________________
ગાથા-૮૪
૩૦૯ જ્ઞાનીનો વ્યવહાર તો પોતાના પરિણામને કરે એ વ્યવહાર છે. એ અત્યારે અહીં એ કામ નથી. અહીં તો કહે છે કે કર્મના પરિણામ કર્મથી થયા કર્તાભોક્તાપણે અને ભાવ્યભોક્તાપણે, અને એમાં આત્માના રાગદ્વેષનું ફક્ત નિમિત્ત હતું તેથી ગણીને અજ્ઞાનીઓ આને કર્યું એમ કહેવામાં આવે છે, આંહી સિદ્ધાંત તો આ છે.
જ્ઞાનાવરણી, દર્શનાવરણી, છ કારણે જ્ઞાનાવરણી બંધાય છે ને? છ પ્રકાર છે ને? એ છે પ્રકારના પરિણામનો કર્તા તો જીવ છે. હવે એ છ પ્રકારના પરિણામ આવે કર્યા માટે જ્ઞાનાવરણી બંધાણું એ ભ્રમ છે. આવે એવું, છ કારણે જ્ઞાનાવરણી બંધાય, છ કારણે દર્શનાવરણી બંધાય, નથી આવતું? હું! શાસ્ત્ર ભાષા બોલે છે, પણ એ તો એને સમજાવે છે કે નિમિત્ત કોણ હતું ત્યાં. આહાહાહા! (શ્રોતા- એ તો ચોખ્ખી વાત કરી પરિણામથી જ્ઞાનાવરણી કર્મ બંધાતા નથી) પરિણામને કરતો જ નથી. જ્ઞાનાવરણી પરિણામ આત્માની હીણી દશાને કરતો જ નથી. (શ્રોતા:- તો એ ખોટા પરિણામ બંધાતા જ નથી) નહિ એ વાત જ ખોટી છે એમ કહે છે. ખોટા પરિણામ કરે ને એ વખતે જો ત્યાં એ પરમાણું બંધાય તો એ ખોટા પરિણામને કારણે નહિ અને શુભ પરિણામ કર્યા માટે ત્યાં શાતાવેદનીય બંધાણી એમ નહીં. શાતાવેદનીયના પરમાણુંનો તે સમયમાં તે પર્યાયે પરિણમવાનો કાળ હતો, ત્યારે આના રાગની મંદતા નિમિત્ત કહી, પણ નિમિત્તથી આ શાતાવેદનીય બંધાણું એ મત ભ્રમ છે. અજ્ઞાનીનો વ્યવહાર ભ્રમ છે. હવે આમાં શું કરવું? ધંધા કરવા કે નહીં આમાં? આહાહાહાહા !
આ આંગળી છે જુઓ, એની આ પર્યાય થાય છે ને એ પર્યાય પ્રાપ્ય છે, કર્મ છે, કાર્ય છે કોનું? એના પરમાણુંનું, પરમાણું પરિણામી તેની તે પર્યાય છે. પણ તેમાં આત્માની ઈચ્છા આંગળી આમ હુલાવું, એવી ઈચ્છાનું નિમિત્ત દેખીને અજ્ઞાનીઓ એમ કહે છે કે આત્માએ આ આંગળીને આમ હલાવી. સમજાણું કાંઈ? આહાહા! ભારે ગાથા-૮૪ના અવતાર મુકાવી દે એવી ગાથા છે. આહાહા !
બાઈયું બહુ હોશિયાર હોય ને તો વડીઓ બહુ સારી કરે. ખબર નથી? વડીવાડી. પાપડ કરે, ખાટલામાં ઓલું નાખે ને લાંબુ પાટીયું, હોંશિયાર હોય તો સેવ સારી કરે, પાપડ સારા કરે, ને વડી સારી કરે, પુડલા સારા કરે, હાથ સારો હોય ને ? એ વાત તદ્દન અજ્ઞાન છે એમ કહે છે. અમે એક ફેરી વણોદ ગયા'તા, વણોદ-વણોદ ઉમરાળાથી છે ને. છે. હવે વાંઢા રોટલી કરે ને? ઉમરાળાથી વણોદ છે ને ત્યાં જઈએ તો વાંઢા રોટલી આમ સરખી નહિ વેલણું ફેરવતા આમ આવડે નહિ ને માટે એમ થઈ હશે? પણ બહારથી તો એમ કહેવાયને, આમ રોટલી ગોળ ચક્કર સરખી થવી જોઈએ ને? વેલણે આમ સરખું ફરવું જોઈએ ને? એને ઠેકાણે ઓલો વાંઢો માણસ હતો એટલે આમ જરી આડી અવળી રોટલીના ખૂણા થયા પણ તે જ વખતે તે રોટલીની પર્યાય તે જ રીતે પરિણામપણે થવાની હતી, એને વેલણુંએ કરી અને વેલણું ફેરવતા ન આવડયું માટે થઈ એ વાત ખોટી છે. આહાહા ! આવી વાતું. આ તો બધા દાખલા છે. કૂંચી તો આ. પરદ્રવ્યના પરિણામના કાળે પરિણામી તે દ્રવ્ય છે કર્તા ભોક્તા, તે તો નિમિત્ત અનુકૂળ દેખીને તેનાથી આ કર્તા ભોક્તા કહેવો તેનો કરનારો એ મિથ્યાભ્રમ અજ્ઞાન છે તેના જ્ઞાનમાં મોટી વિપરીતતા છે.