________________
૩૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ ઉપયોગ તેનાથી ઉપજેલી તૃપ્તિને ભાવ્ય” એ તૃતિનો ભાવ છે તે ભાવ્ય અને ભાવક છે પોતે તે કુંભાર “એના ભાવવડે અનુભવતો ભોગવતો એવો કુંભાર, ઘડાને કરે છે ને ભોગવે છે” હવે આમ લેવું, છે એ પોતાના રાગને કરે છે ને ભોગવે છે, છતાં ઘડાને નિમિત્ત હોવાથી અજ્ઞાની એમ માને છે કે ઘડાને કરે છે ને ભોગવે છે. એ કુંભાર ઘડાને કરે ને ભોગવે છે. ઓલો નિમિત્ત છે ને? એટલો નિમિત્ત નૈમિતિક સંબંધ સ્વતંત્ર છે, એને ઠેકાણે નિમિત્ત છે માટે તે ઘડાને કરે છે ને ભોગવે છે જૂઠી વાત છે. “ઘડાને કરે ને ભોગવે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે” અનાદિથી અજ્ઞાનીનો મિથ્યાષ્ટિનો આવો વ્યવહાર છે. આહાહાહા ! શું કહ્યું સમજાણું આમાં?
માટી પોતે પરિણામી થઈને ઘડાનું પરિણામ કરે, એ વ્યાપક થઈને વ્યાપ્ય કરે અને માટી પોતાના ઘડાના ભાવ્યને ભાવક થઈને ભોગવે. માટી ભાવક થઈને ઘડાની પર્યાયને ભોગવે પણ તે ઘડાને અનુકૂળ એવું નિમિત્તપણું છે કુંભારનું, એ કુંભાર પોતાના રાગને વ્યાપ્યવ્યાપકભાવપણે કરે અને એને ભોગવે, પણ આંહી આ નિમિત્ત છે આ, માટે અજ્ઞાનીનો વ્યવહાર એવો છે કે એ કુંભાર ઘડાને કરે છે. ઓલું નિમિત્ત દેખીને ઘડાને કુંભાર કરે છે એમ અજ્ઞાનીનો વ્યવહાર છે. સમજાણું કાંઈ ?
આ તો હજી દેષ્ટાંત થયું, હવે સિદ્ધાંત તો હવે છે. દેદાંતમાંય કઠણ પડે છે. આ બહારમાં વાંધા ઊઠે છે બહારમાં એમ કે એની બહારમાં આ કરે છે, એમ નહીં, એ પોતે બહારમાં તો કુંભાર પોતાના વ્યાપ્યવ્યાપકભાવને કરે છે, એથી વ્યાપ્યવ્યાપકભાવને પોતાને કરતો આને એનું નિમિત્ત છે માટે અજ્ઞાની કહે છે કે ઘડાને કુંભાર કરે છે. આહાહા! નિમિત્ત દેખીને અજ્ઞાની ઘડાને કુંભાર કરે છે એમ કહે છે. અને ઘડાના પાણીને ભોગવતો રાગને ત્યાં, એ આને નિમિત્ત છે માટે ઘડાને એ ભોગવે છે, ભોગવે છે એ પોતે પોતાના પરિણામને, છતાંય ઘડાને કરે છે ને ઘડાને ભોગવે છે એમ અનાદિનો અજ્ઞાનીનો જૂઠો વ્યવહાર અસત્ય છે. કહો સમજાય છે કે નહિ આમાં ?
હવે સિદ્ધાંત આત્મામાં. હવે તેને સામે પુસ્તક છે કયા શબ્દનો શું અર્થ થાય છે.) આંહી તો નિમિત્ત એને કરતું નથી અને આ ઘડો થાય છે તે પરને કાંઈક નિમિત્ત છે માટે એને કરે છે કુંભારનું કાંઈક એ અત્યારે સિદ્ધ કરવું નથી. ફક્ત કુંભાર આને નિમિત્ત છે માટે તે અજ્ઞાનીઓ કહે છે કે કુંભારે ઘડાને કર્યો ને ભોગવ્યો. આહાહા ! સમજાણું કાંઈ?
“તેવી રીતે” હવે એ દૃષ્ટાંતના સિદ્ધાંતની અપેક્ષાએ, “અંદરમાં વ્યાપ્યવ્યાપક ભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે” અહીં એ લેવું છે. ઓલા ઘડાને ઠેકાણે ઓલું પુદ્ગલ કર્મ. અંદરમાં વ્યાપ્યવ્યાપક પુગલદ્રવ્ય કર્મને કરે છે એટલે, કર્મની પર્યાયનું પરિણામ કર્મનાં પુગલો પરિણામી તે તેને કરે છે. જ્ઞાનાવરણીની પર્યાય જે થઈ, એ વ્યાપ્ય છે અને તેનું વ્યાપક તેના એ પરમાણુંઓ છે, પરમાણુંઓ પરિણામી છે અને તેનું તે જ્ઞાનાવરણી પર્યાય તેનું પરિણામ છે. આહાહાહા ! પરમાણુંઓ (કાર્ય) કર્તા છે અને તેની જ્ઞાનાવરણીની પર્યાય તે તેનું કાર્ય છે. આ મોટા વાંધા જ એ ઉઠયા છે ને? જ્ઞાનાવરણી જ્ઞાના–વરણી કહ્યું ને? માટે જ્ઞાનને આવરે છે, એમ નથી. આહા! ફક્ત જ્ઞાનની પર્યાય પોતાને પોતાથી હીણાપણે પરિણમે છે એ એના વ્યાણનું