________________
૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ રહ્યો એમ ના પાડે છે. આહાહાહા ! કાંટો હતો તો અહીં બશેર ને દોઢશેર મુકાણું તો કાંટો આમ રહી ગયો એ અહીં ઓછું છે માટે રહી ગયો, એમ નથી કહે છે. આ તો બધું એને નિમિત્ત છે. અને ઉપાદાન તો ત્યાં તેને પોતાના કારણે ત્યાં થયું છે. આવી વાતું છે દુનિયાથી. (જુદી) આહાહાહા !
અહીંયા તો પુદ્ગલમાં પરમાણુંઓમાં તે સમયની તે પર્યાય કર્મરૂપે થવાનો, તે તેનો જન્મક્ષણ છે. તેથી તે પુદ્ગલનાં પરિણામને કર્મના પરિણામને કર્મ કરે છે અને તેના કર્મના ફળને કર્મ ભોગવે છે, પણ એમાં આત્માનું નિમિત્ત દેખીને આત્મા એને કરે છે ને ભોગવે છે એમ કહેવું એ તન જૂઠું છે. આહાહાહા !
કર્મ આત્મા કરે છે એમ જેવો એને દયાનો ભાવ કર્યો, રાગ, તેના પ્રમાણમાં ત્યાં શાતા બંધાણી માટે શાતા બંધાણીના પરિણામનું પરિણામ કર્મનું ને પરિણામી કર્મ એને એ રાગ થયો તે નિમિત્ત છે માટે તેનો કર્તા છે, શતાવેદનીયના પરિણામનો બાંધવાનો કર્તા રાગ છે, એમ જૂઠું છે. આહાહાહા!
હવે આમાં નવરાશ કયાંથી આ બધુ. એય ! નવરંગભાઈ ! પાણીનું ગળવું... ઈચ્છા થઈ, તેથી પાણીના ગળવાની ક્રિયા થઈ એ ના પાડે છે. અહીં એ પાણીના પરમાણુઓ તે વખતે તે રીતે ગળવાના પર્યાયપણે પરિણમવાના હતા તે પરિણામનું પરિણામી પાણીનાં પરમાણુ પરિણામી છે, પણ આની ઈચ્છા થઈ માટે આને પરિણમાવ્યું ઓલું નિમિત્ત દેખીને અજ્ઞાની કહે છે આને ઈચ્છા થઈ માટે આણે પાણીને ગળ્યું તે વાત જૂઠી છે. ભારે વાતું ભાઈ ! આવી વાતું તો કોઈ દિ' સાંભળવા ન મળી હોય તેવી છે. પાણી ગળી શકે નહિ, ગળણું આમ લાંબુ કરી શકે નહિ એમ કહે છે. બેડું હોય ને બેડું હાથને, શું કહેવાય ? ગળણું મુકે ને આમ ગળણું, જ્યારે પાણી નાખે ને ત્યારે બેડામાં ગળણું હોય ને આમ પહોળું, કહે છે એ ગરણે આમ થયું એ આત્માએ કર્યું નથી. ફક્ત તે ગળણાની પર્યાય તે વખતે તે રીતે આમ થવાની એનો કાળ હતો, એ થઈ છે એથી એ ગળણાના પરમાણુંઓનું એ પરિણમન છે, એને ઓલો ઈચ્છાવાળો કહે કે માટે લઈને આ પરિણમન થાય છે આ ગળણું ગણાય છે, મુકયું છે મેં. અરે! ભારે વાતું આકરી. કેટલાયે તો આ વાત પહેલી સાંભળીય નહિ હોય. આહાહાહા! આંહીયા તો અંદરમાં નાખ્યું. આહાહા !
કે પુગલકર્મ જેમ ઘડો માટીથી થયો તેમ પુદ્ગલકર્મની પર્યાય પુદ્ગલકર્મથી થઈ, તેના પરિણામને અનુકૂળ એવા અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત દેખીને અજ્ઞાની એમ કહે છે કે મારાંથી આ કર્મ થયું, એ અજ્ઞાનીનો જૂઠો મિથ્યાત્વનો વ્યવહાર છે. કહો, પુંજાભાઈ !( શ્રોતાઃ- પુદ્ગલ કર્મને કરે ને ભોગવે એ જુના કર્મની વાત છે કે નવા કર્મની) બધા એ જ કહે છે, એ પ્રશ્ન કયાં છે આંહી. નવા તો બાંધવાની વાત છે. નવા બાંધવાની વાત છે. ને જૂના ભોગવવાની વાત છે. ઈ પ્રશ્ન આંહીયા નથી કાંઈ. આંહી તો કર્મની પર્યાયનું થયું અને ભોગવવું ભાવ્ય ને ભાવક ને કર્તાકર્મ તે કર્મમાં છે. આત્મા તેને રાગદ્વેષનો નિમિત્તની અનુકૂળતા હોવાથી અજ્ઞાનીઓ એમ કહે છે કે એ આત્માએ કર્મ બાંધ્યું ને ભોગવ્યું. સમજાણું કાંઈ ? આહાહા !
રોટલી થવામાં અનુકૂળ વેલણે આમ થાય, એને નિમિત્ત છે રોટલી થવામાં, એટલે આ