________________
૩૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ સંભળાય છે કે નહિ આ?
આ તમારો ઓલો ન્યાં રહી ગયો રખડવા, ન્યાલચંદ ન્યાં રખડે છે. આંહી સાંભળે પંદર દિ' તો ખબર પડે આ બધું શું છે ઈ. સાંભળવા મળતું નથી એને. આહાહા ! અરે ભગવાન ! અહીંયા તો પદાર્થની સ્વતંત્રતા જે રીતે સ્વયં સિદ્ધ છે, તે રીતે એની વાત કરે છે. (શ્રોતાઃચાલતી ઘરધળુ ભાષામાં આપ વાત કરો છો ) ચાલતી ભાષામાં તો કહ્યું. આહાહા ! દાખલાય ભગવાન આપે છે ને તમારા સાટુ તો દાખલો ઘરે થાય એવો દાખલો. આહા !
ભગવાન તારી બલીહારી છે પ્રભુ! એ ઊંધો પડે તોય તારી પર્યાયમાં અને સવળો પડે તોય તારી પર્યાયમાં, પરને લઈને કાંઈ છે નહિ અને પરના પરમાણું પલટે ને વિનાશ થઈ જાય કે વ્યય થઈ જાય કે ઉત્પન્ન થાય તેમાં તારો અધિકાર કાંઈ નથી. આહાહાહા ! આવી વાતું છે ભાઈ. આ તો ચાર પૈસે શેર તો મણના અઢી રૂપીયા એ ગૂંચી છે. પછી એના દાખલા ગમે તેટલા કરો. ૩પ શેરના ૩પ આના, સાડા ત્રણ શેરના સાડા ત્રણ આના, એમ સિદ્ધાંત આ છે, આ તો દાખલા બધા કહો, વજુભાઈ ! શું કર્યું આ બધું અત્યાર સુધી. ન્યાં કર્યું'તું શું કહેવાય વાંકાનેરમાં ઓલા મકાન બનાવ્યા'તા ને આ બધું. કાગળ બનાવ્યા તા’ નકશા બનાવ્યા'તા નકશો બનાવ્યો આવો, આમ કરો ને આમ માથે શિખરને હેઠે આમ. આહાહાહા! એ નકશાના પરિણામનો પરિણામી પરમાણુંઓ છે. એ નકશાના પરિણામને જીવે કર્યા એમ કહેવું એ મિથ્યા નિમિત્ત દેખીને મિથ્યાષ્ટિ એમ માને છે. આહાહાહા. બહુ આકરું કામ ભાઈ હોં !
જ્ઞાનાવરણી કર્મને લઈને અહીંયા હીણી અવસ્થા થઈ. હીણી અવસ્થામાં એ નિમિત્ત છે એથી દેખીને તેણે હણી અવસ્થા કરી એ ત મિથ્યાભ્રમ છે. તેમ જ્ઞાનાવરણીની પર્યાય ખસી થોડી એટલે અહીં ક્ષયોપશમ થયો એ પણ વાત જૂઠી છે, જ્ઞાનાવરણીની પર્યાયનું ખસવું જરી ઉઘાડ થવો એ એના પર્યાયનું પ્રાપ્ય કાર્ય એનું છે અને અહીં જે ઉઘાડ થયો તે પ્રાપ્યનું કામ આત્માનું છે. છતાંય એ ઉઘાડ જ્ઞાનાવરણી ખસ્યુ માટે અહીં ઉઘાડ થયો, એમ જે માનવું તે મિથ્યાભ્રમ છે. આ તો દાખલા હોં. આહાહાહા !
જૈનમાં કર્મનું લાકડું બહુ મોટું છે. અંતરાય કર્મ અંતરાય પાડે, મોહનીય કર્મ આત્માને ભૂલાવે, શાતા વેદનીય આત્માને અનુકૂળ સાધન આપે, એય ખોટી વાત છે. અનુકૂળ આવવા સાધન એ પરમાણુંની પર્યાય એનું એ કાર્ય છે. શાતાવેદનીય તો તેમાં નિમિત્ત છે, નિમિત્ત દેખીને એમ કહેવું કે શાતા વેદનીયને લઈને આ શરીરમાં શાતા થઈ કે અનુકૂળ સાધન મળ્યા, એ બધો વ્યવહાર ભ્રમ છે. કહો, પવનભાઈ સમજાય છે આમાં? ન્યાં ઉદયપુરમાં આવું કયાંય ન મળે. આહાહાહા! ઘાસીલાલજી! આહાહા! બહુ સરસ વાત છે. આહાહા !
તે ભેદજ્ઞાનની યથાર્થતા, વાસ્તવિકતા. “પુદ્ગલકર્મનાં વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની નિકટતા, નજીક, અનુકૂળતા તેનાથી ઉપજેલી પોતાની સુખ દુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો ભોગવતો એવો જીવ, એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને પુદ્ગલકર્મનાં ફળના વિપાકને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસાર છે, અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. (શ્રોતા – અજ્ઞાનીનો વ્યવહાર છે તો જ્ઞાનીનો શું વ્યવહાર છે) એ અહીં કયાં પ્રશ્ન છે.