________________
ગાથા-૮૫
૩૧૫
હવે આવું બધું લાંબુ સાંભળવાની નવરાશ ક્યાં, બાપુ મારગ તો આવો છે ભાઈ. એટલે, કે જીવ પોતે જે વિકારી પરિણામ ( રૂપે ) થાય છે, એ પરિણામનો પુદ્ગલ કર્તા નથી. પુદ્ગલના પરિણામ એનો કર્તા નથી. એથી એમ ઠરાવવું છે કે એ પરિણામનો કર્તા જીવ છે. સમજાણું કાંઇ ? એ અભેદથી કથન કહ્યું છે, વિકારી પરિણામનો કર્તા પણ જીવ છે એમ અહીં સિદ્ધ કરે છે. મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામ થાય તે જીવના પરિણામ છે અને એ પરિણતિ પરિણામ છે તે પરિણામથી ભિન્ન નથી, શું કીધું ? રાગદ્વેષના પરિણામ થાય એ ક્રિયા છે, એ ક્રિયા એના પરિણામથી ભિન્ન નથી, એ પરિણામથી ભિન્ન નથી માટે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામ પરિણામીથી ભિન્ન નથી, એટલે કે બીજાના એ પરિણામ છે એમ નથી. સમજાણું કાંઇ? આહાહાહા!
એ પરિણામ રાગદ્વેષના જીવ પરિણામી છે તેનાં છે, એમ અભિન્નથી કથન છે. પહેલું તો આપણે આવી ગયું છ કારકમાં તો કે પરિણામ વિકારી છે, તે ૬૨ મી ગાથામાં આવ્યું'તું પંચાસ્તિકાય,વિકારી પરિણામનો કર્તા; પરિણામ, વિકા૨ી પરિણામ તેનું કાર્ય, વિકારી પરિણામ તેનું સાધન એટલે કરણ, એને માટે કર્યું છે, પરિણામને માટે પરિણામ કર્યું છે, પરિણામથી પરિણામ થયું છે, પરિણામના આધારે પરિણામ થયું છે, એ પર્યાયના ષટ્કા૨ક સ્વતંત્ર છે, જેને દ્રવ્યગુણની અપેક્ષા નથી ને નિમિત્તની પણ અપેક્ષા નથી. આહાહા..... !
પણ અહીંયા, ૫૨દ્રવ્યના પરિણામ ૫૨દ્રવ્યથી થાય છે અને તેના પરિણામ તેનાથી થાય છે. સમજાણું કાંઇ? એમ બતાવવા માટે પરિણામ પરિણામીથી ભિન્ન નથી એમ. સમજાય છે કાંઇ ? વિકારી પરિણામ તે પરિણતિની ક્રિયા તે પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ પરિણામીથી ભિન્ન નથી. આવું છે, સમજાય છે કે નહિ ?
પરિણામ પણ, ભારે કેટલી ચોખ્ખી (વાત ) કરી છે. આહોહો ! જગતમાં જે ક્રિયા છે, જગતમાં જેટલા પદાર્થની પર્યાય છે, એ પર્યાય તે ક્રિયા, એ ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી. એ ક્રિયા એ પર્યાયથી ભિન્ન નથી. અને તે પરિણામ પણ પરિણામીથી દ્રવ્યથી ભિન્ન નથી. સમજાણું કાંઈ ? એક બાજુ એમ કહેવું કે પરિણામ પરિણામનો કર્તા, પરિણામનો કર્તા દ્રવ્ય નહિ, એ ભિન્ન પર્યાયની કથનથી શૈલી છે અને આ અભિન્ન પરિણામ એનું છે એમ કહીને તે પરિણામનો કર્તા દ્રવ્ય છે એમ સિદ્ધ કરવું છે. તે પરિણામનો કર્તા પ૨દ્રવ્ય અને આ ૫૨ પરિણામ નથી એટલું સિદ્ધ કરવા, આવું છે. ભલે અજ્ઞાની પરિણામને કરે, સમજાણું ? પણ છતાં તે ક્રિયા પરિણામના પરિણામસ્વરૂપ ક્રિયા તે પરિણામસ્વરૂપ છે એમ, એક વાત.
.!
હવે અજ્ઞાની કરે છે માટે તે પરિણામ પરિણામીથી જુદા નથી એમ. સમજાણું કાંઈ ? આવી વાત છે બાપુ, ઓહોહોહો ! માર્ગ તે માર્ગ પ્રભુનો કેટલો અંદર સ્વતંત્ર સ્વચ્છ છે. આહાહા.... แ “કા૨ણકે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે.” જોયું ? અહીં એ સિદ્ધ કરવું છે. પરિણામ અને પરિણામી, પર્યાય અને પરિણામી દ્રવ્ય બે અભિન્ન વસ્તુ છે. જુદી જુદી બે વસ્તુ નથી. એમ જેમ પુદ્ગલ ને પુદ્ગલ પરિણામ, જુદી વસ્તુ છે એમ પરિણામ અને પરિણામી એ અપેક્ષાએ જુદી વસ્તુ નથી. આહાહા..... ! ભારે આકરું કામ. જગતને સત્ય મળ્યું નથી-બચારા