________________
૩૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની ) સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસા૨થી પ્રસિદ્ધ વ્યવહા૨ છે.
ભાવાર્થ:- પુદ્ગલકર્મને ૫૨માર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહા૨ છે.
૫૨માર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહા૨ની તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદશાન નહિ હોવાથી ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, ૫૨માર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહા૨ કહે છે.
પ્રવચન નં. ૧૭૨ ગાથા-૮૪
હવે ૮૪, હવે વ્યવહાર દર્શાવે છે.
તા. ૧૮/૦૧/૭૯ ગુરુવાર પોષ વદ-૫
ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं । तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं।। ८४।। આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ–મત વ્યવહારનું,
વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪.
ટીકાઃ- જેમ, અંદરમાં વ્યાવ્યવ્યાપકભાવથી માટી, એટલે કે માટી વ્યાપક અને ઘડો તેનું વ્યાપ્ય, માટી કર્તા અને ઘડો તેનું કાર્ય, વ્યાપ્યવ્યાપક એટલે, માટી પરિણામી અને ઘડો તેનું પરિણામ, એ આવશે વ્યાપ્યવ્યાપકનું થયું. અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે એટલે કે માટી પરિણામી ઘડાના પરિણામને કરે છે, માટી વ્યાપક ઘડાના પરિણામના વ્યાપ્યને કરે છે. અને ભાવ્યભાવકભાવથી માટી જ, ભાવક એવી જે માટી એનો જે ભાવ્ય નામ વર્તમાન પર્યાય જે થાય તે, તે ભાવ તે ભાવથી ભાવ્યભાવકભાવથી, ભાવક માટી, ઘડો તેનું ભાવ્ય એવા ભાવે માટી ઘડાને ભોગવે છે. માટી ઘડાને ભોગવે છે.
( શ્રોતાઃ- અજીવ છે એ કેમ ભોગવે. ) પર્યાય છે એની ને ? એમ, પર્યાય એની છે ને એટલે એને કરે છે ને ભોગવે છે. આહાહાહા ! માટી પરિણામી પોતાના ઘડાના પરિણામને કરે અને માટી ભાવક પોતાના ઘડારૂપી ભાવ્યને ભોગવે, કહો હવે આટલું તો સ્પષ્ટ થાય છે. ઝીણી વાત છે ભાઈ ! તત્ત્વને ભિન્ન તત્ત્વની જાતને જાણવું અને ભિન્નના તત્ત્વને ભિન્ન કાંઈ ન કરી શકે એ