છે. પરિણામ પણ, છે ને? “પરિણામ પણ એમ પરિણામીથી એટલે દ્રવ્યથી ભિન્ન નથી” અહીં અભેદ કથન કરવું છે ને ? આહાહાહા ! સમજાય છે કાંઇ આમાં? કયાં ફેર પડે છે શું? આહાહા......!
જીવના પરિણામનો જીવદ્રવ્ય કર્તા છે એ અભિન્નથી કથન છે, એ દ્રવ્ય એનો કર્તા છે, પરદ્રવ્ય નહિ એટલે સિદ્ધ કરવા. બાકી, ખરેખર તો પરિણામ પરિણામનો કર્યા છે, એ ભિન્નથી કથન છે. જેમ સત્તા તે દ્રવ્ય છે તે અભિન્નથી કથન છે, સત્તા ગુણ છે તે ભિન્નથી કથન છે. એમ પરિણામનો કર્તા પરિણામી એ અભિન્નથી કથન છે ને પરિણામ પરિણામનો કર્તા એ ભિન્નથી કથન છે. અનેકાંત છે. આહાહા.....!