________________
ગાથા-૮૪
૩૧૧ “શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી પરમાર્થે જીવનું સ્વરૂપ બતાવી ને અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.” આહાહા ! અજ્ઞાનીની વાત છે ને અત્યારે એનાં પરિણામ જે છે. છ પ્રકારે કર્મ બંધાય એવા જે પરિણામ છે. પંડિતજી ! એ છ બોલના પરિણામ છે એ જ્ઞાનાવરણીય બંધનમાં નિમિત્ત છે, એ પરિણામ છે એ જીવના, તો એ જીવના પરિણામનો અજ્ઞાની કર્તા છે. પણ તે પરિણામનો કર્તા હોવા છતાં તે કાળે તે જ પ્રકારનું ત્યાં જ્ઞાનાવરણીય કર્મ બંધાણું, છતાં તે પરિણામનો કર્તા તે અજ્ઞાની નથી. અરે, આવી વાતું હવે. સમજાણું કાંઇ?
અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે,” તને ભાસ થાય છે કે તારા પરિણામ કર અને પુગલના પરિણામ પણ કર, એ તારો વ્યવહાર અજ્ઞાનીનો છે એ ખોટો છે. આહાહા ! એ આવી ગયું'તું થોડું એટલે, હવે આમાં “ક્રિયા” શબ્દ ચોખ્ખો આવશે. “ક્રિયા”, હવે આ વ્યવહારને દૂષણ કહે છે. ૮૫ છે ને?
છે જીવ વિભાવ-પરિણામથી શૂન્ય છે, કયારે?-કે ત્રણેકાળ ને ત્રણેલોકમાં. અરે ! જે અનંત કાળમાં ત્રસપણે પણ પામ્યો નથી ને ભવિષ્યમાં પણ ત્રયપણું પામશે નહીં એવા નિગોદનો જીવ પણ વિભાવના પરિણામથી શૂન્ય સ્વભાવે છે. પર્યાયમાં ભલે ગમે તે પ્રકાર હો પણ જે શુદ્ધ જીવ છે એ તો આવો જ છે. ત્રણેકાળ ને ત્રણેલોકમાં જે જીવ છે તે આવો જ છે, એટલે કે વિભાવ-પરિણામથી શૂન્ય શુદ્ધ જીવ છે. વર્તમાનકાળે શુદ્ધ કે ભવિષ્યમાં થશે ત્યારે શુદ્ધ છે એમ નહીં પણ ત્રણે કાળે ભગવાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છે. ભલે પછી પાંચમો કે છઠ્ઠો આરો હો ને ભલે પછી કસાઈ થઈને ગાયોને કાપતો હોય પણ અંદર જે આત્મા છે તે આવો ભગવત્ સ્વરૂપ શુદ્ધ છે. પર્યાયમાં ગમે તેવા પરિણામ થયા પણ ભગવાન છે તે તેમાં આવતો જ નથી. કઈ દેષ્ટિએ?–પર્યાયદેષ્ટિએ નહીં હો ! શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ ત્રિકાળ આનંદકંદ પ્રભુ શુદ્ધ છે અને તે જ ભૂતાર્થ છે.
(આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૧૯ પાના નં. ૫)