________________
ગાથા-૮૪
૩૦૧ જાણવું એ જરી બહુ પુરુષાર્થ માગે છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
ભાવ્યભાવકભાવથી માટી એટલે? પહેલાં કહ્યું'તું કે વ્યાપક પરિણામી અને વ્યાપ્ય પરિણામ માટી ઘડો, એમ આંહી ભાવ્ય માટીની અવસ્થા તે ભાવ્ય અને ભાવક માટી, તે એવા ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. જડ જડને ભોગવે છે, એની પર્યાય છે ને? એનો વ્યય એનાથી થાય છે ને? તો પણ, આમ હોવા છતાં પણ, બાહ્યમાં એટલે બહારમાં હવે કુંભાર, બહારમાં હવે કુંભાર, બહારમાં આવે અને બહારમાં વ્યાપ્યવ્યાપક એમ નહિ, ઘડાને બહારમાં વ્યાપ્યવ્યાપક એમ નહિ બહારમાં વ્યાપ્યવ્યાપક કુંભાર, અંદરમાં તો માટી વ્યાપ્યવ્યાપક થઈને પોતાના ઘડા રૂપી કાર્યને કરે અને ભાવ્યભાવક થઈને પોતાના ભાવને ભોગવે.
“હવે બહારમાં કુંભાર પોતાના વ્યાપ્યવ્યાપક ભાવને કરે” વ્યાપ્ય એટલે કાર્ય પરિણામ વ્યાપક એટલે દ્રવ્ય પરિણામી, એવા ભાવથી ઘડાના સંભવને અનુકૂળ, ઘડાના ઉત્પત્તિને ફક્ત નિમિત્ત, છે ને? અનુકૂળ ઉત્પત્તિ એવા ઈચ્છા ને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના વ્યાપારને કરતો. આંહી હસ્તાદિકની ક્રિયા કરે છે એ સિદ્ધ નથી કરવું, અહીંથી ભિન્ન પોતે કરે છે એટલું સિદ્ધ કરવું છે. બાકી હસ્તાદિકની ક્રિયા પણ એ કરી શકતો નથી, પણ આનાથી ભિન્ન ઈચ્છા ને હસ્તાદિકની ક્રિયા આની છે ને આની નથી એમ બતાવવું છે. સમજાણું કાંઈ? ઓહોહો !
વ્યાપ્યવ્યાપક ભાવથી કુંભાર ઘડાને અનુકૂળ સંભવ એવી ઈચ્છા ને હાથની ક્રિયા પોતાના વ્યાપારને કરતો, કુંભાર તો ઈચ્છા અને હાથના પોતાના, આંહી તો પરથી ભિન્ન એ પોતે કરે છે એટલું બતાવવું છે, બાકી હાથનો વ્યાપાર એ કરી શકતો નથી એ અત્યારે કામ નથી, આંહી તો અહીંયા ઘડાને અનુકૂળ એની ઈચ્છા અને રાગ છે, તો એ ઘડાને કરતો નથી પણ એના પરિણામ પોતાના જે છે ઈચ્છાના અને હાથના એને એ કરે છે, એમ બતાવવું છે. એમાંથી કોઈ એમ કાઢે કે જુઓ કુંભાર હાથને કરી શકે છે એ પ્રશ્ન અત્યારે અહીં નથી. આહાહા ! અરે ભાઈ વાંધે વાંધા.
અહીંયા તો ફક્ત ઘડાને વ્યાપ્યવ્યાપકપણે તો માટી હારે છે, પણ બહારમાં કુંભારને પોતાના હાથ અને રાગની હારે ઈચ્છા હારે વ્યાપ્યવ્યાપકપણું છે. સમજાણું? અને તે ઘડાને અનુકૂળ નિમિત્તરૂપે છે, માટે તેને અજ્ઞાની એમ માને છે કે કુંભાર ઘડાને કરે છે ને ભોગવે છે. પણ કુંભાર પોતાના હાથને ને ઈચ્છાને કરે છે અને ખરેખર તો એ ઈચ્છાને એ પોતે ભોગવે છે, પાણીને ભોગવે છે, એટલે ઈચ્છાને, એ કહેશે.
હસ્તાદિકની ક્રિયાને તો કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપભોગ તેનાથી ઉપજેલી તુતિ એટલે રાગાદિ હોં એ. એને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો, ભાવક કુંભાર અને ભાવ્યા તેનો વિકારી ભાવ તેને અનુભવતો ભોગવતો, એવો કુંભાર ઘડાને કરે ને ભોગવે તેવો લોકોનો, આહાહાહાહા.. કેવી ટીકા છે. કુંભાર ઘડાને નિમિત્ત, સંભવ, અનુકૂળ એવા પોતાના ઈચ્છા ને હાથને કરતો અને કુંભાર જે પાણી પીવે છે, એ પીવાના ભાવનો એ પોતે કર્તા ને ભોક્તા એને એ ભોગવે છે, ઘડાને નહીં. ઘડાને ભોગવે છે માટી અને આ ભોગવે છે પોતાના રાગને. આહાહા.. પાણી પીવા સંબંધીનો જે ઘડા સંબંધીનો જે રાગ એને એ કરે ને એને એ ભોગવે છે આવું છે. આહાહા!