________________
૨૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સિદ્ધાંતમાં એનો ફે૨. ( શ્રોતાઃ- ઉગમણો આથમણો ફેર ) હૈં? એટલો ફેર છે. (શ્રોતાઃબેયમાં ફેર છે ) બેયનો ફેર છે ને ( શ્રોતાઃ- જ્ઞાનીને અજ્ઞાનીની દૃષ્ટિમાં ફેર જ હોય ને ) જેની દ્રવ્યદૃષ્ટિ થઈ છે એટલે કે જ્ઞાની થયો છે, એટલે કે ચૈતન્યના દ્રવ્યગુણના શુદ્ધતાનો જેણે સ્વીકાર કર્યો છે, એવા જે જ્ઞાની એને, જેમ માટી ઘડો કરે, એમ એ જ્ઞાની નિર્મળ વીતરાગી પરિણામને કરે અને કર્તા થાય. આહાહા !
અને કર્મ જેમ માટી ઘડાને કરે છે તેમ જ્ઞાનીને કર્મ માટી છે તેના વિકારી પુણ્ય-પાપના પરિણામ તે તેનું વ્યાપ્ય એ ઘડો માટી કરે છે એમ વિકારી પરિણામ કર્મ કરે છે. કહો, ત્રિભોવનભાઈ ! આવું છે ઝીણું. આહા ! એ ત્યાં હતી એ દ્રવ્યદૃષ્ટિવંતની વાત હતી, જેને આત્મા જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ, રાગથી ભિન્ન પડીને, જ્યાં ભેદજ્ઞાન ને સમ્યગ્નાન થયું છે, તેને ઘડો જેમ માટીથી થયો, એમ નિર્મળ પરિણામ જીવથી થયા, અને જેમ ઘડો માટીથી થયો, એમ મલિન પરિણામ કર્મથી થયા. આહાહા ! સમજાણું કાંઈ ? પુંજાભાઈ ! ઝીણું બહુ બાપા. હૈં? (શ્રોતાઃ- સમજાય એવું છે) કહો, રસિકભાઈ ! આ કાલની વાત બીજી અને આજની વાત બીજી આવી પાછી. એ વ્યાપ્યવ્યાપકમાં તો કાલ કેટલું કહ્યું'તું. હૈં ? ( શ્રોતાઃદિવસ બદલાઈ ગયાને ) કાલ વ્યાપ્યવ્યાપક એમ કહ્યું'તું, કે ભગવાન આત્મા વ્યાપક છે અને નિર્મળ પરિણામ તેનું વ્યાપ્ય કર્તાનું એ કર્મ છે. અને તે જ્ઞાનીને જે કાંઈ વિકાર પુણ્ય, દયા, દાન, વ્રત આદિના પરિણામ થાય તે જેમ ઘડો માટી કરે છે, એમ એ વિકારી પરિણામ કર્મ કરે છે, તેનો તે જ્ઞાતા છે. આહાહા !
આંહી અજ્ઞાની પોતે સ્વરૂપનું જ્યાં ભાન નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? એવો જે અનાદિ પ્રવાહમાં, અનાદિ અજ્ઞાની જેની પર્યાય બુદ્ધિ છે, એટલે કે રાગદ્વેષના પરિણામ ઉ૫૨ જેની રુચિ ને બુદ્ધિ છે, તે જીવ માટી જેમ ઘડાને કરે, તેમ અજ્ઞાની આત્મા પોતાના વિકારી પરિણામને કરે. આહાહા ! ( શ્રોતાઃ– એ જીવ કરે છે એમ ) એ જીવ કરે છે, ઓલો કહે પુદ્ગલ કરે છે. આહાહા ! આવું ઝીણું બહુ બાપુ ! વેપારીને નવરાશ મળે નહીં નિર્ણય કરવાની. વખત મળે નહીં. આહા ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એને જે રીતે જ્ઞાનીની દલીલ અને અજ્ઞાનીની જે દલીલ કરે છે એ સમજવી જોઈએ. આહા !
જ્ઞાનીને રાગના, ચાહે તો ભગવાનની ભક્તિ સ્તુતિનો રાગ હોય, એનાથી પણ જેણે ભિન્ન આત્માનું જ્ઞાન કર્યું છે. તેના જ્ઞાનમાં તો તેના પરિણામ, દ્રવ્ય અને ગુણ શુદ્ધ હોવાથી દ્રવ્યને ગુણ શુદ્ધની દૃષ્ટિ હોવાથી, તેના પરિણામ તો નિર્મળ કાર્ય થાય. તે જીવ વ્યાપક અને નિર્મળ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે નિર્મળ કર્તાનું કાર્ય છે, અને તે જ્ઞાનીને જે કાંઈ રાગઆદિ બાકી થાય છે, તે વ્યાપ્ય કર્મ છે ને આ કર્મ વ્યાપક છે. આહાહા ! એ વિકારી પરિણામનો કર્તા જડ છે અને એ વિકારી પરિણામ જડ છે માટે તેનું એ કાર્ય છે. કહો, સમજાય છે કાંઈ ?
અહીંયા બીજી વાત છે. અહીં તો દ્રવ્યનું જેને જ્ઞાન નથી, વસ્તુની ખબર નથી, ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ, શુદ્ધ આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ, એનું જેને જ્ઞાન નથી, તેથી તેની બુદ્ધિમાં રાગ ને પુણ્ય-પાપ મારાં છે, આ મારું છે એવું નથી તો આ મારું છે.આહાહાહા ! જ્ઞાનીને તો આ મારું છે માટે આ મારું નથી, દ્રવ્ય ને ગુણ એ મારાં છે, તેથી રાગ મારો નથી.