________________
ગાથા-૮૪
૩૦૭ પરિણામ જે થયા વેલણાના એ નિમિત્ત છે, અને થયા છે પરિણામ એના એને કારણે, પણ નિમિત્ત દેખીને વેલણાએ રોટલીને લાંબી પહોળી કરી, એવું માનનારા અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. કહ્યું સમજાણું કાંઈ? લોટ છે એની રોટલી થઈ, એ રોટલીના પરિણામનું પરિણામી લોટ કર્તા છે, અને એની પર્યાયનું ભોક્તા પણ તે તેનો લોટ છે, હવે એને જોડે અનુકૂળ વેલણું દેખીને વેલણાએ આ રોટલી કરી, એ તો નિમિત્ત છે, અનુકૂળ નિમિત્ત છે. પણ અનુકૂળ દેખીને એણે આને કર્યું એ માન્યતા મિથ્યાભ્રમ છે. (શ્રોતાઃ- બાઈએ રોટલી કરી) પણ એટલે બાઈ એટલે કોણ કરતું બાઈનો તો રાગ છે એ. બાઈ દ્રવ્યની તો વાતેય કયાં છે આંહીં? એનો જે રાગ છે એ ઈચ્છા રોટલી વખતે થઈ, એ ઈચ્છા રોટલીની પર્યાય થવામાં અનુકૂળ નિમિત્ત છે. માટે ઈચ્છાએ આ રોટલી કરી એ માન્યતા અજ્ઞાનીની છે. આહાહાહા ! આવું તત્ત્વનું સ્વરૂપ છે. - આ ચશ્માની પર્યાય અહીંયા જે રહી છે, એ પરિણામનો આધારનો આધાર એના પરમાણું છે, પણ એને આ નાકનું નિમિત્તપણે દેખીને, નાકને આધારે આ રહ્યું એમ જે કહે છે એ મિથ્યાષ્ટિ છે. કહો રસીકભાઈ, આવું સાંભળ્યું નથી જિંદગીમાં કોઈ દિ' બાબુભાઈ ! આવી વાત છે. આહાહાહા ! આ કપડું જે આમ છે, એ કપડાના પરિણામનું આધાર, વ્યાપ્યવ્યાપક, ભાવ્યભાવક કપડામાં છે એનામાં, પણ આ માથાનું નિમિત્ત દેખીને, માથાને આધારે આ રહ્યું કપડું એમ કહેવું તે મિથ્યાભ્રમ છે. આવી વાતું છે. (શ્રોતા – આખી દુનિયા મિથ્યાષ્ટિ થઈ ગઇ) આખી દુનિયા આ પ્રમાણે માને તો આખી દુનિયા જ એ છે એમાં શું છે? આહાહાહા!
કહો, ચીમનભાઈ ! આવી વાતું તો કયાંક કોક વખતે કહેવામાં આવે, અહીંયા આવતું હોય તો કહેવાયને, શું વાત? કેટલું ભર્યું છે સિદ્ધાંતમાં. આ બાઈ હોંશિયાર હોય ને પુડલા કરતા બહુ આવડે એને, પુડલા કરવા ને રાંધવું ને વળી પાછું તેલ નાખવું ઉપરા-ઉપર આમ કાંઠે કાંઠે નાખે ઉપર નહિ, એ હોશિંયાર હોય તે પુડલા કરી શકે, એ વાત મિથ્યાત્વ છે આંહી કહે છે. એ બાઈની ઇચ્છાનું નિમિત્ત અને ઉપાદાન, તે શું કહેવાય કીધું? પુડલા-પુડલાની પર્યાયનું કર્તા તે પરમાણુંઓ છે. પાકવામાં અને તે પરિણામનો ભોક્તા તે પરમાણુંઓ છે. છતાં અજ્ઞાનીને ઈચ્છા છે એવું એને નિમિત્ત દેખીને એ પુડલાની પર્યાયને મેં કરી એ ભ્રમણા અજ્ઞાન છે.
એય આ લખવામાં ! આ લખવાની જે પર્યાય છે, તે પર્યાય પરમાણુંની પર્યાય તે ટાણે થઈ. એ પર્યાયનો કર્તા તે પરમાણુંઓ છે. કલમેય નહિ, એનો હાથેય નહિ, એનો આત્માય નહિ, પણ એ અક્ષરના સ્વતંત્ર પરિણામનો પરિણામી પરમાણું અને ભોગવનાર તે પરમાણું, પણ તેને ઓલા ઈચ્છાવાળો નિમિત્ત છે ને? એને આવા જ અક્ષર કરવાનો ભાવ હતો તે નિમિત્ત છે. તો અજ્ઞાની એમ માને છે કે ઈચ્છાને કારણે આવા અક્ષર થયા. (શ્રોતાઃ- એ મોતીના દાણા જેવા અક્ષર થાય છે ને) એ મોતીના દાણા જેવા એ પરમાણુંની પર્યાય તે કાળે એમ થવાની. એ જ કાળે એમ થવાની. મોતીના દાણાની પર્યાય પરમાણુંનો તે સમયનો તે ઉત્પત્તિનો તેનો તે કાળનો તે અને તેથી તે પરિણામનો તે પરિણામી તેના પરમાણુંઓ કર્તા, પણ લખનારો કહે કે આ મારાથી લખાણું એ મિથ્યાષ્ટિ છે. કાળીદાસભાઈ ! શું કરવું આમાં? કહો મલકચંદભાઈ !