________________
ગાથા-૮૩
૨૯૭ છું એ તો નહિ, એ તો શરીર જડ માંસ હાડકાંનું છે એ શરીરને કયાં ભોગવે છે? પરને ભોગવતો ન ભાસો, તે વખતે તેના રાગના ભાવને અનુભવતો ભાસો. આહાહાહા ! આવી વાતું ભારે ભાઈ ! જગતથી ઉધી છે.
સસંસાર અને નિઃસંસારરૂપ, જોયું પાછું નિઃસંસારરૂપ એ પોતાનું, પોતાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, પોતાના સંસાર અવસ્થામાં દુઃખને એકને જ અનુભવતો ભાસો, અને મોક્ષમાર્ગમાં આનંદને અનુભવતો ભાસો, પણ પરને અનુભવતો ન ભાસો, પર વડે અનુભવતો એ નહિ. પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો, કર્મને આત્મા અનુભવે છે કે આ શરીરને અનુભવે છે કે મેસુબ ખાય મેસુબ પણ મેસુબને અનુભવે છે એમ ન ભાસો, પણ તે કાળે તેનો પ્રેમ ને રાગ થયો એ રાગને અનુભવે છે એમ ભાસો. આહાહાહાહા !
મેસુબનો કટકો પડે ને મોઢામાં તે પતરવેલીયાના ભજીયા હોય અંદર, અડવીના પાનનાં હવે કહે છે કે તને એ વખતે જે રાગનો અનુભવ થયો એ તારો અનુભવ છે, પણ તું પરને લઈને અનુભવે છે એ તો નહિ, પણ પરનો તે અનુભવ કરતો એ પણ નહિ. આહાહા ! એ લાડવાને તું અનુભવે છો, મોસંબીને અનુભવે છો, સ્ત્રીને અનુભવે છો એમ ન ભાસો. વિશેષ વાત છે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૭૨ ગાથા-૮૩-૮૪ તા. ૧૮/૦૧/૭૮ ગુરુવાર પોષ વદ-૫
૮૩ નો ભાવાર્થ સમયસાર.
આત્માને પરદ્રવ્ય પુગલકર્મનાં નિમિત્તથી સસંસાર અને નિઃસંસાર અવસ્થા છે, એટલે પુલકર્મનું તો નિમિત્ત છે અને અહીંયા અવસ્થા થાય છે જીવને પોતાના ઊંધા પુરુષાર્થથી, રાગદ્વેષ વિકારાદિ એ અવસ્થામાં પુગલકર્મ તો ફક્ત નિમિત્ત છે અને નિઃસંસાર આત્માના મોક્ષદશામાં કર્મના નિમિત્તનો અભાવ નિમિત્ત છે અભાવ.
“એવાં પરદ્રવ્ય પુગલકર્મનાં નિમિત્તથી સંસાર, સસંસાર અને નિઃસંસાર અવસ્થા છે એ અવસ્થારૂપ આત્મા પોતે પરિણમે છે.” રાગદ્વેષ અને નિમિત્ત ભલે કર્મ હો પણ તેમાં રાગદ્વેષ ને મિથ્યાત્વભાવે પોતે આત્મા પરિણમે છે, એ કર્મ પરિણમાવતું નથી, તેમ કર્મને એ પરિણમાવતું નથી. આહાહા! આવી વાતું.
(શ્રોતાઃ- કાલે એમ કહેતા'તા કે આત્મા રાગ કરે નહિ) રાગ છે એ તો જ્ઞાનીની દૃષ્ટિની અપેક્ષાએ દ્રવ્યદૃષ્ટિ છે, દ્રવ્ય જ્યાં દષ્ટિમાં છે, એને તો શુદ્ધતાના પરિણામનો પ્રાપ્ત કાર્ય છે. એમ એને જે અશુદ્ધતા થાય કેમ કે દ્રવ્યદૃષ્ટિ જે થઈ છે એ તો જ્ઞાયક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે એનાં પરિણામ રાગ નથી. એ પરિણામીનું પરિણામ તો નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ પરિણામીનું પરિણામ છે. તેને કર્મ પરિણામીનું રાગાદિ પરિણામ તે કર્મનું છે. કહો, એ વાત ચાલી'તી. આહાહા ! એ પરિણામી આત્મા એ તો શુદ્ધ છે, પવિત્ર છે, પરમાનંદ સ્વરૂપ છે, એનું પરિણામ પરમ આનંદ ને શાંતિ ને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ને વીતરાગતા આવે. એ એનું વ્યાપ્યવ્યાપક