________________
ગાથા-૭૮
૨૩૧ તે શરીરની પર્યાય જે પ્રકારે થવાની તે તેનો સમય નિજક્ષણ છે, એને કોઈ બીજો બદલાવી શકે, ત્રણ કાળમાં નહીં.
આંહી તો એ વાત તો ક્યાંય રહી ગઈ, શરીરની અવસ્થાને હું રાખું એ તો પ્રશ્ન છે જ નહીં. અહીંયા તો જે કર્મના ફળ તરીકે આત્માના આનંદનું ફળ આવનારને, એ કર્મના ફળ તરીકે સુખદુઃખ ને હરખશોકની કલ્પના થઈ, તે કલ્પનાને ધર્મી જાણે ખરો ત્યારે જાણવાનો સંબંધ એટલો તો કામકાજ કરે છે કે નહીં, તો જાણવાના કાર્યમાં એ હરખ શોકનું ફળ એ તેનું કાર્ય ખરું કે નહીં ? આહાહા! ત્યાં પુદગલકર્મને જાણતો જ્ઞાની એમ આંહી જાણતા એવા જીવને પુદગલ સાથે કર્તાકર્મપણું છે કે નથી? એનો ઉત્તર કહે છે.
આવો જેને પ્રશ્ન ઉઠયો છે અંદરથી, કે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપીના આનંદના સ્વરૂપનું જ્ઞાન થયું, એ ક્ષણે જે એને જે કંઈ હરખશોકની કલ્પના હોય અને તે જાણે, કેમ કે જીવનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે એથી પરને જાણે, તો એટલો સંબંધ છે, તો ઈ સુખદુઃખની કલ્પનાનું કાર્ય જીવનું છે કે નહીં? ઈ જીવ તેને ભોગવે છે કે નહીં? જીવ એ હરખશોકના પરિણામને ભોગવે છે તો પછી હુરખશોકના પરિણામને ભોગવે છે કે નહીં? આમ છે ભગવાન શું કરીએ? આહાહાહા... એ પ્રશ્ન ઉત્તર, ઉત્તર છે. આવું જ પૂછે તેનો ઉત્તર છે.
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मप्फलमणंतं ।। ७८ ।।
પુદ્ગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. અનંતું ફળ લીધું જોયું, સુખ દુઃખની કલ્પનામાં અનંતી શક્તિ છે. એની ટીકાઃ- “પ્રાપ્ય એટલે સુખદુઃખની કલ્પનાના પરિણામ તો તે સમયે થવાના હતા તે થયા, તેને પુગલે ગ્રહણ કર્યું, પણ આત્મા તેને પ્રાપ્ય કરતો નથી. આહાહાહા ! આવી વાતું હવે આમાં, ઓલી તો વાતું દયા પાળો, વ્રત કરો, સેવા કરો, પાંજરાપોળ કરો, લાખ બે લાખ આપો, પાંચ લાખ દસ દસ લાખ ગૃહસ્થ માણસ આપે, પચાસ પચાસ લાખ આપે, એમાં શું થયું? એમાં એ ધર્મ ક્યાં હતો ઈ? એમાં રાગની મંદતા થાય તેનું પણ કાર્ય જીવનું નથી. ધર્મીનું એ કાર્ય નથી. આહાહાહા ! આવી વાતું છે.
પ્રાપ્ય” એટલે કે જે સુખદુઃખના પરિણામ થવાનો કાળ છે તે પુગલના, વ્યાપ્ય થયું છે. પુદ્ગલ વ્યાપક છે અને સુખદુઃખની કલ્પનાનું વ્યાપ્ય પ્રાપ્ય તે તેને પહોંચી વળવું પુદ્ગલ, એ પ્રાપ્ય. “વિકાર્ય” એ પુદગલકર્મ જ પૂર્વના પરિણામને ફેરવીને સુખદુઃખના પરિણામ થયા એ પુદ્ગલનું કાર્ય, “નિર્વત્ય” એ પુદ્ગલથી સુખદુઃખના પરિણામ નિપજ્યા છે, ઉપજ્યા છે, આહાહા !
(શ્રોતા – આખી દુનિયા કહે છે જીવથી થાય અને આપ કહો છો પુદ્ગલથી) એ જીવથી, પર્યાયથી જોતાં આંહીં એનાથી થાય છે, પણ આંહી તો દ્રવ્યદૃષ્ટિથી જોતાંની વાત છે ને? એ તો આગળ કહેશે. પર્યાયથી તો એનામાં થાય છે, એ કરે ને થાય છે સુખદુ:ખની કલ્પના, પણ અહીં સ્વભાવની દૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિનો વિષય બતાવવો છે, તો દૃષ્ટિ છે એ નિર્વિકલ્પ છે ને એનો વિષય