________________
ગાથા-૮૪
૩૦૩ કર્તા જ્ઞાન અથવા આત્મા છે. જ્ઞાનની હિણપણે પરિણમનનો વ્યાપ્ય, પરિણામનું પરિણામી આત્મા છે, એને ઓલું જ્ઞાનાવરણીનું નિમિત્ત છે એથી અજ્ઞાની એમ કહે છે કે એને લઈને આ હીણી દશા થઈ. સમજાણું કાંઈ આમાં?
જ્ઞાનાવરણી કર્મ છે એ પુદગલની પર્યાય છે, હવે એ પુદગલની પર્યાયનું વ્યાપ્ય તે પુદ્ગલ છે, એમાં ફક્ત આંહીના હીણા પરિણામ ફક્ત નિમિત્ત છે. પણ છતાં તે પુગલનાં પરિણામ પોતાનું વ્યાપ્યવ્યાપક કરે છે તે એ કર્મ જ્ઞાનની પર્યાયને પણ નિમિત્ત છે એટલે હીણી કરે છે, એ વાત ખોટી છે. તેમ જ્ઞાનની પર્યાય હીણી કરે છે જીવ, માટે તે કર્મની પર્યાય જ્ઞાનવરણીની પર્યાયને કરે છે, એમ છે નહિ. મોટો આ કર્મનો આ મોટો જૈનમાં અત્યારે ઝઘડો. આહા!
તેવી રીતે અંદરમાં એટલે આત્મા આંહી પુગલ લેવો અંદરમાં, અંદરમાં કર્મ પુદ્ગલ વ્યાપ્યવ્યાપક પુદ્ગલકર્મને કરે છે, એટલે પુદ્ગલકર્મ વ્યાપક એટલે પરિણામી અને કર્મની પર્યાય તેનું વ્યાપ્ય નામ કાર્ય એને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય તેને ભોગવે છે. ભાવક જે પુગલ છે તેનો અનુભાગ જે ઉદય આવ્યો એના ભાવ્યને તે ભાવથી તે પુદ્ગલ ભોગવે છે. આહાહાહા ! પુગલનાં વ્યાપ્યવ્યાપકના પુગલના પરિણામનું વ્યાપ્ય પરિણામ અને આ પુગલ તેનું પરિણામી, તે પરિણામી તેના પરિણામને કરે અને એ પરિણામી પોતે ભોગવનાર પોતાના પર્યાયનો ઉદય થયો હીણા અધિક ભાગ એને ભોગવે, પણ આત્માની હણી દશાને કરે અને ભોગવે નહિ અને આત્માની હણી દશા થઈ તે આના જ્ઞાનાવરણીને ઉદયને કરે ને ભોગવે નહિ. આહા!
૮૪માં પ્રશ્ન થયો'તો તમારે વિરજીભાઈનો રાણપર-રાણપર-૮૪ની સાલમાં વિરજીભાઈ આવ્યા'તા. અહીં પ્રશ્ન કર્યો'તો કે આ નિગોદના જીવમાં જ્ઞાનાવરણી આદિ સ્થિતિ રસ ને પ્રકૃત્તિ, પ્રદેશ છે અને આત્મામાં શું? કીધું આત્માને તેની પોતાની યોગ્યતા પ્રમાણે તે પ્રકારનું પરિણમન તેને પોતાને લઈને છે અને કર્મમાં જે તીવ્રતા અને સ્થિતિ રસ છે એ કર્મને લઈને છે, બેયનું જુદે જુદું છે. એને કર્મની ઘણી બહોળતા અને રસ ને સ્થિતિ છે માટે અહીંયા હીણી દશા આની છે એમ નથી. ૮૪ની વાત છે. કેટલા વરસ થયા કહો, એકાવન વરસ થયા. ચોમાસામાં ત્યાં આવ્યા'તા રાણપુર આવ્યા'તા, કહે આમાં કેમ? નિગોદના જીવની બધી હીણી અવસ્થા, કારણકે બધા ગુણોની, તેમાં કાંઈક કર્મનું ખરું કે નહીં ? કીધું ના. કર્મના પ્રકૃત્તિ પ્રદેશ સ્થિતિ ભાગ એના પરિણામમાં તેનામાં અને આની હીણી દશાના પરિણામ પરિણામીના પોતાના, પોતાનામાં, પરને લઈને આમાં કાંઈ નથી. કહો, દેવીલાલજી!
પણ કર્મને લઈને આંહી હીણી દશા થઈ ને અંદર નિગોદમાં શેની થઈ ? આહા...કહ્યું'તું ને કોઈ વખતે કમ્પો બળીયો કોઈ વખતે જીવો બળીયો, એ કમ્પો બળીયો એટલે વિકારની પર્યાયનું બળ પોતાને કારણે છે, એ કર્મ તો નિમિત્ત માત્ર છે. નિમિત્તને આંહીની અવસ્થાને બેયને એકબીજાનો અભાવ છે ને એકબીજાને અડતા નથી. આહાહાહા !
નિગોદના જીવને પણ પર્યાયમાં જે હીણાપણું વિપરીતપણું જ્ઞાનદર્શનઆદિનું હીણાપણું, વિર્યઆદિનું, શ્રદ્ધાઆદિનું વિપરીતપણું. સમજાણું કાંઈ? આહાહાહા! તે તેના પોતાના જ યોગ્યતાના પરિણામનું વ્યાપ્ય ને વ્યાપક તેનો જીવ છે. એ કર્મ ત્યાં એના સ્થિતિ અનુભાગ