________________
૩૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભાવાર્થ-પુદ્ગલકર્મને પરમાર્થે અહીં લીધું. “ખરેખર પુદ્ગલદ્રવ્ય જ કરે છે” જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, મોહનીય નામ અહીંયા પરિણામ તીર્થંકર ગોત્રના થયા પુણ્ય, શુભભાવ માટે ત્યાં તીર્થકરગોત્ર પર્યાય બંધાણી એમ નથી એમ કહે છે. આહાહાહાહા ! એ વખતે તે પરમાણુંની પર્યાય તીર્થંકર પ્રકૃત્તિની પર્યાયપણે પરમાણુંનો પરિણમવાનો કાળ હતો તેથી પરિણમ્યો એને જ્ઞાનીના શુભરાગ નિમિત્ત કહેવાય, પણ તેથી તે શુભરાગને લઈને તીર્થકર પ્રકૃત્તિ બંધાણી એ વાત ખોટી છે. આખી દુનિયાથી બધો ફેરફાર લાગે આમ નહીં, ચક્કર આખું ચક્કર ફેર છે. આહા! જુદી જાત છે બાપુ, તત્ત્વ બહુ ઝીણું છે ભાઈ. આહાહાહા!
એ તત્ત્વોને તત્ત્વની સ્થિતિથી જેમ છે તેમ જાણવું એ બહુ મહા પુરુષાર્થ છે. આહાહાહા ! પછી દયા, દાન ને વ્રતના પરિણામ થવા એ તો વળી જુદી વાત છે. પણ આ હજી એનું યથાર્થ જ્ઞાન થવું પહેલે મોકે એ વિના આગળ હાલી શકશે નહીં એ વાતનું યથાર્થ જ્ઞાન પહેલું કરવું પડશે. આહાહા ! આહાહા !
- “જીવ તો પુદ્ગલકર્મના ઉત્પત્તિને નિમિત્ત અનુકૂળ પોતાના રાગાદિ પરિણામોને કરે છે” બસ પણ એ પુદ્ગલનાં પરિણામ કરતો નથી. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે આમ વ્યય થાય જીવ તો પુગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિકને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્ત નૈમિત્તિક ભાવ દેખી, દેખો નિમિત્તનૈમિતિક ભાવ દેખી, મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ આવે છે. આ નિમિત્ત ભાવ દેખીને, દેખીને ઘણે ઠેકાણે આવે છે, પાનાય લખ્યા છે ત્યાં. અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે, અનાદિકાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે. પણ એ બધો ખોટો છે. એ વિશેષ કહેશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૭૩ ગાથા-૮૪
તા. ૧૯/૦૧/૭૯ શુક્રવાર પોષ વદ-૬ ૮૪ નો છેલ્લો પેરેગ્રાફ છે ને? “પરમાર્થે જીવ પુદગલની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોવા છતાં” જીવની પરિણતિ અને પુદ્ગલની પરિણતિ તદ્ન ભિન્ન ભિન્ન છે, પ્રવૃત્તિ કીધી છે ને? જીવ અને પુદગલની પ્રવૃત્તિ એટલે પરિણતિ એટલે પર્યાય ભિન્ન ભિન્ન હોવા છતાં “જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય” પુગલની પરિણતિ અને જીવની પરિણતિ ભેદજ્ઞાન વિના એક જેવી દેખાય. ઝીણી વાત છે બહુ. આહાહા!
અજ્ઞાનીને જીવ પુદ્ગલનું ભેદજ્ઞાન નહિં હોવાથી” પુદ્ગલના પરિણામ ને જીવના પરિણામ ભિન્ન છે તેવું ભેદજ્ઞાન નહિ હોવાથી, “ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે” એટલે જાણે કે પુદ્ગલના પરિણામ મેં કર્યા અને મારા પરિણામ એણે કર્યા, એમ ભેદજ્ઞાનના અભાવથી બેની ક્રિયાનો કર્તા હું છું, પરનો અને મારો, એમ એ માને છે. તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે, જીવ પુદ્ગલની પર્યાયને કરે છે એમ સમજાણું કાંઇ? કર્મબંધનની પર્યાય થાય છે અને અહીં પરિણામ થયા, એ પરિણામ એનું કાર્ય. પણ એને લઈને માને કે કર્મ જે પુદ્ગલ છે એના પરિણામ એ પણ મેં કર્યા એમ એ કરે છે અને ભોગવે છે, એમ એ માને છે.