________________
ગાથા-૮૫
૩૧૩ તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાષ્ટિપણાને લીધે સર્વશના મતની બહાર છે.
ભાવાર્થ- બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.
પ્રવચન નં. ૧૭૩ ગાથા-૮૫
તા. ૧૯/૦૧/૭૯ जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा।
दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।।८५।। આહાહાહા... “પુદગલ કર્મ જીવ જો કરે” કર્મ હોં, પુદગલની પર્યાયને, પુગલને નહિ, “પુદ્ગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે” પુગલના પરિણામને જીવ કરે અને પુદ્ગલના પરિણામને જીવ ભોગવે “જિનને અસંમત ક્રિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે” તો પોતાના પરિણામને પણ કરે ને ભોગવે અને પરના પરિણામને પણ કરે ને ભોગવે (તોએ) બે ક્રિયાવાદી થયો. આહાહાહા! બે ક્રિયાનો કરનારો મિથ્યાષ્ટિ છે. આહાહાહા !
ટીકા - જુઓ આમાં “ક્રિયા' શબ્દ ચોખ્ખો આવ્યો, જગતમાં- “પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે, એ બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી” ધ્યાન રાખજો પછી એવુંય કહેશે કે આત્મા પરિણામનો કર્યા છે, એ અભિન્નથી કહેશે, અને ભિન્નથી પરિણામ પરિણામનો કર્તા છે, એ ભિન્નથી છે. આહાહા! અહીં કહે છે કે બધીયે (ક્રિયા) પરિણામ સ્વરૂપ હોવાથી, જેટલી ક્રિયા જગતમાં પરમાણુની કે આત્માની, એ પરિણામ સ્વરૂપ હોવાથી એ ક્રિયા પલટવાની ક્રિયા જે છે, એ પર્યાય છે તે બધીયે પરિણામ સ્વરૂપ છે. ગુણ દ્રવ્યસ્વરૂપ નથી. સમજાણું કાંઇ?
“પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી” એ પલટવાની ક્રિયા-ક્રિયા” પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામથી તે ક્રિયા ભિન્ન નથી. તે પરિણમનની ક્રિયાથી પરિણમન ક્રિયા ભિન્ન નથી એક વાત. “અને પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી” અહીં અભેદથી સિદ્ધ કરવું છે. નહીંતર પરિણામ પરિણામીથી ભિન્ન છે. પરિણામ પરિણામીથી ભિન્ન છે પરિણામનો કર્તા પરિણામ છે. પણ અહીંયા અત્યારે અભિન્નથી વાત કરવી છે. જેમ આવ્યું'તું ને ભાઈ ઓલું, કે સત્તાને દ્રવ્ય કહેવું એ નિશ્ચય છે અને સત્તાને ગુણ કહેવું, એ ગુણને ગુણ કહેવું એ વ્યવહાર એ અનેકાંત છે. એમ આ પરિણામને જીવનો કર્તા કહેવો એ અભેદથી કથન છે. બાકી પરિણામ પરિણામનો કર્તા કહેવો તે ભેદથી કથન છે. આહાહાહા ! હવે આવું બધું ક્યાં? કહો.
પરિણામ પણ, પરિણામ જે છે, પર્યાય છે તે ક્રિયા છે. હવે એ જગત પરમાણુની પર્યાય હો કે આત્માની પર્યાય હો, એ પર્યાયને ક્રિયા કહેવામાં આવે છે અને એ પરિણામ-ક્રિયા પરિણમનરૂપ ક્રિયા પરિણામથી બદલવાના ભાવથી જુદી નથી. પરિણામસ્વરૂપ હોવાથી