________________
ગાથા-૮૪
૩૦૫
જ્ઞાનાવ૨ણી, દર્શનાવરણી, અંતરાયના હીણાપણાનું ઉત્કૃષ્ટપણું અહીં પરિણમન થવું અને મોહનીયનું પરિણમવું અહીં વિપરીતતાની એવું નિમિત્ત હોવાથી, આ અજ્ઞાનીઓ એમ કહે છે કે એ તો પુદ્ગલ પોતાના પરિણામને પરિણામી થઈને કરે છે, અને પુદ્ગલ પોતાના પરિણામને ભાવ્ય થઈને ભાવક થઈને ભોગવે છે, પણ આનું નિમિત્ત છે એટલે અજ્ઞાનીઓ એ દેખીને એ આત્માએ આ કર્યું ને આત્માએ આ ભોગવ્યું. આરે કામની આવું બધું યાદ શી રીતે, રતિભાઈ ! આ તમારા સંચા-બંચાની વાત તો કયાંય આઘી રહી ગઈ.
આંહી તો નિમિત્ત-નિમિત્ત છે, નજીકમાં છે, કાળ એક છે, સમજાણું કાંઈ ? ( શ્રોતાઃરાગદ્વેષ કરે તો ઉદય કહેવાય રાગદ્વેષ ન કરે તો નિર્જરા કહેવાય) એ કયાં પ્રશ્ન છે અહીંયા ? રાગદ્વેષના પરિણામ કર્તા કોણ અને ભોક્તા કોણ એટલી વાત છે અહીંયા, અને ઉદયનું ખરવું અને ઝરવું એના કા૨ણે છે. અહીં રાગદ્વેષ ન થયો ન કર્યો માટે ઉદયનું ઝરવું થયું છે એમેય નથી, (ઉદયનું ખરવું) એને પોતાને કા૨ણે. આહાહા... ઝીણી વાત બહુ ભાઈ. આહાહા! ન્યાયથી પકડાય એવું છે. જરીક ખ્યાલ રાખે તો પણ, એને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે. જ્ઞાનાવરણીના વિપાકનું ફળ તે જ્ઞાનાવરણીના ૫૨માણું ભોગવે છે. આહાહાહા...! મોહનીયના કર્મનું ફળ તે મોહનીય કર્મ ભોગવે છે અનુભાગ. આહાહાહા !
આવું હોવા છતાં પણ, એમ છે ને ? તો પણ, તો પણ કેમ લીધું ? કે આ રીતે કરે છે એમાં બહા૨માં હવે આવું ત્યાં અંદ૨માં છે કર્મમાં છતાં બહારમાં હવે આત્મા છે? વ્યાપ્યવ્યાપકભાવથી અજ્ઞાનને લીધે લ્યો. અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના અનુકૂળ ને નિમિત્તરૂપ અનુકૂળ એવા પોતાના રાગદ્વેષ આદિ પરિણામને કરતો, કર્મના કાળે કર્મના પરિણામનો પરિણામી કર્મ કર્તા ભોક્તા છે, એ કાળે તે જીવ અહીં બાહ્યમાં એટલે કર્મની દશાથી ને કર્મથી બહારમાં આત્મા પોતાના અજ્ઞાનભાવે રાગને કરતો, છે ? પોતાના રાગાદિકને કરતો અને તેના ફળને ઉત્પન્ન થયેલી વિષયોની નિકટતા, તેનાથી ઉપજેલી આ સામગ્રીનું નિમિત્તપણું નાખ્યું. વિષયોની નિકટતા, એને મળ્યું છે નિમિત્તથી, સંયોગ. એની નિકટતા એનાથી ઉપજેલી સુખદુઃખરૂપ પરિણતિ પોતાની પોતાને કારણે, શાતા-અશાતાના સંયોગો લઈને મળ્યું પણ પોતે તેના લક્ષમાં કરીને પોતે સુખદુઃખના પરિણામપણે પરિણમે છે. એ શાતાઅશાતા એ પરિણમાવતું નથી તેમ એ શાતા-અશાતા સંયોગ જે નિમિત્ત થયા તે તેને આંહી સુખદુઃખ કરાવતું નથી. આહા !
“પુદ્ગલકર્મના પાકથી ઉત્પન્ન થયેલી, વિષયોની નિકટતા તેનાથી ઉપજેલી પરિણતિને” પુદ્ગલકર્મનાં વિપાકથી થયેલી સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે. આહાહા ! અહીં તો ફક્ત તેની સુખ દુઃખની પરિણતિને પોતે ભોગવે છે અને પોતે સુખદુઃખના પરિણામને કરે છે, છતાંય એ જીવ પુદ્ગલકર્મને કરે છે, કેમકે જેટલો જેવો અહીંયા ભાવ થયો તેટલા તેટલા પ્રમાણમાં કર્મ થયું. સમજાણું કાંઈ ? ત્રાજવામાં બશેરી પડે અને આંહી બશેર માલ હોય તો સરખો થાય પણ અહીં બશે૨ માલ હોય અને દોઢ શેરી હોય તો કાંટો સરખો ન થાય માટે માલ ઓછો પડયો માટે કાંટો આમ ઊંચો