________________
૩૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવી વાતું ઝીણી, ભાઈ બહુ. પરિણતિને અંદર વાળવી એમ કહેવું, જ્ઞાનની પર્યાય જે છે તેને અંતર જ્ઞાયકમાં વાળવી પણ એ વાળવાની જે પર્યાય છે એ સ્વતંત્ર કર્તા થઈને તે અંદર વળે છે, દ્રવ્ય એનો કર્તા થાય છે એમ નથી. પણ અહીંયા તો એ પરિણામ એના છે, એમ બતાવવા પરિણામ એ તરફ વળ્યું છે, એ પરિણામ પોતે પોતાના કર્તાપણાથી વળ્યું છે, છતાં તે પરિણામ દ્રવ્યનું છે એમ બતાવવા તે પરિણામ દ્રવ્યથી અભિન્ન છે. જેમ અહીંયા વિકારને લીધે તેમ ત્યાં અવિકારને લેવું, અહીં તો વિકારીની વાત છે આ.
અનેકદ્રવ્યસ્વરૂપનું જોયું? અનેકદ્રવ્યસ્વરૂપ, પેલા પરિણામને દ્રવ્યસ્વરૂપ એનું પુદ્ગલનાં પરિણામ છે માટે પુગલ અને જીવના પરિણામ છે માટે જીવ, એ બેને અનેકદ્રવ્યસ્વરૂપ એમ કીધું; અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો, અનેકદ્રવ્યસ્વરૂપ પરિણામને એક દ્રવ્ય આત્મા અનુભવતો થકો, મિથ્યાષ્ટિપણાને લીધે “જિણાવમર્દ છે ને છેલ્લું? જિનની આજ્ઞાથી બહાર છે. સર્વશની આજ્ઞાથી બહાર મિથ્યાષ્ટિ છે. એમાં છે ને. ચેતનજી ! એમાં છે ને બાપા જુઓને. આહાહાહા ! આવી વાત બાપા કોઇ વાર સાંભળવા મળે એવું છે. આહાહા !
તારી સ્વતંત્રતા પ્રભુ, અજ્ઞાન પણ કરે એ તારી સ્વતંત્રતા, એમ કહે છે. એ કર્મને લઈને વિકાર થયા એમ નહિ અને કર્મની પર્યાય થઈ એ તારે લઈને નહિ. ભાષા તો ઘણી સાદી, ટીકા ઘણી સાદી અને એકલો મર્મ ભર્યો છે. (શ્રોતા:- મર્મ ખોલવો પડે ને ) છે જ એમ આંહી તો, છે ઈ વાત. શબ્દ તો બોલે છે કે નહિ, જુઓને? શબ્દ તો શબ્દ છે કાંઇ શબ્દ એનો અર્થ એ કાંઈ ન કરી શકે. આહાહા! ૮૪ ને આ ૮૫-આહાહાહા !
ઘડાની પર્યાયને કુંભાર કરે અને કુંભાર પોતાના રાગની ઇચ્છાને કરે બે ક્રિયા કેમ કરી શકે કહે છે. તો અનેકદ્રવ્યનું એકરૂપે પરિણમન થવાનો અનુભવ થયો એમ થયું એ તો. અરે ! ભગવાન ! કહો આ રોટલીને આત્મા કરે અને આત્મા એ રોટલી આમ થાય એવી ઇચ્છાને કરેબેયને કરે, તો અનેકદ્રવ્યસ્વરૂપ બેયનો એક અનુભવ થયો. ભિન્ન રહ્યા નહિ. બહુ સારી ગાથા. “ક્રિયા” શબ્દ આંહી ચોખ્ખો આવ્યો બહુ ભાઈ ! બીજે આવે છે કયાંક પણ મગજમાં નથી પણ ઓલામાંથી કાઢયું'તું જરી પુદ્ગલ પરિણામસ્વરૂપ ક્રિયા. આહાહા...!
ભાવાર્થ- “બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે.” સાદી ભાષા લીધી. પુદ્ગલના પરિણામની ક્રિયા અને જીવના પરિણામની ક્રિયા ભિન્ન જ છે. આહાહાહા ! “જડની ક્રિયા” પરમાણુની કર્મની પર્યાયની ક્રિયા ચેતન કરતું નથી, કર્મબંધનનું કર્મરૂપે પરિણામ થવું તે પરિણમનને ચેતન કરતું નથી. “ચેતનની ક્રિયા જડ કરતું નથી.” રાગ અને પુણ્ય-દયા, દાનના વિકલ્પો જે છે, ભગવાનની સ્તુતિ આદિનો રાગ, તે રાગની ક્રિયાને જડ કરતું નથી. એ કર્મ એને કરતું નથી. કર્મનો ઉદય આવ્યો માટે અહીં રાગ થયો એમ નથી. આહાહા.... સમજાણું કાંઇ?
જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને. જે કોઈ આત્મા, એક દ્રવ્યને પોતાની પર્યાય અને પરની પર્યાય બે ક્રિયા કરતું માને “તે મિથ્યાષ્ટિ છે.” તે જૈન નથી. આવું સ્પષ્ટીકરણ છે. દિગંબર સંતો સિવાય આ વાત કયાંય નથી. જેણે સમય સમયનાં પરિણામ એનો કર્તા પોતે દ્રવ્ય અભિન્નથી કથન છે. બાકી પરિણામ પરિણામનો કર્તા એ ભિન્ન છે. આવું અનેકાંતપણું દ્રવ્યનું સ્વરૂપ છે, તેવું ભગવાને વર્ણવ્યું અને સંતોએ કહ્યું, જાહેર કર્યું જગતને. આહાહા !